શેરોમાં સુનામી : મેટલ, ઓટો, આઈટી શેરોમાં કડાકા : સેન્સેક્સ 719 પોઈન્ટ તૂટી 73524
3 hours ago
મુંબઈ : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે મિસાઈલ હુમલાએ પશ્ચિમ એશિયામાં ફરી મહાયુદ્વના મંડાણ થતાં વિશ્વ અસહ્ય મોંઘવારી સાથે ભયંકર મહામંદીમાં સપડાઈ જવાના એંધાણે આજે વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક સુનામી સર્જાયું હતું. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ભડકવા સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૭૬ પૈસા તૂટીને ૯૫.૭૦ થઈ જતાં અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વિદેશી રોકાણકારોને આકર્ષવા ગત સપ્તાહમાં બોન્ડ-સરકારી સિક્યુરિટીઝમાં રોકાણ પર ટેક્ષમાં રાહત આપ્યા સામે હજુ ઈક્વિટીમાં રોકાણ પર કોઈ પ્રોત્સાહનો નહીં અપાતાં રોકાણકારોનો વિશ્વાસ સતત તળીયે રહેતાં શેરોમાં સાર્વત્રિક કડાકો બોલાયો હતો. સેન્ટીમેન્ટ બગડતાં ફંડો, મહારથીઓએ ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ-પાવર, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, મેટલ-માઈનીંગ, બેંકિંગ, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં હેમરિંગ કરતાં ગાબડાં પડયા હતા. સેન્સેક્સ ૭૧૯.૦૮ પોઈન્ટ તૂટીને ૭૩૫૨૪.
Click here to Read more

