Education Loan Tips : એજ્યુકેશન લોન લઇ રહ્યા છો? આ 5 બાબત ધ્યાનમાં રાખો, ફાયદામાં રહેશો
4 hours from now
Education Loan Tips : એજ્યુકેશન લોન ઉચ્ચ શિક્ષણ અને વિદેશ અભ્યાસ કરવા માટે નાણાકીય સહાયતા પુરી પાડે છે. આજના સમયમાં ઘણા લોકો એજ્યુકેશન લોન લઇ અભ્યાસ કરે છે. જો કે એજ્યુકેશન લોન લેતી વખતે અમુક બાબતોનું કાળજી રાખવી જરૂરી છે. એજયુકેશન લોન માટે જે ડોક્યુમેન્ટ જમા કરવાના હોય છે, તે તમામ બેંકો અને ફાઈનાન્સ કંપનીઓ પ્રમાણે અલગ અલગ હોય શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO)ના આંકડા મુજબ, 2008 - 2014 દરમિયાન, ખાનગી સંસ્થાઓમાં સામાન્ય શિક્ષણનો ખર્ચ સરેરાશ 175 ટકા તેમજ ટેક્નોલોજી અને પ્રોફેશનલ એજ્યુકેશનનો ખર્ચ 96 ટકા મોંઘો થયો છે. મોંઘું શિક્ષણ મેળવવામાં એજ્યુકેસન લોન મદદરૂપ થાય છે. એજ્યુકેશન લોન માટે જરૂર દસ્તાવેજ વિદ્યાર્થી અને સહ અરજદારના KYC ડોક્યુમેન્ટ - આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સહ અરજદાર દ્વારા કોઇ વધારાના દસ્તાવેજ જો વિદ્યાર્થી એક વર્કિંગ પ્રોફેશનલ છે તો - એડ્રેસ પ્રૂફ, ITR ડોક્યુમેન્ટ, 3 મહિનાની પગાર સ્લિપ, સેલેરી એકાઉન્ટનું બેંક સ્ટેટમેન્ટ અને કંપનીનું ID કે ઓફર લેટર. શૈક્ષણિક સંસ્થાનું એડમિશન લેટર અને ફીનું માળખું શૈક્ષિણક પરીક્ષાઓની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ એજ્યુકેશન લોન લેતી વખતે 5 બાબત ધ્યાનમાં રાખો લોન પાત્રતા દરેક બેંક અને નાણાકીય સંસ્થા ગ્રાહકોને લોન આપવાની લાયકાત નક્કી કરી છે. એજ્યુકેશન લોનમાં ઉંમર, શૈક્ષણિક પુષ્ઠભૂમિત, શૈક્ષણિક સંસ્થા અને અભ્યાસક્રમ પર નિર્ભર કરે છે. લોન વ્યજદર એજ્યુકેશન લોન હોય કે અન્ય કોઇ લોન લેતા સમયે વ્યાજદર એક મહત્વપૂર્ણ માપદંડ છે. એજ્યુકેશન લોન લેતી વખતે વિવિધ બેંકોના લોન વ્યાજદરની સરખામણી કરવાની સાથે સાથે પ્રીપેમેન્ટ સંબંધિત શરતો પણ સારી રીતે સમજી લેવી જોઇએ. લોનની મુદ્દત એજ્યુકેશન લોન સામાન્ય રીતે 8 થી 10 વર્ષ સુધીના સમયગાળા માટે લેવામાં આવે છે. લાંબી મુદ્દતમાં લોન EMI રકમ ઘટી જાય છે. જો કે તે ઓવરઓલ કુલ રિપેમેન્ટ કોસ્ટ વધી જાય છે. જો કોઇ વ્યક્તિ ઝડપથી લોન ચૂકવવા માંગે છે, તેણે લોન પિરિયડ નાનો રાખવો જોઇએ. ઉપરાંત પ્રીપેમેન્ટ પર ઝીરો પેનલ્ટીની સુવિધાનો લાભ મેળવવો જોઇએ. એજ્યુકેશન લોન પર કર લાભ એજ્યુકેશન લોન માટે અરજી કરવા પર તમારે ઇનકમ ટેક્સ એક્ટ, 1961 કલમ 80 (ઇ) હેઠળ ટેક્સ ડિડક્શનનો લાભ મેળવવા પાત્ર બની જશો. એક વાતનું ધ્યાન રાખો કે, આ પ્રકારની કર છુટનો દાવો એજ્યુકેશન લોનના ચૂકવેલા વ્યાજ પર સરળતાથી મેળવી શકાય છે. આ પણ વાંચો | ધો.12 પાસ ઉમેદવારો માટે ગુજરાત ST માં નોકરી મેળવવાની સુવર્ણ તક, 8000થી વધુ જગ્યાઓ, કેટલો મળશે પગાર? નોકરીની તકો એક વિદ્યાર્થી તરીકે મનપસંદ શૈક્ષણિક કોર્સની પસંદરી કરવાની પહેલા, તમારી પ્રથમ મિનિમમ સેલેરી વિશે એક યોગ્ય સમજણ મેળવી લેવી જોઇએ. એક વાતનું ધ્યાન રાખો કે તમારે એજ્યુકેશન લોનની ચૂકવણી કરવાની છે.
Click here to Read more


