Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Arjun Rampalની જિંદગી બદલી ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાએ,21 વર્ષના લગ્નજીવન વીશે કરી વાત

    3 hours from now

    1

    0

    બોલિવૂડના હેન્ડસમ અને દમદાર એક્ટર્સમાંથી એક અર્જુન રામપાલ ભલે પોતાની પ્રોફેશનલ લાઈફમાં ઘણી સફળતા મેળવી રહ્યા હોય, પરંતુ તેમની પર્સનલ લાઈફ ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. હાલમાં જ એક્ટરે પોતાની જિંદગીના સૌથી અંધકારમય અને મુશ્કેલ તબક્કા વિશે ખુલીને વાત કરી છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે પૂર્વ પત્ની મેહર જેસિયા સાથે 21 વર્ષ જૂના લગ્ન તૂટ્યા બાદ તેઓ ભારે એકલતા અને દર્દમાંથી પસાર થયા હતા.જિંદગીનો સૌથી ખરાબ અને એકલતાભર્યો દોરએક ટૉક શો 'કેન્સલ્ડ ટુ ક્રાઉન'માં સાયકોલોજિસ્ટ સોહિની સાથે વાતચીત દરમિયાન અર્જુન રામપાલે પોતાના દિલનું દર્દ વહાવ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જિંદગીમાં ક્યારે સૌથી વધુ એકલતા અનુભવાઈ? ત્યારે અર્જુને કહ્યું,"મેં સૌથી વધુ એકલતા એ સમયે અનુભવી જ્યારે હું મારી જાત સાથે જોડાયેલો નહોતો. તે સમયે મેહર સાથે મારી મેરેજલાઈફ મુશ્કેલ દોરમાંથી પસાર થઈ રહી હતી જે ખૂબ જ દુખદ હતું. પ્રેમ ક્યારેય સ્થિર નથી હોતો, જિંદગીમાં કશું જ સ્થિર નથી હોતું."અર્જુને વધુમાં ઉમેર્યું કે, તે તેની જિંદગીનો સૌથી ખરાબ સમય હતો. એક તરફ લગ્નજીવન તૂટી રહ્યું હતું અને બીજી તરફ તેની માતા કેન્સર સામે જંગ લડી રહી હતી. અર્જુને ટૂંકા ગાળામાં પોતાની માતા, પિતા અને ઘણા નજીકના મિત્રોને ગુમાવી દીધા હતા.ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાએ બદલી નાખી જિંદગીઅર્જુન રામપાલે વર્ષ 1998માં મોડલ મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેમને બે દીકરીઓ માહિકા અને માયરા છે. જોકે, 21 વર્ષ બાદ આ કપલના છૂટાછેડા થઈ ગયા. આ મુશ્કેલ સમયમાં મોડલ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ અર્જુનની જિંદગીમાં આવી. ગેબ્રિએલા વિશે વાત કરતા અર્જુને કહ્યું કે તે ખૂબ નસીબદાર છે કે તેને ગેબ્રિએલા જેવી પાર્ટનર મળી, જેણે તેને ડિપ્રેશન અને મુશ્કેલીઓમાંથી બહાર આવવામાં મદદ કરી.લગ્ન વગર જ બન્યા બે પુત્રોના માતા-પિતાગેબ્રિએલા ઉંમરમાં અર્જુન રામપાલ કરતાં 15 વર્ષ નાની છે, છતાં બંને વચ્ચે અદભુત બોન્ડિંગ છે. છેલ્લા ઘણા વર્ષોથી બંને કોઈ પણ પ્રકારના લગ્ન બંધન વગર લિવ-ઇન રિલેશનશિપમાં રહી રહ્યા છે. આ લિવ-ઇન રિલેશનશિપ દરમિયાન બંને બે દીકરાઓના માતા-પિતા પણ બની ચૂક્યા છે. અર્જુન પોતાની પૂર્વ પત્નીની બે દીકરીઓ અને ગેબ્રિએલાના બે દીકરાઓ સાથે એક ખુશહાલ ફેમિલી લાઈફ એન્જોય કરી રહ્યો છે.આ પણ વાંચો:Bharat Takhtaniથી અલગ થયા બાદ ઇશા દેઓલે કેમ કહ્યું: 'હું સિંગલ મધર નથી'
    Click here to Read more
    Prev Article
    Ben Stokes controversy: What happened at the Chelsea nightclub?
    Next Article
    ममता ने कल्याण बनर्जी को लोकसभा में चीफ व्हिप बनाया:स्पीकर को लेटर लिखा; TMC के 28 में से बागी 20 सांसदों ने काकोली घोष को चुना था

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment