Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Sanchita Ugale : 'આઉટસાઇડર હોવાને કારણે બધું મુશ્કેલ છે', ફિલ્મોમાં લીડ રોલ કરવા માગતી હતી સંચિતા ઉગલે

    3 hours from now

    1

    0

    પોપ્યુલર ટીવી એક્ટ્રેસ સંચિતા ઉગલેએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂકાવ્યું છે. 30 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. સંચિતાએ રવિવારે સાંજે આત્મહત્યા કરી હતી. સંચિતાએ ટીવીમાં કુમકુમ ભાગ્ય જેવા શો કર્યા છે. તેઓ ટીવીમાં મુખ્ય એક્ટ્રેસ હતા. જો કે, ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. તેમણે આ વિશે વાત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આઉટસાઇડર હોવાના નાતે ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા મળવી ખૂબ મુશ્કેલ હોય છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં સંચિતાએ ટીવી અને ફિલ્મોમાં કામ કરવા અંગે પ્રતિક્રિયા આપી હતી.'ટીવીમાં સરખી તક મળે છે'તેમણે કહ્યું હતું, ટીવી માટે મારા દિલમાં બહુ સન્માન છે. આ પ્લેટફોર્મ બધા માટે સમાન છે. અહીં માત્ર સખત મહેનત અને ટેલેન્ટની જરૂર હોય છે. કોઈ શોર્ટકટ ચાલતો નથી. આ માધ્યમે મને અભિનય શીખવામાં અને કેમેરાનો સામનો કરવામાં મદદ કરી. હું ટીવીમાં કામ કરવાનું ચાલુ રાખવા માગું છું પરંતુ હવે મારો ધ્યેય ફિલ્મો કરવાનો પણ છે. ==સંચિતાએ વિક્કી કૌશલની ફિલ્મ છાવા માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેઓ તારાબાઈના રોલમાં હતા. આ સિવાય તેમણે મનોજ બાજપેયીની સાઇલેન્સ 2 અને ક્રાઇમ સિરીઝ ક્રાઇમ આજકલમાં કામ કર્યું હતું. જો કે, એક્ટ્રેસે જણાવ્યું હતું કે ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા મેળવવી ખૂબ મુશ્કેલ છે.ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા મુશ્કેલ- સંચિતા ઉગલેતેમણે કહ્યું હતું, મેં વિક્કી કૌશલની છાવા ફિલ્મમાં કામ કર્યું. મેં તારાબાઈના રોલનો આનંદ માણ્યો. મેં સાઇલેન્સ 2 અને ક્રાઇમ આજકલમાં પણ કામ કર્યું. પરંતુ મને એ અહેસાસ થયો કે આઉટસાઇડર હોવાના નાતે ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા મેળવવી મારા માટે ખૂબ મુશ્કેલ છે. આગળ તેમણે કહ્યું હતું, બીજી તરફ મને ટીવીમાં મુખ્ય ભૂમિકાઓ મળી રહી છે. મારે મુંબઈ જેવા શહેરમાં મારા ખર્ચ પણ મેનેજ કરવાના હોય છે. એટલા માટે હું સારા રોલ શોધી રહી છું અને તે જ કરું છું.આ પણ વાંચો-Arbaaz Khan Wife : 23 વર્ષ મોટા અરબાઝ ખાન સાથે લગ્ન કરી ટ્રોલ થઈ શૂરા, હેટર્સને આપ્યો જડબાતોડ જવાબ!
    Click here to Read more
    Prev Article
    PM Modi Slovakia visit LIVE updates: India-Slovakia joint briefing expected shortly
    Next Article
    Ashadha Gupt Navratri 2026: ક્યારથી શરુ થશે અષાઢ ગુપ્ત નવરાત્રિ, જાણીલો ઘટસ્થાપનનું મુહૂર્ત

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment