ડ્રીમ ગર્લ હેમા માલિનીની પુત્રી અને બોલીવુડ અભિનેત્રી ઇશા દેઓલ છેલ્લા કેટલાક સમયથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. એશા અને તેના પતિ ભરત તખ્તાની વચ્ચે વર્ષ ૨૦૨૪માં છૂટાછેડા થઈ ગયા હતા. જોકે, લગ્નજીવનનો અંત આવ્યા બાદ પણ આ ભૂતપૂર્વ દંપતી અવારનવાર સાથે જોવા મળે છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં ઇશાએ તેના પૂર્વ પતિ સાથેના સંબંધો અને બાળકોના ઉછેર વિશે દિલ ખોલીને વાત કરી છે."હું સિંગલ મધર નથી..." એશા દેઓલએક ખાસ ઇન્ટરવ્યુમાં ઇશા દેઓલે જણાવ્યું કે, ભલે તે સિંગલ લાઈફ જીવી રહી છે, પરંતુ તે પોતાની જાતને સિંગલ મધર નથી માનતી. તેણીએ ખુલાસો કર્યો, "ભગવાનની કૃપાથી, જ્યારે અમારી દીકરીઓને ઉછેરવાની વાત આવે છે ત્યારે ભરત અને હું એક સંપૂર્ણ ટીમ તરીકે કામ કરીએ છીએ. ભલે અમે અલગ થઈ ગયા છીએ, પણ અમે હજુ પણ એક પરિવાર છીએ. અમારા બાળકો હંમેશા અમારી પહેલી પ્રાથમિકતા રહેશે. અમે દીકરીઓને પૂરો પ્રેમ અને સપોર્ટ આપવા માંગીએ છીએ, જેથી તેમને ક્યારેય કોઈ કમી ન વર્તાય."ઇશા-ભરત ડિવોર્સ છતાં બેસ્ટ ફ્રેન્ડસઇશા દેઓલ અને બિઝનેસમેન ભરત તખ્તાની એક સમયે બોલિવૂડના સૌથી રોમેન્ટિક કપલ્સમાંથી એક ગણાતા હતા. બંને ૨૦૨૪ માં પરસ્પર સંમતિથી અલગ થયા હતા. બંનેને બે દીકરીઓ છે- મોટી દીકરી રાધ્યા (જન્મ: ઓક્ટોબર ૨૦૧૭) અને નાની દીકરી મીરાયા (જન્મ: જૂન ૨૦૧૯). છૂટાછેડા પછી પણ આ કપલ વચ્ચે કોઈ કડવાશ નથી અને તેઓ આજે પણ બેસ્ટ ફ્રેન્ડ્સની જેમ રહે છે.અગાઉ પણ 25 મેના રોજ એશા દેઓલ રવિવારે લંચ માટે તેના ભૂતપૂર્વ પતિ ભરત તખ્તાની સાથે અન્ય મિત્રો સાથે એક પાર્ટીમાં જોઈન થઈ હતી. આ પાર્ટીની તસવીર એશાની નજીકની મિત્ર સ્મૃતિ ખન્નાએ શેર કરી હતી. આ મેળાવડામાં ઇશા અને ભરત સાથે તેમના મિત્રો રકુલ પ્રીત સિંહ, ઝાયેદ ખાન અને માલ્ઝ ખાન પણ સામેલ થયા હતા.ગયા મહિને પાર્ટીનો ફોટો થયો હતો વાયરલબ્રેકઅપ બાદ પણ બંને વચ્ચે બોન્ડિંગ કેટલું મજબૂત છે, તેનો પુરાવો ગયા મહિને જ જોવા મળ્યો હતો. એશા દેઓલ અને ભરત તખ્તાનીનો એક સાથે પાર્ટી કરતો ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો, જેને ચાહકોએ પણ ખૂબ પસંદ કર્યો હતો.12 વર્ષના લગ્નજીવનનો અંતભરત તખ્તાની એ પહેલા ઈશા દેઓલ સાથે લગ્ન કર્યા હતા. તેમણે 2012 માં લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના 12 વર્ષ પછી, એટલે કે 2024માં, બંનેએ અલગ થવાની જાહેરાત કરી હતી. ભરત અને ઇશા દેઓલે એક સંયુક્ત નિવેદન બહાર પાડીને કહ્યું કે "પરસ્પર અને સૌહાર્દપૂર્ણ" રીતે અલગ થઈ રહ્યા છે. અમારા જીવનમાં આ પરિવર્તન દરમિયાન, અમારા બંને બાળકોનું શ્રેષ્ઠ હિત અને કલ્યાણ અમારા માટે સર્વોપરી છે અને રહેશે. અમે ઈચ્છીએ છીએ કે અમારી ગોપનીયતાનો આદર કરવામાં આવે.આ પણ વાંચો : Jaaved Jaaferiની પત્ની હબીબા સાથે 16 કરોડની છેતરપિંડી, BMCના આસિસ્ટન્ટ કમિશનર સસ્પેન્ડ
Click here to Read more
