વિંધ્ય પર્વતમાળાની ઊંચી ટેકરીઓ વચ્ચે આવેલું આ સ્થાન ભગવાન હનુમાનની ભક્તિ, પ્રાકૃતિક સૌંદર્ય અને પૌરાણિક માન્યતાઓનો અનોખો સંગમ છે. અહીં પહાડોમાંથી નીકળતી જળધારા સીધી હનુમાનજીની પ્રતિમા પર પડે છે, જેને નિહાળવા માટે દર વર્ષે હજારો ભક્તો આવે છે. મુખ્ય મંદિર સુધી પહોંચવા માટે આશરે 350 થી 400 જેટલી ઊંચી અને વળાંકવાળી સીડીઓ ચઢવી પડે છે. વૃદ્ધો અને ચાલવામાં અસમર્થ ભક્તો માટે મંદિર સુધી રોપવેની સુવિધા પણ ઉપલબ્ધ છે.શું છે હનુમાન ધારાની માન્યતા?પૌરાણિક કથા અનુસાર, જ્યારે ભગવાન હનુમાનજીએ લંકા દહન કર્યુ હતુ, ત્યારે તેમના શરીરમાં અગ્નિની તીવ્ર ગરમી યથાવત રહી હતી. ત્યારબાદ ભગવાન શ્રીરામે તેમને ચિત્રકૂટ જવાની સલાહ આપી હતી. માન્યતા છે કે હનુમાનજીએ અહીં તપસ્યા કરી હતી અને ત્યારે જ પહાડમાંથી શીતળ જળધારા પ્રગટ થઈ, જેણે તેમના શરીરની જ્વાળાને શાંત કરી દીધી. ત્યારથી આ સ્થળ “હનુમાન ધારા” તરીકે ઓળખાય છે.અહીં આવેલી વિશાળ હનુમાન પ્રતિમાની ઉપર બે કુંડ બનાવવામાં આવ્યા છે, જેમાંથી સતત પાણી વહેતું રહે છે. ભક્તોનો વિશ્વાસ છે કે આ જળધારાના દર્શન અને સ્નાનથી માનસિક શાંતિ તથા આધ્યાત્મિક ઊર્જાની પ્રાપ્તિ થાય છે.હનુમાન ધારાનું ધાર્મિક મહત્વચિત્રકૂટને ભગવાન શ્રીરામની તપોભૂમિ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, વનવાસ દરમિયાન ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણે પોતાના 14 વર્ષના વનવાસમાંથી લગભગ 11 વર્ષ ચિત્રકૂટમાં વિતાવ્યા હતા. હનુમાન ધારા આ પવિત્ર ભૂમિનું એક મુખ્ય તીર્થસ્થળ છે.અદભુત પ્રાકૃતિક સુંદરતા માટે પણ જાણીતુઆ સ્થળ માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં, પરંતુ તેની અદભુત પ્રાકૃતિક સુંદરતા માટે પણ જાણીતું છે. ટેકરી પર ચઢતી વખતે ભક્તોને ચિત્રકૂટના મનોહર દૃશ્યો જોવા મળે છે. મંદિરની આસપાસ અનેક નાના મંદિરો અને પૌરાણિક સ્થળો આવેલા છે, જેમાં સીતા રસોઈ પણ એક મહત્વપૂર્ણ સ્થળ માનવામાં આવે છે.આ પણ વાંચો: Parama Ekadashi 2026: સહસ્ત્ર ગણુ ફળ આપનારી પરમા એકાદશી ક્યારે છે?(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
Click here to Read more
