Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    પહેલી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારતનો દબદબો:102 ગોલ્ડ સાથે કુલ 114 મેડલ જીતીને ટૉપ પર; જાપાન બીજા ક્રમે રહ્યું

    2 hours ago

    1

    0

    યજમાન ભારતે સોમવારે અહીં એકા એરેનામાં યોજાયેલી પહેલી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશીપમાં 114 મેડલ સાથે પોતાનું અભિયાન પૂરું કર્યું છે. ભારતે આ ચેમ્પિયનશીપમાં કુલ 102 ગોલ્ડ મેડલ જીતીને ટૉપ કર્યું છે. બીજા ક્રમે રહેલા જાપાને ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા, જ્યારે આર્જેન્ટિનાએ તેની એકમાત્ર ખેલાડી નાબિલા બરાઝાના બે ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલના શાનદાર પ્રદર્શનના આધારે ત્રીજું સ્થાન મેળવ્યું. પડોશી દેશ નેપાળ મેડલની કુલ સંખ્યાના આધારે બીજું સૌથી સફળ દળ રહ્યું. નેપાળે એક ગોલ્ડ, 36 સિલ્વર અને 15 બ્રોન્ઝ સહિત કુલ 52 મેડલ જીત્યા અને મેડલ ટેલીમાં પાંચમા સ્થાને રહ્યું. ઉઝબેકિસ્તાનએ એક ગોલ્ડ, 13 સિલ્વર અને 11 બ્રોન્ઝ સહિત કુલ 25 મેડલ પોતાના નામે કર્યા. કુલ મળીને 79 દેશોના 522 ખેલાડીઓએ આ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો, જેમાંથી 31 દેશોના ખેલાડીઓએ ઓછામાં ઓછો એક મેડલ જીત્યો. તેમાંથી 10 દેશોએ ઓછામાં ઓછો એક ગોલ્ડ મેડલ પણ જીત્યો. યજમાન ભારતે 122 સભ્યોનું દળ ઉતાર્યું હતું, જેમાં ખેલાડીઓએ 6 વય જૂથોમાં સ્પર્ધા કરી હતી. જેમાં સબ-જૂનિયર પુરુષ અને મહિલા (10-14 વર્ષ), જૂનિયર પુરુષ અને મહિલા (14-18 વર્ષ), સિનિયર (18-28 વર્ષ), સિનિયર A (28-35 વર્ષ), સિનિયર B (35-45 વર્ષ) અને સિનિયર C (45-55 વર્ષ)નો સમાવેશ થાય છે. વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026ને યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, આયુષ મંત્રાલય, ભારતીય રમત પ્રાધિકરણ (SAI), ગુજરાત રમતગમત પ્રાધિકરણ, ગુજરાત પ્રવાસન અને ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનનો સહયોગ પ્રાપ્ત થયો હતો. વિવિધ દેશોના ખેલાડીઓની સફર વિશે જાણ્યું પાંચ દિવસીય આ ચેમ્પિયનશીપમાં અલગ-અલગ દેશના ખેલાડીઓના યોગાસનના ઇતિહાસ તથા તેની સફર વિશે પણ જાણ્યું. આર્મેનિયાની સોના સોગોયાન, જેમણે ત્રણ વર્ષ પહેલાં પોતાની બીજી ગર્ભાવસ્થા દરમિયાન યોગ શરૂ કર્યો હતો. તેઓ ભારત ખાતે યોગાસનને મળેલા આ વિશાળ મંચને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. માતા-પુત્રીની જોડીએ મેડલ જીત્યો રોજિંદા જીવનના દબાણ અને કંટાળાજનક દિનચર્યા વચ્ચે પણ, આ માતા-પુત્રીની જોડીને યોગના કારણે પોતાના જુસ્સાને જીવંત રાખવા માટે એક માનસિક શાંતિ અને મજબૂત આધાર મળ્યો. આ અઠવાડિયે અહીંના એકા એરેના ખાતે માતા અને દીકરીએ ઇતિહાસ રચી દીધો છે, જ્યાં 35 વર્ષીય કેમીએ બેક બેન્ડ વ્યક્તિગત કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે કિમાનીએ જુનિયર આર્ટિસ્ટિક વ્યક્તિગત કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. કેમી બ્લેકે એક કોન્ટોર્શનિસ્ટ બનવાનું સપનું જોયું હતું અને પોતાના આ જ જુસ્સાને પૂરો કરવા તેમજ પ્રતિષ્ઠિત 'સિરક્યૂ ડુ સોલેઈલ' (Cirque du Soleil) એકેડેમીમાં ટ્રેનિંગ લેવા માટે તેઓ ન્યૂયોર્કથી લાસ વેગાસ શિફ્ટ થયા હતા. તેમની 16 વર્ષની દીકરી કિમાનીએ પણ જિમ્નાસ્ટિક્સ શીખ્યું છે અને તે એક પ્રોફેશનલ ડાન્સર બનવા માગે છે.
    Click here to Read more
    Prev Article
    Richest Farmers in the World: ખેતી કરીને કરોડપતિ બની રહ્યા છે અહીંના ખેડૂતો, એવું તો શું ઉગાડે છે કે આટલી આવક થાય છે?
    Next Article
    Star pacer replaced Mohammed Siraj in India's T20I squad for Ireland, England tour; Check details

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment