Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    IND-A vs SL-Aની મેચ રોમાંચક સ્થિતિમાં:શ્રીલંકાને 12 બોલમાં 10 રનની જરૂર; ભારત જીતથી 3 વિકેટ દૂર

    6 hours ago

    1

    0

    ઈન્ડિયા-A ટીમે ટ્રાય-સિરીઝની પહેલી મેચમાં શ્રીલંકા-Aને જીતવા માટે 278 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં શ્રીલંકન ટીમનો સ્કોર 48 ઓવરમાં 268/7 છે. ટીમ તરફથી વાનુજા સહન અને વિજયકાંત વિયાસકાંત ક્રિઝ પર છે. ઋતુરાજની સેન્ચુરી, કેપ્ટન તિલકની ફિફ્ટી દામ્બુલા સ્ટેડિયમમાં મંગળવારે ઈન્ડિયન ટીમે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 101 રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે કેપ્ટન તિલક વર્માએ 60 રનનું યોગદાન આપ્યું હતું. IPL-2026માં સૌથી વધુ રન બનાવનાર વૈભવ સૂર્યવંશી માત્ર 14 રન જ બનાવી શક્યો હતો. શ્રીલંકન ટીમ તરફથી મોહમ્મદ શિરાજે 2 વિકેટ ઝડપી હતી. ઋતુરાજ-તિલક વચ્ચે સદીની ભાગીદારી બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, અનુકૂલ રોય, સૂર્યાંશ શેડગે, અંશુલ કંબોજ, અરશદ ખાન અને વિપરાજ નિગમ. શ્રીલંકા-A: નિરોશન ડિકવેલા (વાઇસ કેપ્ટન અને વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, નુવાનિદુ ફર્નાન્ડો, સદીરા સમરવિક્રમા (વિકેટકીપર), સહાન અરાચિગે (કેપ્ટન), ચમિકા કરુણારત્ને, રવિન્દુ ફર્નાન્ડો, વાનુજા સહન, વિજયકાંત વિયાસકાંત, મોહમ્મદ શિરાજ અને ગરુકા સંકેત.
    Click here to Read more
    Prev Article
    Saharanpur Shocker: Man Shot Dead Outside Police Recruitment Exam Centre in UP; Wife Accuses Brother Over Love Marriage Dispute (Watch Videos)
    Next Article
    West Bengal Politics: બંગાળમાં હાઈવોલ્ટેજ ડ્રામા, મમતા બેનર્જીના નિવાસે પહોંચી CID

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment