ટીમમાંથી આઉટ અને કેપ્ટન્સી પણ ગઈ... હવે સૂર્યકુમારે 36 બોલમાં 72 રન ફટકારીને સિલેક્ટર્સને આપ્યો જવાબ!
3 hours ago
SuryaKumar Answers with Bat: ભારતીય T20 ટીમમાંથી બહાર કરવામાં આવ્યા બાદ અને કેપ્ટનપદ ગુમાવ્યા પછી સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે મેદાન પર પોતાના બેટથી જોરદાર જવાબ આપ્યો છે. T20 મુંબઈ 2026 ટૂર્નામેન્ટમાં 'ટ્રાયમ્ફ્સ નાઇટ્સ એમએનઈ' (Triumphs Knights MNE) તરફથી રમતા સૂર્યકુમારે 'એમએસસી મરાઠા રોયલ્સ' સામે માત્ર 36 બોલમાં અણનમ 72 રનની વિસ્ફોટક અને મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેની આ તોફાની રમતના આધારે ટીમે 6 વિકેટે શાનદાર જીત નોંધાવીને સેમિફાઇનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે.ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસની આગામી સીરિઝ માટે જાહેર કરાયેલી ભારતીય T20 ટીમમાં સ્થાન ન મળ્યા બાદ સૂર્યકુમારે કમબેક કરતા સાબિત કરી દીધું કે આ ફોર્મેટમાં તેનો દબદબો હજુ પણ યથાવત છે. 35 વર્ષીય આ બેટ્સમેને અગાઉની મેચમાં પણ નવા ભારતીય T20 કેપ્ટન શ્રેયસ અય્યરની ટીમ 'સોબો મુંબઈ ફાલ્કન્સ' સામે 24 બોલમાં 48 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી, જોકે તે મેચમાં તેની ટીમનો પરાજય થયો હતો.
Click here to Read more

