જયપુરમાં બનેલી આ ઘટનામાં ત્રણ લોકોએ ઘટનાસ્થળે જ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે જયપુરની SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ઘાયલોની સ્થિતિ અત્યંત ગંભીર છે અને તબીબી ટીમ તેમના જીવ બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે.રહેણાંક વિસ્તારમાં ચાલતી હતી ફેક્ટરીઆ દુર્ઘટનાની ગંભીરતા એ વાતમાં છે કે આ ફટાકડાની ફેક્ટરી કોઈ ઔદ્યોગિક વિસ્તારમાં નહીં, પરંતુ ગીચ વસ્તી ધરાવતા રહેણાંક વિસ્તારમાં એક ઘરની અંદર ચલાવવામાં આવતી હતી. અચાનક લાગેલી આગને પગલે થયેલા વિસ્ફોટને કારણે આખું ઘર ક્ષણવારમાં લપેટમાં આવી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ અને સિવિલ ડિફેન્સની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે તેને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરોએ ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો.બચાવ કામગીરી શરૂ કરાઇજયપુરના કલેક્ટર સંદેશ નાયક સહિતના વહીવટી અધિકારીઓ જાતે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કાટમાળ નીચે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ આ ઘટનાએ રહેણાંક વિસ્તારોમાં સલામતીના ધોરણો અને ગેરકાયદેસર ફેક્ટરીઓ સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. આ કરુણાંતિકાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકોમાં રહેણાંક વિસ્તારમાં ફટાકડાના સંગ્રહ અને ઉત્પાદન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે જવાબદારો સામે કડક કાર્યવાહી થઈ શકે.આ પણ વાંચોઃ Rajasthan Tourism: ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ઠંડા-ગાર રહે છે રાજસ્થાનના આ 5 હિલ સ્ટેશન
Click here to Read more