Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Ujjainના મહાકાલમાં ‘પુષ્પા રાજ’ સ્ટાઈલમાં પહોંચેલા યુવકનો વીડિયો વાયરલ થતાં મચ્યો ખળભળાટ!

    4 hours from now

    1

    0

    મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ બાબા મહાકાલેશ્વર મંદિરમાંથી એક આશ્ચર્યજનક અને વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવક અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા ૨' સ્ટાઈલમાં મંદિરમાં એન્ટ્રી કરે છે. આ યુવક પુષ્પાની જેવી સાડી અને ઘરેણાં પહેરીને પૂજા કરવા પહોંચ્યો હતો. નવાઈની વાત એ છે કે, મંદિરમાં વીડિયોગ્રાફી પર સખત પ્રતિબંધ હોવા છતાં આ યુવક બિન્દાસ શૂટિંગ કરતો રહ્યો અને સુરક્ષાકર્મીઓ તેને રોકવાને બદલે તેની સાથે સેલ્ફી લેતા ઝડપાયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ મંદિર પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે.સાડી, બંગડી અને લીંબુનો માળો પહેરીને આવ્યો યુવકમળતી માહિતી મુજબ, આ અજાણ્યો યુવક આબેહૂબ 'પુષ્પા' ફિલ્મના ગંગમ્મા થલ્લી લુકની જેમ સાડી-બ્લાઉઝ, પગમાં પાયલ, ગળામાં લીંબુનો માળો, કાનની કડી, નાકમાં નથણી અને હાથમાં બંગડીઓ પહેરીને મહાકાલના દરબારે પહોંચ્યો હતો. તેના આ અસામાન્ય અને વિચિત્ર અવતારને જોઈને ત્યાં હાજર અન્ય શ્રદ્ધાળુઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.પ્રતિબંધ છતાં મળી VIP એન્ટ્રી અને બન્યો વીડિયોમહાકાલ મંદિરના માનસરોવર ગેટ પર તૈનાત સુરક્ષા કર્મચારીઓએ આ નિયમોનું ઉલ્લંઘન કરનારા યુવકને બહાર કાઢવાને બદલે તેની સાથે ફોટા પડાવવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં, એક સુરક્ષા કર્મચારી તો તેને VIP ભક્તની જેમ ગણેશ મંડપમ સુધી અંદર લઈ ગયો હતો. આ દરમિયાન યુવકે ગર્ભગૃહની આસપાસ વીડિયો શૂટ કર્યો અને તેને ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક પર અપલોડ પણ કરી દીધો. આ વીડિયો સામે આવ્યા બાદ મંદિરની સુરક્ષા વ્યવસ્થા અને નિયમો પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.વહીવટીતંત્ર એક્શનમાં, સેલ્ફી લેનાર કર્મચારી સસ્પેન્ડઆ વિવાદ ગરમાયા બાદ મંદિર પ્રશાસને કડક વલણ અપનાવ્યું છે. મંદિરના પ્રશાસકે જણાવ્યું કે આ વાયરલ વીડિયો ૫ ફેબ્રુઆરીનો છે. મામલો ધ્યાનમાં આવતા જ ફરજ પર બેદરકારી દાખવનારા સંબંધિત સુપરવાઇઝરને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્રે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે મહાકાલ મંદિરની ગરિમા અને મર્યાદા વિરુદ્ધ કોઈપણ કૃત્ય સહન કરવામાં આવશે નહીં.અગાઉ પણ બની ચૂકી છે આવી ઘટનાઓનોંધનીય છે કે મહાકાલેશ્વર મંદિરમાં નિયમોના ધજાગરા ઉડ્યા હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ મંદિર પરિસરમાં રીંગ સેરેમની (સગાઈ) નો એક વીડિયો વાયરલ થયો હતો. આવી ઘટનાઓ વારંવાર બનવાને કારણે ભક્તોમાં પણ રોષ છે. પ્રશાસને હવે ભવિષ્યમાં આવી સુરક્ષા ખામીઓ ન સર્જાય તે માટે કડક પ્રોટોકોલ લાગુ કરવાની ખાતરી આપી છે.
    Click here to Read more
    Prev Article
    Jaipur : ઘરની અંદર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 3ના મોત
    Next Article
    Zoji-la Tunnel: જોજિલા ટનલનું ફાઇનલ બ્રેકથ્રૂ પૂર્ણ, હવે લદ્દાખ શ્રીનગર વચ્ચે સીધી કનેક્ટિવિટી

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment