Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ED Raid: AAP નેતા સંજીવ અરોડા સામે એક્શનમાં ED, દિલ્હી નોઇડા સહિત અનેક શહેરોમાં દરોડા

    4 hours from now

    1

    0

    પંજાબની ભગવંત માન સરકારના પૂર્વ મંત્રી સંજીવ અરોડાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આ મામલે પોતાની તપાસ તેજ કરીને આજે વહેલી સવારથી ઉત્તર પ્રદેશ, દિલ્હી અને પંજાબના અનેક સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, સંજીવ અરોડાની ED દ્વારા અગાઉ જ ધરપકડ કરવામાં આવી ચૂકી છે અને હાલમાં તેઓ ગુરુગ્રામની જેલમાં બંધ છે.શું છે સમગ્ર મામલો અને ક્યાં ચાલી રહ્યા છે દરોડા?ED દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં કરવામાં આવી રહેલી આ કાર્યવાહી દુબઈમાં મોબાઈલ ફોનના બોગસ એક્સપોર્ટ (ફર્જી નિકાસ) કૌભાંડ સાથે જોડાયેલી છે. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં નીચેના શહેરોમાં સર્ચ ઓપરેશન ચાલુ છે:ઉત્તર પ્રદેશ: નોઈડા અને બરેલીપંજાબ: જલંધરદિલ્હીઆ દરોડા 'હેમ્પટન સ્કાય રિયલ્ટી લિમિટેડ' (HSRL) મામલામાં તપાસના દાયરામાં આવેલા શંકાસ્પદ વ્યક્તિઓ અને સંસ્થાઓના રહેણાંક તેમજ વ્યાપારીક ઠેકાણાઓ પર કરવામાં આવી રહ્યા છે.સંજીવ અરોડા સામે શા માટે થઈ કાર્યવાહી?સંજીવ અરોરાની ED દ્વારા ₹100 કરોડના GST છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જેમાં તેમની સાથે જોડાયેલી કેટલીક સંસ્થાઓ સંડોવાયેલી હતી. અરોરા સાથે સંકળાયેલી કંપની હેમ્પટન સ્કાય રિયલ્ટી લિમિટેડ (HSRL) એ બનાવટી દસ્તાવેજો અને કાલ્પનિક નિકાસ દ્વારા આશરે ₹102.5 કરોડનો ગેરકાયદેસર નફો મેળવ્યો હતો, જેના કારણે GST રિફંડનો દાવો કરીને સરકારી તિજોરીને નુકસાન થયું હતું. નોંધનીય છે કે, HSRL અગાઉ રિતેશ પ્રોપર્ટીઝ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરીકે ઓળખાતું હતું.અરવિંદ કેજરીવાલનો પ્રહારઆ દરોડાને પગલે આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર અને ED પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ED ને 'ED પાર્ટી' તરીકે સંબોધતા ટ્વિટ કર્યું:"ED પાર્ટી આજે ફરી પંજાબના હિન્દુ વેપારીઓ પર દરોડા પાડી રહી છે. આ એજન્સી પંજાબના નાના-નાના હિન્દુ વેપારીઓને હેરાન કરી રહી છે. મારી તમામ વેપારીઓને અપીલ છે કે ગભરાવાની કોઈ જરૂર નથી. સમગ્ર પંજાબ અને પંજાબ સરકાર તમારી સાથે ઉભી છે. આપણે બધા સાથે મળીને આ ED પાર્ટીનો સામનો કરીશું."હાલમાં અલગ-અલગ શહેરોમાં EDની તપાસ અને દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે, જેના કારણે આગામી સમયમાં આ કૌભાંડમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે.આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?
    Click here to Read more
    Prev Article
    SpiceJet's cash crunch deepens: Many pilots unpaid since March, airline seeks emergency loan
    Next Article
    Bada Mangal 2026: नौकरी में प्रमोशन या फिर बिजनेस में चाहते हैं तरक्की, तो शाम में हनुमान जी की जरूर चढ़ाएं ये खास चीज

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment