Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Philippines Earthquake : 36 માળની ઇમારત ઝૂલાની જેમ હલી, દાદી પુત્ર ઘરમાં ફસાયા, જુઓ ખતરનાક VIDEO

    4 hours from now

    1

    0

    ફિલિપાઇન્સમાં તાજેતરમાં આવેલા 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ નોતર્યો છે. છેલ્લા 50 વર્ષમાં આ દેશમાં અનુભવાયેલો આ સૌથી ભયાનક ભૂકંપ માનવામાં આવે છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિનાશક આંચકાને કારણે લગભગ 20,000 લોકોને પોતાનું ઘર છોડીને રાહત શિબિરોમાં આશરો લેવાની ફરજ પડી છે.ભૂકંપના દ્રશ્યો એટલા રૂંવાડા ઉભા કરી દેભૂકંપનું કેન્દ્રબિંદુ મિંડાનાઓ ટાપુ નજીક સમુદ્રમાં હોવાથી તંત્ર દ્વારા સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સમુદ્રમાં મોજા સામાન્ય કરતાં 1.4 મીટર સુધી ઊંચા ઉછળ્યા હતા, જેની અસર ઈન્ડોનેશિયા, પલાઉ અને દક્ષિણ જાપાન સુધી પણ જોવા મળી હતી. ભૂકંપના દ્રશ્યો એટલા રૂંવાડા ઉભા કરી દે તેવા હતા કે 36 માળની એક વિશાળ ઇમારત ઝૂલાની જેમ હલતી કેમેરામાં કેદ થઈ હતી. આ વચ્ચે એક દાદીની હિંમતની કહાની પણ સામે આવી છે, જેમણે પોતાના બાળકનો જીવ બચાવવા માટે પડદા પકડીને ભારે સંઘર્ષ કર્યો હતો. સૌથી વધુ નુકસાન જનરલ સેન્ટોસ સિટીમાં થયુંસૌથી વધુ નુકસાન જનરલ સેન્ટોસ સિટી અને સારંગાની પ્રાંતના ગ્લાન ટાઉનમાં થયું છે. જનરલ સેન્ટોસ સિટી, જે ફિલિપાઇન્સના ટુના ફિશિંગ ઉદ્યોગ માટે જાણીતું છે, ત્યાં ઇમારતો ધરાશાયી થવાથી 13 લોકોના મોત થયા છે. ગ્લાન ટાઉનમાં ભૂસ્ખલનને કારણે અનેક ઘરો કાટમાળમાં દટાઈ ગયા, જેમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા. કુલ મળીને આશરે 2,000 ઘરો અને 117 જેટલી સરકારી ઇમારતો ધરાશાયી થઈ છે અથવા તેને ગંભીર નુકસાન પહોંચ્યું છે. પરિવહન સેવાઓ પર પણ પડી અસરપરિવહન સેવાઓ પર પણ આ આફતની ઘેરી અસર પડી છે. જનરલ સેન્ટોસ ઇન્ટરનેશનલ એરપોર્ટને સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવ્યું હતું, જેના લીધે 63 સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. હાલમાં માત્ર રાહત અને બચાવ કાર્ય સાથે સંકળાયેલા વિમાનોને જ ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. હજુ પણ ચાર લોકો ગુમ છે, અને બચાવકર્મીઓ કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવા માટે અવિરત કામગીરી કરી રહ્યા છે. આ ઘટનાએ ફિલિપાઇન્સના લોકોને ઊંડો આઘાત આપ્યો છે, અને દેશ અત્યારે ફરી બેઠા થવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.આ પણ વાંચોઃ Strait Of Hormuz માં અંધ થઈને ચાલી રહ્યા છે મોટા ઓઇલ ટેન્કરો, ગુપ્ત રસ્તાઓથી આ રીતે પહોંચી રહ્યો છે પુરવઠો
    Click here to Read more
    Prev Article
    Dhurandhar: The Revenge: Ranveer Singh film turns streaming blockbuster, opens to 50 million viewers online
    Next Article
    Nuclear Weapons:ભારત,પાકિસ્તાનથી લઈને ચીન સુધી..કયો દેશ પરમાણુ શસ્ત્રો પર કેટલો ખર્ચ કરી રહ્યો છે?

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment