Vaibhav Sooryavanshi ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં કરશે ડેબ્યૂ? અજિત અગરકરે કહી આ વાત
3 weeks ago
માત્ર 15 વર્ષની ઉંમરે IPL 2026માં ધમાલ મચાવનાર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ક્રિકેટ જગતમાં ખૂબ જ ચર્ચામાં છે. સતત શાનદાર પ્રદર્શન કર્યા બાદ ફેન્સ અને ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો માગ કરી રહ્યા છે કે આ યુવા સ્ટારને શક્ય તેટલી વહેલી તકે ટીમ ઈન્ડિયામાં તક આપવામાં આવે. હવે ભારતના મુખ્ય સિલેક્ટર અજિત અગરકરે આ સમગ્ર મામલે મોટું નિવેદન આપ્યું છે. ભારત-અફઘાનિસ્તાન સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરતી વખતે અજિત અગરકરને પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું હતું કે શું વૈભવ સૂર્યવંશી ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા માટે રમી શકે છે. આ સવાલના જવાબમાં તેનને યુવા બેટ્સમેનની ખૂબ પ્રશંસા કરી, પરંતુ એ પણ સ્પષ્ટ કર્યું કે હાલમાં, યશસ્વી જયસ્વાલ ટીમની પ્રાથમિકતા છે. અજિત અગરકરે વૈભવને શાનદાર કહ્યો અજિત અગરકરે કહ્યું કે વૈભવ સૂર્યવંશીએ શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ આપણે યશસ્વી જયસ્વાલને ભૂલવું ન જોઈએ. તેને સતત સારું પ્રદર્શન પણ કર્યું છે. વૈભવનું ભારત A ટીમમાં પ્રમોશન એક મોટી સિદ્ધિ છે, અને આશા છે કે તે ત્યાં પણ સારું પ્રદર્શન કરશે. વૈભવ સૂર્યવંશીને શ્રીલંકામાં ટ્રાઈ સિરીઝ માટે ભારત A ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. આને તેના કરિયરમાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. સિલેક્ટર્સ માને છે કે ભારત A ટીમમાં સારું પ્રદર્શન તેના માટે સિનિયર ટીમમાં પ્રવેશના દરવાજા ખોલી શકે છે. IPL 2026માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા વૈભવે તેની વિસ્ફોટક બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા. નાની ઉંમરે ટોપ ક્રમના બોલરો સામે તેને જે આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો, તેને જ વૈભવને ભારતીય ક્રિકેટનો આગામી મોટો સ્ટાર બનાવ્યો છે. આવતા મહિને રમાશે આ મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 6 જૂનથી શરૂ થનારી ટેસ્ટ મેચને પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગયા વર્ષે સાઉથ આફ્રિકા સામે 0-2 થી ઘરઆંગણે મળેલી હાર બાદ આ ભારતની પહેલી ટેસ્ટ મેચ હશે. પરંતુ આ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ નથી, પરંતુ શ્રીલંકા અને ન્યુઝીલેન્ડના મુશ્કેલ પ્રવાસોને ધ્યાનમાં રાખીને ટીમ માટે તે મહત્વપૂર્ણ રહેશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધી ફક્ત 1 જ ટેસ્ટ મેચ રમાઈ છે. 2018માં બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી તે મેચમાં ભારતે એક ઈનિંગ અને 262 રનથી મોટી જીત નોંધાવી હતી. આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?
Click here to Read more


