US-Iran Nuclear Deal: ટ્રમ્પ એક્શનમાં, પરમાણુ કરાર માટે 100 એક્સપર્ટ્સની ટીમ તૈયાર!
4 hours from now
અમેરિકા અને ઈરાન વચ્ચેના પરમાણુ કરારને લઈને રાજકીય પડદા પાછળ ગતિવિધિઓ ખૂબ જ તેજ થઈ ગઈ છે. મીડિયા અહેવાલો અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફે આ મામલે ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.આ બંને નેતાઓએ ટેનેસી સ્થિત અમેરિકાની પ્રખ્યાત ઓક રીજ નેશનલ લેબોરેટરીના ટોચના ન્યૂક્લિયર એક્સપર્ટ્સ સાથે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક કરી છે.100 પરમાણુ એક્સપર્ટ્સની ટીમ તૈયાર મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાએ સંભવિત પરમાણુ ડીલ માટેની તૈયારીઓ અગાઉથી જ શરૂ કરી દીધી છે.આ માટે આશરે 100 પરમાણુ નિષ્ણાતોની એક ખાસ ટીમ તૈયાર રાખવામાં આવી છે.જો ઈરાન સાથે ડીલ ફાઈનલ થાય છે,તો આ ટીમ ઈરાનના ન્યૂક્લિયર પ્રોગ્રામની કડક દેખરેખ અને તપાસની જવાબદારી સંભાળશે.આ નિષ્ણાતોનું મુખ્ય કામ એ જોવાનું રહેશે કે ઈરાન કરારની શરતોનું પાલન કરે છે કે નહીં.આ સાથે તેઓ ઈરાનના યુરેનિયમ એનરિચમેન્ટને રોકવા અને તેની પાસે રહેલી વર્તમાન પરમાણુ સામગ્રીના સુરક્ષિત નિકાલ માટેની બ્લુપ્રિન્ટ પણ તૈયાર કરી શકે છે.બંને દેશો વચ્ચે શું ચર્ચા થઈ આ ટીમમાં સામેલ ઘણા નિષ્ણાતો ભૂતકાળમાં પણ મોટા પરમાણુ ઓપરેશન્સનો હિસ્સો રહી ચૂક્યા છે.જેમાં તાજેતરમાં વેનેઝુએલામાંથી સંવર્ધિત યુરેનિયમ હટાવવાના ગુપ્ત મિશનમાં સામેલ વૈજ્ઞાનિકોનો પણ સમાવેશ થાય છે.આ સિવાય આ ટીમના કેટલાક સભ્યો તાજેતરમાં ઓમાનની મુલાકાતે પણ ગયા હતા, જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ મુદ્દે વાતચીતની પૂર્વભૂમિકા તૈયાર કરવામાં આવી રહી હતી.આ તમામ ઘટનાઓ દર્શાવે છે કે બંને દેશો વચ્ચેની વાતચીત હવે ખૂબ જ ગંભીર તબક્કામાં પહોંચી ગઈ છે. શું ડીલ નક્કી થઈ ગઈ છે? જોકે,અમેરિકી અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ બેઠકનો અર્થ એ નથી કે ઈરાન સાથે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. પરંતુ આ એડવાન્સ તૈયારીઓ એ ચોક્કસ દર્શાવે છે કે અમેરિકાને આ વાતચીત સફળ થવાની મોટી આશા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે,અમે ડીલ થાય ત્યાં સુધી રાહ જોવા નથી માંગતા. જો કોઈ કરાર થાય,તો તેને ત્વરિત ધોરણે લાગુ કરવા માટે અમારે અત્યારથી જ સજ્જ રહેવું પડશે. આ પણ વાંચો - Iran યુદ્ધમાં Israel થયુ એકલું, UAEથી લઈને America સુધી બધાએ છોડ્યો સાથ, જાણો કેમ?
Click here to Read more