Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Share Market News: સેન્સેક્સ 394 પોઇન્ટ રિકવરી, IT સિવાય તમામ ઇન્ડેક્સમાં સુધારો

    4 hours from now

    1

    0

    Share Market News Today Highlight In Gujarati : શેરબજારમાં મોટી વધઘટ બાદ મંગળવારે સેન્સેક્સ નિફ્ટી સુધારે બંધ થયા છે. સેન્સેક્સ 394 પોઇન્ટ સુધરીને 73918 અને નિફ્ટી 119 પોઇન્ટ વધીને 23242 બંધ થયો છે. સેન્સેક્સની ઇન્ટ્રા ડે ટ્રેડિંગ રેન્જ 74035 થી 73426 હતી. આઈટી ઇન્ડેક્સ સિવાય તમામ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ વધીને બંધ થયા છે. શેરબજારમાં રિકવરીથી બીએસઇના 2782 શેર વધીને અને 1423 શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ થઇ હતી. આજે બીએસઇની માર્કેટકેપ 4.5 લાખ કરોડ રૂપિયા વધીને 459.56 લાખ કરોડ રૂપિયા થઇ હતી. એશિયન શેરબજારોના સુધારાની હૂંફે આજે સેન્સેક્સ નિફ્ટી સકારાત્મક ખુલ્યા હતા. સેન્સેક્સ  500 પોઇન્ટ ઉછળી 74,035 ખુલ્યો હતો. હાલ 373 પોઇન્ટની મજબૂતી સાથે 73900 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 138 પોઇન્ટ વધીને 23259 ખુલ્યો હતો. જાપાન નિક્કેઇ શેરબજાર 1100 પોઇન્ટ ઉછળ્યોછે. એરટેલ અને વોડાફોન આઈડિયાને મોટી રાહત ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાને બોમ્બે હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. અદાલતે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા વન ટાઇમ સ્પેક્ટ્રમ ચાર્જ (OTSC) રદ કર્યો છે. કોર્ટે કહ્યું કે, સરકાર પાસે આ અધિકાર નથી કે તે લાઇસન્સ ચારી કર્યાના ઘણા વર્ષ બાદ તેની નાણાકીય શરતોને પાછલી તારીખથી બદલી શકે. જસ્ટિસ મનીષ પિતલે અને જસ્ટિસ શ્રીરામ વી. શિરસાટની ખંડપીઠે 8 નવેમ્બર અને 28 ડિસેમ્બર 2012ના એ સરકારી આદેશ રદ કર્યા છે, જેના હેઠળ જુલાઇ 2008થી 6.2 MHz થી વધારે સ્પેક્ટ્રમ રાખનાર ટેલીકોમ કંપનીઓ પર વન ટાઇમ સ્પેક્ટ્રમ ચાર્જ લાદયો હતો. અદાલતે એરટેલ અને વોડાફોન આઈડિયાને મોકલેલી ડિમાન્ટ નોટિસ પર રદ કરી છે. આ સાથે જ કંપનીઓ તરફથી જમા કરવામાં આવેલી બેંક ગેરંટી પરત કરવાનો આદેશ કર્યો છે.  ડોલર સામે રૂપિયો 24 પૈસા મજબૂત ખુલ્યો શેરબજારમા રિકવરી સાથે ડોલર સામે રૂપિયો 24 પૈસા વધીને 95.47 ખુલ્યો હતો. ઇરાન ઈઝરાયલ વચ્ચે કામચલાઉ યુદ્ધ વિરામથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાનો છે. ઉલ્લેખનિય છે કે, મોંઘવારીના જોખમને ધ્યાનમાં રાખી રિઝર્વ બેંક પાછલા સપ્તાહે સતત ત્રીજી વખત વ્યાજદર સ્થિર રાખ્યા છે. ઉપરાંત વિદેશી રોકાણકરોની વેચવાલીને રોકવા સરકારી જામીનગીરીમાં રોકાણ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નાબૂદ કર્યો છે. 
    Click here to Read more
    Prev Article
    UP Police Exam 2026: FiFi Awards किस क्षेत्र में दिए जाते हैं? IOM का मुख्यालय कहां है? ऐसे आए सवाल
    Next Article
    IND vs ENG: टीम इंडिया को बड़ा झटका, इंग्लैंड टी20 सीरीज से मोहम्मद सिराज बाहर; BCCI ने इस घातक गेंदबाज को दिया मौका

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment