Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Lifestyle: ક્યારેય વિચાર્યું છે કે ‘T-Shirt’ ને કેમ ટી-શર્ટ કહેવાય છે, જાણો તેનો રોચક ઇતિહાસ

    3 hours from now

    1

    0

    ઉનાળાની ગરમી શરૂ થતાં જ આપણા કબાટમાંથી જે કપડાં સૌથી પહેલા બહાર નીકળે છે, તે છે કમ્ફર્ટેબલ ટી-શર્ટ. બાળક હોય, યુવાન હોય કે વડીલ—આજકાલ ટી-શર્ટ દરેક વર્ગના લોકોનું ઓલ-ટાઇમ ફેવરિટ બની ગયું છે. સૂતી વખતે, રમત-ગમતમાં કે પ્રવાસ દરમિયાન આરામદાયક અનુભવ આપતું ટી-શર્ટ આપણી દિનચર્યાનો એક મહત્વનો ભાગ છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ કપડાને 'T-Shirt' જ કેમ કહેવામાં આવે છે? તેને 'A-Shirt', 'B-Shirt' કે 'Z-Shirt' કેમ નથી કહેવાતું? જાણો ટી-શર્ટનો રોચક ઇતિહાસ.ટી-શર્ટમાં રહેલા 'T' નો અસલી અર્થ  ટી-શર્ટને આ નામ મળવાનું સૌથી મોટું અને સ્પષ્ટ કારણ તેનો ખાસ 'આકાર' છે. જ્યારે તમે કોઈ ટી-શર્ટને જમીન પર કે સપાટ સપાટી પર સીધું મૂકો છો, ત્યારે તેનો લુક અંગ્રેજીના મોટા અક્ષર 'T' જેવો દેખાય છે. તમારા ધડને ઢાંકતો ભાગ એક સીધી ઊભી રેખા બનાવે છે, જ્યારે બંને સ્લીવ્ઝ (બાંય) મળીને 'T' ની ઉપરની આડી રેખા બનાવે છે. બસ, આ આકારને કારણે જ તેને 'T-Shirt' નામ આપવામાં આવ્યું.T-Shirtનો રસપ્રદ ઇતિહાસતમને જાણીને નવાઈ લાગશે કે જે ટી-શર્ટ આજે હાઈ-ફાઈ ફેશનનો હિસ્સો છે, તે ક્યારેય જાહેરમાં પહેરવા માટે ડિઝાઈન નહોતું કરાયું. ૧૯મી સદીના અંતમાં, અમેરિકાના ફેક્ટરી કામદારો અને ખાણિયાઓને કડક ગરમીમાં પણ ભારે અને ગરમ કપડાં પહેરીને કામ કરવું પડતું હતું. ગરમીથી બચવા માટે મજૂરોએ તેમના વન-પીસ અન્ડરવેરને વચ્ચેથી કાપી નાખ્યા, જેથી ઉપરનો ભાગ નીચેથી અલગ થઈ ગયો. આ જુગાડથી અજાણતા જ દુનિયાના પહેલા ટી-શર્ટનો જન્મ થયો. અને વર્ષ ૧૯૧૩માં યુએસ નેવીમાં કેઝયુઅલમાં ટી-શર્ટ સત્તાવાર યુનિફોર્મ તરીકે સામેલ હતું. જ્યારે સૈનિકો યુદ્ધ જહાજ પર કામ કરીને થાકી જતા કે ગરમી અનુભવતા, ત્યારે તેઓ ભારે ગણવેશ ઉતારીને માત્ર આ વ્હાઇટ ટી-શર્ટમાં આરામ કરતા.હોલીવુડે બદલી નાખ્યું T-Shirtનું નસીબટી-શર્ટને ઘરની અંદર પહેરાતા અન્ડરગાર્મેન્ટમાંથી ફેશનેબલ આઉટડોર વેર બનાવવાનો શ્રેય હોલીવુડના સુપરસ્ટાર્સને જાય છે. વર્ષ ૧૯૫૧માં પ્રખ્યાત અભિનેતા માર્લોન બ્રાન્ડોએ ફિલ્મ "A Streetcar Named Desire" માં વ્હાઇટ કલરનું ટાઈટ ટી-શર્ટ પહેર્યું, જેને જોઈને યુવાનો તેના દીવાના થઈ ગયા. તો વર્ષ ૧૯૫૫માં સુપરસ્ટાર જેમ્સ ડીને ફિલ્મ "Rebel Without a Cause" માં ટી-શર્ટ પહેરીને એન્ટ્રી કરી. બસ, ત્યારથી ટી-શર્ટ કુલ અને યુવા શૈલીનું ગ્લોબલ પ્રતીક બની ગયું.
    Click here to Read more
    Prev Article
    Ayatollah Ali Khameneiની હત્યા બાદ Putinને શેનો ડર, સુરક્ષા કેમેરા કેમ કરાયા બંધ?,જાણો
    Next Article
    Vastu Shastra: ઘરની સીડી નીચે શું રાખવુ જોઇએ શું નહી જાણીલો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment