મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:11 જૂન પછી ગુજરાતમાં વરસાદની એન્ટ્રી, સળગતા જહાજમાંથી 24 ભારતીયોનું રેસ્ક્યૂ, મમતાનો સાથ છોડશે 20 TMC સાંસદો
3 hours ago
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર મમતા બેનર્જીની પાર્ટીમાં ભંગાણના છે. 20 સાંસદો NDAનું સમર્થન કરશે. બીજા સમાચાર હોર્મુઝમાં સળગતા જહાજમાંથી 24 ભારતીયોના રેસ્ક્યૂના છે. અમે તમને એ પણ જણાવીશું કે પોલીસે દેશમાંથી ભાગી રહેલા કયા નેતાને બોર્ડર પરથી પકડ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. બંગાળ વિધાનસભામાં નકલી સહી કેસમાં CID આજે અભિષેક બેનર્જીની પૂછપરછ કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. હવે દિલ્હીમાં પણ મમતાની પાર્ટીમાં ભંગાણ:TMCના 20 લોકસભા સાંસદનું NDAને સમર્થન, સ્પીકરને પત્ર લખ્યો; રાજ્યસભા સાંસદ સુખેન્દુનું રાજીનામું ધારાસભ્યો પછી હવે તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ પણ મમતાનો સાથ છોડી દીધો છે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, લોકસભાના 28 સાંસદોમાંથી 20 સાંસદોએ NDA સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. સાંસદ અને TMCના પૂર્વ નેતા કાકોલી ઘોષે પણ સોમવારે આ જ દાવો કર્યો. તેમણે જણાવ્યું કે 20 સાંસદોએ NDAને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર પણ મોકલી દેવામાં આવ્યો છે. તેમાંથી 11 સાંસદોએ સોમવારે બપોરે કેન્દ્રીય મંત્રી અને BJPના બંગાળ પ્રભારી ભૂપેન્દ્ર યાદવના ઘરે મીટિંગ કરી. આ દરમિયાન બંગાળના CM શુભેન્દુ અધિકારી પણ તેમને મળવા પહોંચ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. હોર્મુઝમાં સળગતા જહાજમાંથી 24 ભારતીયોનું રેસ્ક્યુ:ઈરાને કહ્યું- હવે ઈઝરાયેલ પર હુમલા નહીં; ભારતે નાગરિકોને ઈરાન છોડવાની સલાહ આપી હોર્મુઝ સ્ટ્રેટ નજીક એક ઓઈલ ટેન્કરમાં આગ લાગ્યા બાદ તેના પર સવાર 24 ભારતીય નાવિકોને ભારતીય નૌકાદળે બચાવી લીધા છે. પ્રારંભિક અહેવાલોમાં જહાજ પર હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ દરમિયાન ઈરાને જાહેરાત કરી છે કે તેણે હાલ પૂરતું ઇઝરાયલ વિરુદ્ધ પોતાની સૈન્ય કાર્યવાહી રોકી દીધી છે. જોકે તેણે ચેતવણી આપી કે જો ઇઝરાયલે ફરીથી લેબનોન કે અન્ય સ્થળોએ હુમલો કર્યો તો તેને પહેલા કરતા વધુ કડક જવાબ આપવામાં આવશે. બીજી તરફ અમેરિકા યુદ્ધવિરામ અને શાંતિ કરારના પ્રયાસોમાં વ્યસ્ત છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇઝરાયલ અને ઇરાન બંને સંઘર્ષ રોકવા માંગે છે અને અંતિમ કરારને લઈને વાતચીત આગળ વધી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. TMC નેતા જહાંગીર ખાનની નેપાળ બોર્ડર પરથી ધરપકડ:તેના સમર્થકોએ મહિલાઓને ગૅંગરેપની ધમકી આપી હોવાનો દાવો; ફાલતા બેઠક પરથી ઉમેદવાર હતા પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે સોમવારે TMC નેતા જહાંગીર ખાનની ધરપકડ કરી છે. આ ધરપકડ નેપાળ બોર્ડર પરથી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ફાલતા પોલીસ સ્ટેશનમાં ખાન વિરુદ્ધ 7 FIR નોંધવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે જહાંગીરના સમર્થકોએ મહિલાઓને ગેંગરેપની ધમકી આપી હતી. જોકે, બંગાળ પોલીસે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. તે નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતો. પોલીસ જહાંગીરને કોલકાતા લાવી રહી છે. જહાંગીરે 2026ની વિધાનસભા ચૂંટણી ફાલતા બેઠક પરથી લડી હતી. ચૂંટણી દરમિયાન થયેલી ગેરરીતિઓને કારણે અહીં ફરીથી ચૂંટણી યોજાઈ હતી. ફરીથી ચૂંટણીના 48 કલાક પહેલા જ જહાંગીરે મેદાન છોડી દીધું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ભારતની ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત:અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું; ડેબ્યૂટન્ટ માનવ સુથારે મેચમાં 7 વિકેટ ઝડપી ભારતે ન્યૂ ચંદીગઢમાં રમાયેલી ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાનને ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં ઈન્ડિયન ટીમની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. ભારતની આ પહેલાની સૌથી મોટી જીત ઇનિંગ્સ અને 272 રનના અંતરથી હતી, જે 2018માં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ રાજકોટમાં મળી હતી. મેચના ત્રીજા દિવસે અફઘાનિસ્તાનની ટીમ બીજી ઇનિંગ્સમાં 112 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. આ પહેલા ભારતે પોતાની પહેલી ઇનિંગ્સ 564/8ના સ્કોર પર ડિક્લેર કરી દીધી હતી. જેના જવાબમાં અફઘાનિસ્તાનની પહેલી ઇનિંગ્સ 152 રન પર સમેટાઈ ગઈ હતી અને તેમણે ફોલોઓન રમવું પડ્યું હતું. અફઘાનિસ્તાનની બીજી ઇનિંગ્સમાં વોશિંગ્ટન સુંદરે 4 અને કુલદીપ યાદવે 3 વિકેટ લીધી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી:32નાં મોત; 4.5 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળ્યા, 2 કલાકમાં 138 આંચકા આવ્યા ફિલિપાઇન્સમાં સોમવારે સવારે 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે અનેક ઇમારતોને નુકસાન થયું છે. પ્રભાવિત ઇમારતોમાં મોટાભાગે દુકાનો, ઓફિસો અને વ્યાપારી ઇમારતોનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 32 લોકોનાં મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (USGS) અનુસાર, ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે 5:07 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર મિન્ડાનાઓ ટાપુ નજીક સમુદ્રમાં હતું. તે સારંગાની પ્રાંતના માસીમ શહેરથી લગભગ 32 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં અને 33 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે આ વર્ષે ફિલિપાઇન્સમાં આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. રાજ્યભરના વાલીઓને મોંઘવારીનો વધુ એક માર:સ્કૂલ વાનમાં ₹200 અને રિક્ષાના ભાડામાં ₹100નો વધારો, અમદાવાદમાં સ્કૂલ વર્ધી એસો.ની બેઠકમાં નિર્ણય રાજ્યભરના વાલીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. CNGમાં ભાવમાં સતત વધારો થતા સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આજે સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2024માં છેલ્લે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વાલીઓ પર મોંઘવારીનો માર ન પડે તે માટે આગામી ત્રણ વર્ષ સુધી ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં નહીં આવે. વર્ષ 2027માં જ ભાડામાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ચોમાસું 12 રાજ્યોમાં પહોંચ્યું, 7 દિવસ દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના:11 જૂન પછી મોસમનો મિજાજ બદલાશે, 42.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આકરી ગરમી પણ યથાવત છે. આજે 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. 42.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 8થી 11 જૂન સુધી વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો પૂરતો મર્યાદિત રહેશે. 11 જૂન પછી મોસમનો મિજાજ બદલશે અને રાજ્યભરામાં વરસાદ પડી શકે. આગામી 7 દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. ચોમાસાની સ્થિતીની વાત કરીએ તો દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશના અન્ય ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. સેન્ટ્રલ અરબી સમુદ્ર અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી 3થી 4 દિવસમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ખડગેએ કહ્યું- CBSE-NEET મામલે શિક્ષણ મંત્રી રાજીનામું આપે:SIRમાં કરોડો મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા, INDIA બ્લોક CJIને પત્ર લખશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ચૂંટણી પહેલાં PoKમાં હિંસા ભડકી:4 પોલીસકર્મી સહિત 11 લોકોનાં મોત, અનામત સીટ રદ કરવાની માગ; જમ્મુ-કાશ્મીરથી આવેલા શરણાર્થીઓને મળે છે અનામત વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં દુર્ઘટના, 8 મજૂરોનાં મોત:1600 ડિગ્રી સેલ્સિયસ ગરમ લોખંડ ક્રેનથી લઈ જઈ રહ્યા હતા, ઓગળીને તેમના પર જ પડ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ઇન્ટરવ્યૂમાં અધવચ્ચે ભડક્યાં ટ્રમ્પ, માઇક ફેંક્યું, VIDEO:મહિલા પત્રકાર સાથે ઉગ્ર દલીલમાં પ્રેસને ગાળો આપીઃ નકલી, ગંદી અને ભ્રષ્ટ કહી, પત્રકારને પણ મૂર્ખ કહ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ઓલટાઇમ હાઈથી પોણા 2 લાખ ઘટી ચાંદી:આજે 15 હજારથી ઘટીને ₹2.41 લાખ પ્રતિ કિલો પર આવી, 8 દિવસમાં 22 હજાર ઘટ્યા, સોનાનો ભાવ પણ તૂટ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ભારતની ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત:અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું; ડેબ્યૂટન્ટ માનવ સુથારે મેચમાં 7 વિકેટ ઝડપી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સૂર્યનું નક્ષત્ર પરિવર્તન:વૃષભ-વૃશ્ચિક સહિત ચાર રાશિએ સાવધાન રહેવું, જાણો નુકસાન ટાળવા માટે ખાસ ઉપાયો વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ જેલમાંથી છૂટીને ઉજવણી કરી, ફરીથી ધરપકડ છત્તીસગઢના બલોદા બજારમાં જામીન પર મુક્ત થયેલા 9 આરોપીઓ જેલમાંથી બહાર આવતા જ રસ્તા પર સ્ટંટબાજી કરવા લાગ્યા. તેમણે કારનો કાફલો કાઢીને રોડ શો કર્યો. આ દરમિયાન કેટલાક આરોપીઓ કારની બારીઓમાંથી બહાર લટકતા જોવા મળ્યા અને રસ્તા પર જોરદાર હંગામો મચાવ્યો. પોલીસે તમામ આરોપીઓની ફરીથી ધરપકડ કરી લીધી. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : નેતાજીની ગોવા પાર્ટીના ફોટો વાઇરલ: ચૂંટણી જીત્યા પછી તરત બીજું આયોજન કરતા ભાંડો ફુટ્યો, મંત્રીજીએ હિરોઇન સામે જોર અજમાવ્યું, રસ્સા ખેંચમાં વિનર બન્યા 2. આવતીકાલથી શરૂ થાય છે નવી વીડિયો સિરીઝ ‘લતીફ’: ગુજરાતના ‘રઈસ’ની અસલી કહાની, રોજેરોજ જુઓ નવો થ્રિલિંગ એપિસોડ 3. આજનું એક્સપ્લેનર: શું અમેરિકા વિના ઇઝરાયલ ટકી શકશે? ટ્રમ્પના રોકવા છતાં ઇરાન પર હુમલો કર્યો; ફરી યુદ્ધથી ભારત પર કેટલી અસર પડશે 4. Editor’s View: મોદી-અમિત શાહનો નવો ગેમપ્લાન: ભાજપ દાયકાઓ સુધી રાજ કરી શકે, દેશનો રાજકીય નકશો જ બદલાઇ જાય, ત્રણ ફોર્મ્યૂલાથી સમજો પરિસીમન બિલ પાસ કરાવવાનો ચક્રવ્યૂહ 5. મંડે મેગા સ્ટોરી : જ્યારે એક કેરીએ 18 વર્ષ જૂનો અમેરિકી પ્રતિબંધ હટાવ્યો: ભારતમાં જન્મ, કાજુ-પિસ્તાની નજીકની સંબંધી; કહાની, જે બનાવે છે કેરીને ફળોનો રાજા 6. DB REELS: 'કપડાં ગડી ન કરું તો મમ્મી ચોક્કસ વઢે!': 'પત્ની મેનેજર બને તો સૌથી પહેલા બેંક બેલેન્સ છુપાવવું પડે', તત્સત મુનશીએ પોતાની મસ્તીના રાઝ ખોલ્યા 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: મિથુન રાશિના જાતકો પર પૈસાનો વરસાદ થશે, તુલા રાશિના લોકોએ આજે પ્રોપર્ટીના સોદા ન કરવા વાંચો સંપૂર્ણ રાશિફળ
Click here to Read more

