Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Honor Play10 5G લોન્ચ, માત્ર 2 ટકા બેટરીમાં પણ 15 કલાક સુધી ફોન ચાલશે

    4 hours from now

    1

    0

    Honor Play10 5G Launch : ઓનર પ્લે10 5જી સ્માર્ટફોન લોન્ચમાં થયો છે. Honor Play10 5G ફોનમાં12GB RAM, સ્નેપડ્રેગન 6s Gen 3 પ્રોસેસર, 6.8 ઇંચની FullHD+ ડિસ્પ્લે અને 50 એમપી કેમેરો આવે છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત 7000mAh બેટરી છે, જે પાવર સેવિંગ મોડમાં યુઝર્સને 2 ટકા ચાર્જિંગ હોય ત્યારે 15 કલાકનો સ્ટેન્ડબાય ટાઇમ અને 1 કલાક સુધી ટોકટાઇમ આપે છે. જાણો ઓનર પ્લે10 5જી ફોનની કિંમત અને ફીચર્સ   Honor Play10 5G સ્પેસિફિકેશન ઓનર પ્લે10 5જી ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ MagicOS 9.0 સાથે મળીને કામગીરી કરે છે. તેમા ક્વાલકોમ Snapdragon 6s Gen 3 ચિપસેટ આવે છે. તે 6 નેનોમીટર ફેબ્રિકેશન્સ પર બનેલું ઓક્ટાકોર પ્રોસેસર છે, જે 2.0 ગીગાહર્ટ્ઝ થી લઇ 2.3 ગીગાહર્ટઝ સુધની ક્લોક સ્પીડ પર રન કરવાની ક્ષમતા ધરાવે છે. તો ગ્રાફિક્સ માટે મોબાઇલમાં Adreno A619 GPU આવે છે. ઓનર Play10 5G ફોનમાં 2412 x 1080 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ કરતી 6.8 ઇંચની ફુલ એચડી+ ડિસ્પ્લે આવે છે. તે પંચ હોલ સ્ટાઇલ વાળી સ્ક્રીન TFT LCD પેનલ પર બનેલું છે, જેના પર 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. આ ફોનની સ્ક્રીન DC dimming અને આઇ કેર મોડથી સજ્જ છે.  ઓનર પ્લે10 5જી ફોનની સૌથી મોટી ખાસિયત તેની પાવરફુલ 7000mAh battery બેટરી છે. કંપનીએ દાવો કર્યો છે કે, ફુલ ચાર્જ થયા બાદ તે સતત 21 કલાક સુધી શોર્ટ વિડિયોઝ જોઇ શકાય છે. આ ફોન 45W ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી સપોર્ટ કરે છે. ઓનર પ્લે10 5જી ફોન Super Power Saving Mode સાથે આવે છે. કંપનીનો દાવો છે કે, આ મોડ ઓન કર્યા બાદ માત્ર 2 ટકા બેટરી હોવા છતાં યુઝર્સ 15 કલાકનો સ્ટેન્ડબાય ટાઇમ અને 1 કલાક સુધી ટોકટાઇમ મેળવી શકે છે. આ ફોનમાં AI નાઇટ ચાર્જિગ પ્રોટેક્શન ફીચર પણ આવે છે, જે મોબાઇલને વધારે ચાર્જ કરવા પર પણ તેની બેટરી હેલ્થ જાળવી રાખે છે. ફોટોગ્રાફી માટે Honor Play10 5G ફોન ડ્યુઅલ રિયર કેમેરા સપોર્ટ કરે છે. ફોનમાં 50 એમપીનો પ્રાયમરી કેમેરા છે, જે એલઇડી ફ્લેશથી સજ્જ F/1.8 અપર્ચર સપોર્ટ કરે છે, તે સેકન્ડરી એઆઈ લેન્સની સાથે મળીને કામ કરે છે. તો સેલ્ફી અને વીડિયો કોલ માટે ફોનમાં 5 એમપીનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે, જે F/2.2 અપર્ચર સપોર્ટ કરે છે. ઓનર Play10 5G સ્માર્ટફોન SGS સર્ટિફાઇડ ડ્રોપ રેઝિસ્ટન્ટ બોડી ધરાવે છે, એટલે કે ફોન જમીન પર નીચે પડવા પર પણ સુરક્ષિત રહે છે. આ ફોન વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP65 રેટિંગ ધરાવે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં Bluetooth 5.1 અને ડ્યુઅલ બેક વાઇફાઇ સહિત NFC જેવા ફીચર્સ પણ સપોર્ટ કરે છે. આ ફોનમાં ડેડિકેટેડ AI બેટન આવે છે, જે સિંગલ ટેપમાં જ ઘણા ફીચર્સનું એક્સેસ પ્રદાન કરે છે. આ પણ વાંચો | 12000 રૂપિયામાં આઈફોન જેવી ડિઝાઇન વાળો સ્માર્ટફોન લોન્ચ, નેટવર્ક વગર કોલ થાય તેવો સ્લિમ વોટરપ્રુફ ફોન Honor Play10 5G કિંમત ઓનલ પ્લ10 5જી ફોન ચીનમાં 3 મેમોરી વેરિયન્ટમાં લોન્ચ થયો છે. ફોનના 8GB RAM + 128GB Storage બેઝ વેરિયન્ટની કિંમત 1399 યુઆન (લગભગ 19,699 રૂપિયા) છે. તો ઓનર પ્લે10 5જી ફોનના 12GB RAM + 256GB Storage ધરાવતા ટોપ વેરિયન્ટની કિંમત 1899 યુઆન (લગભગ 26,759 રૂપિયા) છે. Honor Play10 5G ફોન ડેઝર્ટ ગોલ્ડ અને વેલ્વેટ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.
    Click here to Read more
    Prev Article
    पाकिस्तान के खिलाफ PoK में महासंग्राम! गोलीबारी में 11 लोगों की मौत, आज होगी आर-पार की जंग
    Next Article
    મે મહિનામાં રેકોર્ડ 25.31 લાખ વાહનો વેચાયા:આમાં પ્રથમ વખત EVનો હિસ્સો 11%થી વધુ, મિડલ ઇસ્ટ સંકટને કારણે મોંઘા થયેલા ઇંધણની અસર

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment