Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ઈન્ડિયા-A ટીમે શ્રીલંકા-Aને 278 રનનો ટાર્ગેટ આપ્યો:ઋતુરાજ ગાયકવાડની સદી, કેપ્ટન તિલક વર્માએ ફિફ્ટી ફટકારી

    2 hours ago

    1

    0

    IPL-2026માં સૌથી વધુ 776 રન બનાવનાર ભારતીય ઓપનર વૈભવ સૂર્યવંશી શ્રીલંકામાં ચાલી રહેલી ટ્રાઈ સિરીઝની પહેલી મેચમાં શ્રીલંકા-A સામે ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. તે મંગળવારે માત્ર 14 રન બનાવીને આઉટ થયો. દામ્બુલામાં ટૉસ જીતીને બેટિંગ કરી રહેલી ઈન્ડિયા-A એ 48 ઓવરમાં 5 વિકેટે 248 રન બનાવી લીધા છે. આયુષ બદોની અને સૂર્યાંશ શેડગે ક્રિઝ પર છે. કેપ્ટન તિલક વર્મા 60 રન બનાવીને આઉટ થયો. તેને મોહમ્મદ શિરાજે બોલ્ડ કર્યા. તેની પહેલાં ઋતુરાજ ગાયકવાડ (101 રન)ને વાનુજા સહને અવિષ્કા ફર્નાન્ડોના હાથે કેચ કરાવ્યો. પ્રિયાંશ આર્ય (32 રન) રનઆઉટ થયો હતો. જ્યારે પ્રભસિમરન સિંહ (2 રન)ને ચમિકા કરુણારત્નેએ પેવેલિયન મોકલ્યો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, અનુકૂલ રોય, સૂર્યાંશ શેડગે, અંશુલ કંબોજ, અરશદ ખાન અને વિપરાજ નિગમ. શ્રીલંકા-A: નિરોશન ડિકવેલા (વાઇસ કેપ્ટન અને વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, નુવાનિદુ ફર્નાન્ડો, સદીરા સમરવિક્રમા (વિકેટકીપર), સહાન અરાચિગે (કેપ્ટન), ચમિકા કરુણારત્ને, રવિન્દુ ફર્નાન્ડો, વાનુજા સહન, વિજયકાંત વિયાસકાંત, મોહમ્મદ શિરાજ અને ગરુકા સંકેત.
    Click here to Read more
    Prev Article
    IND A Vs SL A LIVE Score: ઈન્ડિયા ઋતુરાજ ગાયકવાડ 101 રન, તિલક વર્મા 60 રન, શ્રીલંકાને જીત માટે આપ્યો 278 રનનો ટારગેટ
    Next Article
    सत्यानाशी (केसरा) और भटकटैया की कैरे करें पहचान? औषधीय गुणों से भरपूर होती हैं ये दोनों घास, पेट- दांत दर्द, गैस सब दूर

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment