ટ્રમ્પને મોટો ફટકો: H-1B વિઝાની 100,000 ડોલર ફી રદબાતલ, ભારતીય ટેક પ્રોફેશનલ્સને રાહત
3 hours ago
US Judge Strikes Down Trumps 100k Visa Fee for Skilled Workers : અમેરિકામાં જઈને પોતાની કુશળતાના દમ પર કરિયર બનાવવાનું સપનું જોતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને વૈશ્વિક ટેક કંપનીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. બોસ્ટનની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ વિવાદાસ્પદ નિર્ણયને રદબાતલ ઠેરવ્યો છે, જેમાં તેમણે નવા H-1B વિઝા માટે 100,000 ડોલરની જંગી ફી ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જજ લિયો સોરોકિને આ નીતિને ગેરકાનૂની ગણાવીને ફગાવી દીધી છે, જે ટ્રમ્પ વહીવટીતંત્રના ઈમિગ્રેશન ક્રૅકડાઉન માટે એક મોટો ફટકો માનવામાં આવે છે. પ્રમુખ પાસે ટેક્સ લાદવાની સત્તા નથી: કોર્ટનો ચુકાદોબોસ્ટનના યુએસ ડિસ્ટ્રિક્ટ જજ લિયો સોરોકિને સોમવારે ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કોંગ્રેસ (અમેરિકન સંસદ)ની મંજૂરી વિના આટલી મોટી ફી લાદવાની કોઈ કાનૂની સત્તા નથી.
Click here to Read more

