Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Madhya Pradesh rajya sabha election: કોંગ્રેસના કદાવર ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ફોર્મ રદ કરાયુ

    4 hours from now

    1

    0

    રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મધ્યપ્રદેશથી કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. રિટર્નિંગ ઓફિસરે આ નામાંકન રદ કરી નાંખ્યું છે. તેમની પર આરોપ છે કે, તેમણે ઉમેદવારી ફોર્મમાં હૈદરાબાદની એક કોર્ટમાં ચાલી રહેલા મામલાની જાણકારી છુપાવી છે. ભાજપે મીનાક્ષી નટરાજનના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યોરાજ્યસભાની ઉમેદવારી અંગે ભાજપે મીનાક્ષી નટરાજનના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમના ફોર્મમાં માહિતી છુપાવવાનો આરોપ લગાવાયો હતો. ભાજપે એવો આરોપ લગાવ્યો હતો કે, હૈદરાબાદની એક કોર્ટમાં ચાલી રહેલા એક ફોજદારી કેસ ઉમેદવારી ફોર્મમાં જાહેર કર્યો નથી. કર્ણાટકના મીનાક્ષી નટરાજનને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંનેની નજીક માનવામાં આવે છે.કોંગ્રેસ પાર્ટીના સાંસદે શું કહ્યુંઆ દરમિયાન કોંગ્રેસ તરફથી સાંસદ વિવેક તંખાએ કહ્યું હતું કે, મીનાક્ષી નટરાજનની ઉમેદવારીને ળઈને ભ્રમ ફેલાવાઈ રહ્યો છે. કોઈ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો નથી. માત્ર એક નોટીસ જાહેર કરાઈ છે. જેમાં સવાલ કરાયો છે કે, તેમના અને અન્ય લોકો સામે 10 કરોડ રૂપિયાના વળતરની કાર્યવાહી કેમ શરૂ ના થવી જોઈએ. મીનાક્ષી નટરાજનના વકીલે આ નોટીસનો જવાબ આપ્યો છે પરંતુ કોઈ ફરિયાદ દાખલ કરાઈ નથી. આ પણ વાંચોઃ CM યોગીની ચેતવણી,‘રામનો દ્રોહ કરનારાઓને ધરતી પર જગ્યા નથી,ભારત કોઈ ધર્મશાળા નથી’
    Click here to Read more
    Prev Article
    'Unsatisfactory' verdict! ICC penalises Lord's and Pakistan's Gaddafi Stadium pitches
    Next Article
    Iran યુદ્ધમાં Israel થયુ એકલું, UAEથી લઈને America સુધી બધાએ છોડ્યો સાથ, જાણો કેમ?

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment