કર્ણાટક CM વિવાદ: સિદ્ધારમૈયા આઉટ, ડીકે શિવકુમાર ઇન! કોંગ્રેસે કેમ અધવચ્ચેથી બદલ્યા મુખ્યમંત્રી? આ છે 10 મોટા કારણો
4 hours from now
રાજકારણમાં વફાદારીનું ફળ કેવું હોય છે, તેનું કર્ણાટક એક મોટું ઉદાહરણ બન્યું છે. કોંગ્રેસે મોટો નિર્ણય લેતા સિદ્ધારમૈયાની જગ્યાએ ડી કે શિવકુમારને મુખ્યમંત્રી પદની કમાન સોંપી છે. આગામી વિધાનસભા ચૂંટણીના બે વર્ષ પહેલાં જ, કોંગ્રેસે 78 વર્ષીય વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાને હટાવીને 64 વર્ષીય કદાવર નેતા ડી કે શિવકુમારને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની એક સભામાં આ અંગે પ્રહાર કરતા કહ્યું હતું કે, "જનતાના વધતા આક્રોશને કારણે કોંગ્રેસે સીએમ બદલવા પડ્યા છે. જો કે, રાજકીય વિશ્લેષકોના મતે આ ફેરબદલ પાછળ માત્ર એન્ટી-ઇન્કમ્બન્સી (સત્તા વિરોધી લહેર) નું જ ફેક્ટર નથી, પરંતુ બેકએન્ડમાં ઘણા મોટા અન્ય કારણો પણ જવાબદાર છે. ચાલો સમજીએ એ 10 મુખ્ય પરિબળો, જેના કારણે કોંગ્રેસને આ મોટો નિર્ણય લેવાની ફરજ પડી. 1. અઢી વર્ષની 'પાવર શેરિંગ ડીલ' મે 2023 ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસે 224 માંથી 135 બેઠકો જીતી શાનદાર વિજય મેળવ્યો હતો ત્યારે સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમાર બંને સીએમ પદના દાવેદાર હતા. પરંતુ તે સમયે હાઈકમાન્ડે બંને વચ્ચે ગુપ્ત સમજૂતી (Power Sharing Agreement) કરાવી હતી, જે અંતર્ગત સિદ્ધારમૈયાનો કાર્યકાળ પૂરો થતાં હવે શિવકુમારને કમાન સોંપવામાં આવી છે. 2. એન્ટી-ઇન્કમ્બન્સી સામે રણનીતિ કર્ણાટકનો રાજકીય ઈતિહાસ પણ રસપ્રદ રહ્યો છે. અહીં દર પાંચ વર્ષે સત્તાધારી પક્ષ સત્તામાંથી બહાર ફેંકાઈ જાય છે. કોંગ્રેસ આ પરંપરાને તોડવા માંગે છે. ડી કે શિવકુમાર પોતાની મજબૂત સંગઠનાત્મક શક્તિ માટે જાણીતા છે. સીએમ બનતાની સાથે જ તેમણે જેડીએસ (JD-S) ના એચ ડી દેવગૌડા અને ભાજપના બી એસ યેદિયુરપ્પા જેવા કદાવર નેતાઓની મુલાકાત લીધી હતી, જે તેમની લાંબી ઇનિંગ રમવાની યોજના દર્શાવે છે. 3. જાતિગત જટિલ સમીકરણો કર્ણાટકમાં વોક્કાલિગા, લિંગાયત અને ઓબીસી (OBC) વોટબેંક નિર્ણાયક છે. સિદ્ધારમૈયા ઓબીસીના મોટા નેતા છે, જ્યારે ડી કે શિવકુમાર વોક્કાલિગા સમુદાયનો મોટો ચહેરો છે. કોંગ્રેસ માને છે કે તેમનો પરંપરાગત ઓબીસી-દલિત-લઘુમતી (આશરે 35% વોટબેંક) બેઝ મજબૂત છે, અને હવે શિવકુમારના આવવાથી વોક્કાલિગા સમુદાય પણ કોંગ્રેસ તરફ વળશે, જેથી આગામી ચૂંટણીમાં વિજય આસાન બનશે. ಪ್ರಗತಿಯ ಪಥದಲ್ಲಿ ಕರ್ನಾಟಕ!ಶಿಕ್ಷಣದಿಂದ ಉದ್ಯೋಗದವರೆಗೆ, ಸಾರಿಗೆಯಿಂದ ಮೂಲಸೌಕರ್ಯದವರೆಗೆ.. ಕರ್ನಾಟಕದ ಸಮಗ್ರ ಅಭಿವೃದ್ಧಿಗೆ ನೂತನ ಸರ್ಕಾರ ನಿರ್ಧರಿಸಿದ್ದು, ಈ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಮತ್ತೊಂದು ದೃಢ ಹೆಜ್ಜೆಯನ್ನಿಟ್ಟಿದೆ. ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಉಚಿತ ಬಸ್ ಪಾಸ್, ಓಸಿ ವಿನಾಯಿತಿ, ಯುವ ಉದ್ಯೋಗ ಸೇತು, 10,000 ಭಾರತ್ ಜೋಡೋ ಭವನಗಳ ನಿರ್ಮಾಣ, ಬಿ… pic.twitter.com/Jcs9wzHqn3 — DK Shivakumar (@DKShivakumar) June 9, 2026 4. પક્ષના કાર્યકરોને મોટો સંદેશ ડી કે શિવકુમાર કોંગ્રેસ અને ગાંધી પરિવારના અત્યંત વફાદાર નેતા માનવામાં આવે છે. બીજી તરફ, સિદ્ધારમૈયા 2006માં જેડીએસ છોડીને કોંગ્રેસમાં આવ્યા હતા. શિવકુમારને સીએમ બનાવીને હાઈકમાન્ડે દેશભરના કાર્યકરોને સંદેશ આપ્યો છે કે પક્ષ પ્રત્યેની વફાદારીનું ફળ ચોક્કસ મળે છે. આનાથી કાર્યકરોનો ઉત્સાહ બમણો થશે. 5. વહીવટી તંત્ર પર પકડ મજબૂત કરવા છેલ્લા કેટલાક સમયથી રાજ્યના નેતાઓ અને અધિકારીઓમાં એવી ચર્ચા હતી કે સિદ્ધારમૈયા ટૂંકા સમયના મહેમાન છે. આ કારણે વહીવટી તંત્ર પરથી તેમની પકડ નબળી પડી હતી. બેંગલુરુ ડેવલપમેન્ટ અને જળ સંસાધન જેવા મહત્વના મંત્રાલયો પહેલેથી જ શિવકુમાર પાસે હોવાથી સિદ્ધારમૈયા એક મર્યાદિત મુખ્યમંત્રી બનીને રહી ગયા હતા. 6. ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સિનિયર બ્યુરોક્રેટ્સના જણાવ્યા મુજબ, સિદ્ધારમૈયાનો પહેલો કાર્યકાળ (2013-18) વહીવટી દ્રષ્ટિએ ઘણો મજબૂત હતો. પરંતુ આ બીજા કાર્યકાળમાં ભ્રષ્ટાચારના આરોપો અગાઉની ભાજપ સરકાર કરતા પણ વધુ ગંભીર બન્યા હતા, જેનાથી પક્ષની છબી ખરડાઈ રહી હતી. 7. મુખ્યમંત્રી કાર્યાલયમાં દખલગીરી સિદ્ધારમૈયાના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલય (CMO) નબળું પડ્યું હતું. સીએમના પરિવારના સભ્યો અને નજીકના સાથીઓ દ્વારા બદલીઓ અને પોસ્ટિંગમાં ભારે દખલગીરી થતી હોવાની ફરિયાદ કેટલાક મંત્રીઓએ સીધી હાઈકમાન્ડને કરી હતી. 8. પેટાચૂંટણીમાં આંતરિક બળવો દાવણગેરે સાઉથ વિધાનસભા પેટાચૂંટણીમાં ટિકિટ વિતરણને લઈને કોંગ્રેસના મુસ્લિમ નેતાઓ કે જેઓ સિદ્ધારમૈયાના નજીકના હતા તેમણે બળવો કર્યો હતો. કોંગ્રેસ આ ચૂંટણી માંડ 5708 મતોથી જીતી શકી, જ્યારે 2023માં આ માર્જિન 27888 મતોનું હતું. હાઈકમાન્ડને લાગ્યું કે આ આંતરિક તોડફોડ સિદ્ધારમૈયાની મંજૂરી વિના શક્ય નથી, જેથી તેમને હટાવવાનો નિર્ણય વહેલો લેવાયો. 9. તમિલનાડુ ચૂંટણી પરિણામ તાજેતરમાં તમિલનાડુમાં લોકપ્રિય સ્ટાર સી. જોસેફ વિજયની (TVK) સરકાર બનવામાં મદદ કર્યા બાદ અને કેરળના વિવાદો ઉકેલ્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ નવા આત્મવિશ્વાસમાં છે. ભૂતકાળમાં અશોક ગેહલોત કે કમલનાથ જેવા વરિષ્ઠોને સમયસર ન હટાવવાનું નુકસાન કોંગ્રેસે ભોગવ્યું છે, તેથી આ વખતે પક્ષે ત્વરિત નિર્ણય લીધો છે. 10. ડી કે શિવકુમારની મોર્ડન ઈમેજ સિદ્ધારમૈયા ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરતા નેતા છે, જ્યારે ડી કે શિવકુમાર અબજોપતિ છે અને માર્કેટ-ફ્રેન્ડલી નેતા તરીકે ઓળખાય છે. તેઓ બેંગલુરુને વૈશ્વિક સ્તરે હાઇલાઇટ કરવા માંગે છે. આ વર્ષે જાન્યુઆરીમાં તેમણે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (Davos) માં ભાગ લઈને વૈશ્વિક રોકાણકારોને આકર્ષ્યા હતા અને બેંગલુરુને 'સિટી ઓફ ધ ફ્યુચર' તરીકે રજૂ કર્યું હતું. શું સિદ્ધારમૈયાના હટવાથી કોંગ્રેસની દલિત-ઓબીસી વોટબેંક તૂટી જશે? કોંગ્રેસ નેતાઓનું માનવું છે કે કર્ણાટકમાં ઓબીસી અને દલિત મતદારો કોઈ વ્યક્તિગત નેતાના કારણે નહીં, પરંતુ કોંગ્રેસ પક્ષની વિચારધારા અને યોજનાઓના કારણે વોટ આપે છે. વળી, ડેમેજ કંટ્રોલ કરવા માટે કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ (KPCC) તરીકે ઓબીસી સમુદાયના મજબૂત નેતા બી કે હરિપ્રસાદની નિમણૂક કરી દીધી છે. જે જોતાં આ શક્યતા નહિંવત છે. સીએમ બનતાની સાથે જ ડી કે શિવકુમાર વિરોધી પક્ષના નેતાઓને કેમ મળ્યા? આ એક બહુ મોટી રાજકીય ચાલ માનવામાં આવી રહી છે. શિવકુમાર જ્ઞાતિ આધારિત રાજકારણથી ઉપર ઉઠીને રાજ્યના લિંગાયત અને વોક્કાલિગા બંને મોટા સમુદાયોના સ્થાપિત નેતાઓ (યેદિયુરપ્પા અને દેવગૌડા) ના આશીર્વાદ લઈને પોતાની સ્વીકાર્યતા અને સત્તાનો કાર્યકાળ લાંબો કરવા માંગે છે. આ પણ વાંચો । ઉત્તર-પૂર્વ અને અને પશ્ચિમ પછી BJP-RSS ની દક્ષિણ પર નજર, જાણો શું છે પ્લાન? કોંગ્રેસનો આ નિર્ણય એક મોટો રાજકીય માસ્ટરસ્ટ્રોક છે. લોકસભા ચૂંટણી 2024 બાદ પક્ષ જે રીતે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ભૂલો સુધારી રહ્યો છે, તે તેની નવી અને મક્કમ રણનીતિ દર્શાવે છે. જો ડી કે શિવકુમાર વહીવટી તંત્રને સુધારવામાં અને બેંગલુરુના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવું રૂપ આપવામાં સફળ રહેશે, તો 2028ની ચૂંટણીમાં કોંગ્રેસ માટે સત્તા વિરોધી લહેરને માત આપવી અશક્ય નહીં હોય. પરંતુ, જો સિદ્ધારમૈયા જૂથ અંદરખાને નારાજ રહ્યું, તો આગામી દિવસોમાં કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી પણ શકે છે.
Click here to Read more
