Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Iran યુદ્ધમાં Israel થયુ એકલું, UAEથી લઈને America સુધી બધાએ છોડ્યો સાથ, જાણો કેમ?

    4 hours from now

    1

    0

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલી પીએમને સ્પષ્ટપણે કહ્યું હતું કે, લડાઈ બંધ કરો, નહીંતર એકલા પડશો. ઈઝરાયલ આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ ઈરાન યુદ્ધની શરૂઆતમાં, ઈઝરાયલને અમેરિકા, બહેરીન અને યુએઈ જેવા દેશો તરફથી સમર્થન મળ્યુ હતુ. જોકે, 100 દિવસ પછી, પરિસ્થિતિ બદલાઈ છે અને ઈઝરાયલ મધ્ય પૂર્વમાં વધુને વધુ અલગ પડતું દેખાયુ છે. ડોનાલ્ડ ટ્રમ્પ હવે ખુલ્લેઆમ ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વિશે ટિપ્પણીઓ કરી રહ્યા છે. યુએઈ અને બહેરીને પણ ઈઝરાયલથી દૂર રહેવાનું શરૂ કર્યુ છે. ઇઝરાયલ કેમ અલગ પડ્યુ ? 1. ઈરાન યુદ્ધમાં અમેરિકા અને ઇઝરાયલના ધ્યેયો અલગ થયા છે. અમેરિકા ઇચ્છે છે કે વાટાઘાટો પરમાણુ મુદ્દા સુધી મર્યાદિત રહે. અમેરિકા આ ​​ધ્યાન કેન્દ્રિત કરીને સમાધાન કરી રહ્યું છે. દરમિયાન, ઇઝરાયલ ઇચ્છે છે કે, ઈરાનનો નાશ થશે અને તેના પ્રોક્સીઓનો વિનાશ થશે. ઇઝરાયલ યુદ્ધનો અંત લાવવા માંગતો નથી. 2. અમેરિકા અન્ય ગલ્ફ દેશો વિશે ચિંતિત છે. યુએઈ, સાઉદી અરેબિયા અને કતારના અમેરિકા સાથે સારા સંબંધો છે. આ દેશો ગલ્ફમાં યુદ્ધ ઇચ્છતા નથી. ટ્રમ્પે તાજેતરમાં નેતન્યાહૂને કહ્યું, બીજાઓએ સાંભળવું પડશે. દુનિયા આ રીતે કામ કરતી નથી. આ હોવા છતાં, નેતન્યાહૂ યુદ્ધ શરૂ કરવા માટે કટિબદ્ધ છે. 3. ઇઝરાયલના ટોચના રાજદ્વારી એલોન પિંકસે જણાવ્યું હતું કે, ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચેનો મતભેદ વધુ ઊંડો થયો છે અને તેને ઉકેલવા માટે કોઈ પ્રયાસો થઈ રહ્યા નથી. પિંકસના મતે, ટ્રમ્પ જે રીતે વારંવાર નેતન્યાહૂને નીચા બતાવે છે તે સૂચવે છે કે યુએસ રાષ્ટ્રપતિ હવે ઇઝરાયલી વડા પ્રધાનને પસંદ કરતા નથી. 4. વિશ્વાસનો અભાવ પણ એક મુખ્ય પરિબળ છે. યુદ્ધ સમાપ્ત થયા પછી, ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલય તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે યુદ્ધ દરમિયાન નેતન્યાહૂ યુએઈની મુલાકાતે ગયા હતા, જ્યાં તેઓ યુએઈના પ્રમુખ સાથે મળ્યા હતા. યુએઈએ આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. ઈરાને યુએઈ પર વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ યુએઈએ ઇઝરાયલથી દૂરી બનાવી લીધી છે. નેતન્યાહૂ વિરુદ્ધ ટ્રમ્પની ટિપ્પણી ગયા અઠવાડિયે, ટ્રમ્પે નેતન્યાહૂને ફોન કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેઓ લેબનોન પર ઇઝરાયલના હુમલાથી નારાજ હતા. ટ્રમ્પે ફોન પર નેતન્યાહૂને કહ્યું હતુ કે, તમે મારા કારણે હજુ સુધી જેલમાં ગયા નથી. તમે આટલી ઝડપથી ઉપકાર ભૂલી જાઓ છો. ટ્રમ્પે વધુમાં કહ્યુ હતુ કે, તમે મારી યોજનાઓમાં દખલ કરી રહ્યા છો અને તેમને બરબાદ કરી રહ્યા છો. ટ્રમ્પે કહ્યું, નેતન્યાહૂ હું જે કહું તે સ્વીકારશે. તેમની પાસે કોઈ વિકલ્પ નથી. આ પણ વાંચોઃ  ભારતનો પ્રજનન દર 54 વર્ષમાં 5.2થી ઘટીને 1.9 થયો, જાણો શું કહે છે બિહાર અને દિલ્હીના આંકડા?
    Click here to Read more
    Prev Article
    Madhya Pradesh rajya sabha election: કોંગ્રેસના કદાવર ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ફોર્મ રદ કરાયુ
    Next Article
    रोहतक-10 दुकानों में आग, 4 के जिंदा जलने का अंदेशा:फायर ब्रिगेड लेट पहुंची, दुकानदार रोते-बिलखते बोला- बेटा गायब है, अंदर से तसल्ली करवा दो

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment