Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    PoK Protest:લંડનમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ,'તેરા બાપ ભી દેગા આઝાદી'ના નારા સાથે PoKમાં સેનાના અત્યાચારનો વિરોધ!

    4 hours from now

    1

    0

    પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલી હિંસક સૈન્ય કાર્યવાહી અને દમનકારી નીતિઓ સામે હવે વૈશ્વિક સ્તરે વિરોધ શરૂ થઈ ગયો છે. બ્રિટનમાં રહેતા કાશ્મીરી સમુદાયના લોકો અને માનવાધિકાર કાર્યકરોએ લંડન સહિતના વિવિધ શહેરોમાં પાકિસ્તાનના રાજદ્વારી મિશનો બહાર એકત્રિત થઈને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. લંડન સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનની બહાર સેંકડો પ્રદર્શનકારીઓએ પાક સરકાર અને આર્મી વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો.પાક આર્મી વિરુદ્ધ ગુંજ્યા આકરા નારાવિરોધ પ્રદર્શન દરમિયાન લંડનની સડકો પાકિસ્તાન વિરોધી નારાઓથી ગુંજી ઉઠી હતી. પ્રદર્શનકારીઓએ 'પાકિસ્તાની આર્મી ગો બેક', 'હમ છીન કર લેંગે આઝાદી', 'યે જો દહેશતગર્દી હૈ, ઇસકે પીછે વર્દી હૈ' અને 'તેરા બાપ ભી દેગા આઝાદી' જેવા આકરા સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોએ આક્ષેપ કર્યો હતો કે PoKમાં નિર્દોષ નાગરિકોની હત્યાઓ થઈ રહી છે, મોટા પાયે ધરપકડ કરવામાં આવી રહી છે અને લોકોનો અવાજ દબાવવા ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે.લંડન ઉપરાંત અન્ય શહેરોમાં પણ વિરોધલંડન ઉપરાંત બ્રિટનના અન્ય અગ્રણી શહેરોમાં પણ પાકિસ્તાની દૂતાવાસોની બહાર આવા જ પ્રદર્શનો યોજાયા હતા. પ્રદર્શનકારીઓએ આંતરરાષ્ટ્રીય સમુદાય અને વૈશ્વિક સંસ્થાઓને PoKની ગંભીર સ્થિતિ પર ધ્યાન આપવા અને ત્યાં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘનની સ્વતંત્ર તપાસ કરાવવા અપીલ કરી છે. તાજેતરમાં જ PoKમાં સક્રિય સંગઠન 'જોઇન્ટ અવામી એક્શન કમિટી' (JAAC) પર પ્રતિબંધ મુકાયા બાદ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે.શા માટે ઉગ્ર બન્યું છે આ આંદોલન?PoKમાં વર્તમાન હિંસા અને આંદોલન પાછળનું મુખ્ય કારણ ત્યાંની 45 સભ્યોની વિધાનસભામાં 12 બેઠકો આરક્ષિત રાખવાનો નિર્ણય છે.બેઠકોનો વિવાદ: આ 12 બેઠકો એવા શરણાર્થીઓ માટે આરક્ષિત છે જેઓ કાશ્મીરી હોવાનો દાવો કરે છે પરંતુ હાલ પાકિસ્તાનના અન્ય ભાગોમાં રહે છે.સ્થાનિકોનો વિરોધ: JAAC અને સ્થાનિક સંગઠનોનું કહેવું છે કે આ વ્યવસ્થાથી બહારના લોકોનો પ્રભાવ વધશે અને સ્થાનિક કાશ્મીરીઓનું રાજકીય પ્રતિનિધિત્વ નબળું પડશે.આ ઉપરાંત, PoKના લોકો લાંબા સમયથી અસહ્ય મોંઘવારી, લોડશેડિંગ (વીજળી કટોકટી), બેરોજગારી અને લોટના આસમાને આંબતા ભાવોથી પરેશાન છે. આ વહીવટી નિષ્ફળતાઓને છુપાવવા પાકિસ્તાન સરકાર વાતચીત કરવાને બદલે સેનાના જોરે પ્રદર્શનકારીઓને કચડી રહી છે, જેના પડઘા હવે સાત સમુદ્ર પાર લંડનમાં પણ સંભળાઈ રહ્યા છે.આ પણ વાંચો:Japanમાં ફરી માનવભક્ષી કાળું રીંછ જોવા મળ્યું, બીજા દિવસે પણ 94 શાળા બંધ રાખવામાં આવી
    Click here to Read more
    Prev Article
    Khan Sir gets relief as Patna court stays arrest in coaching centre firiing case
    Next Article
    Gajalakshmi Rajyog: ખુબજ શુભ ગજલક્ષ્મી રાજયોગ, આ રાશિની ચમકશે કિસ્મત

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment