Vaibhav Suryavanshiને નીતા અંબાણીએ આપી રૂ. 30 કરોડની ઓફર? જાણો વાયરલ ન્યૂઝનું સત્ય
1 week ago
ભારતીય ક્રિકેટ જગતના સૌથી યુવા અને ઉભરતા સ્ટાર વૈભવ સૂર્યવંશી આજકાલ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં છે. આઈપીએલ ૨૦૨૬ (IPL 2026) માં પોતાની આક્રમક અને નીડર બેટિંગથી દિગ્ગજ બોલરોના છક્કા છોડાવનાર આ ખેલાડીએ ખૂબ જ નાની ઉંમરે કરોડો ચાહકોના દિલ જીતી લીધા છે. પરંતુ, વધતી લોકપ્રિયતાની સાથે જ હવે આ યુવા ક્રિકેટરના નામે સોશિયલ મીડિયા પર એક સનસનાટીભરી અફવા પણ ઉડવા લાગી છે, જેનું સત્ય જાણીને તમે ચોંકી જશો. વૈભવ સુર્યવંશીને લઈને સોશિયલ મીડિયામાં શું દાવો કરાયો? તાજેતરમાં ઇન્ટરનેટ પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં એવો સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈ ઇન્ડિયન્સના માલિક નીતા અંબાણીએ વૈભવ સૂર્યવંશીને પોતાની ટીમમાં સામેલ કરવા કરોડોની ઓફર આપી છે. વાયરલ પોસ્ટ અનુસાર, વૈભવને મુંબઈ ઇન્ડિયન્સમાં સામેલ કરવા રૂપિયા ૩૦ કરોડની ઓફર કરવામાં આવી છે. તેમજ 'એન્ટિલિયા' માં એક પર્સનલ ફ્લેટ માલદીવમાં એક આખો ખાનગી ટાપુ ભેટમાં આપવાની વાત કહી છે. એટલું જ નહીં, એવો પણ દાવો કરાયો છે કે વૈભવના પરિવારને એક 'બ્લેન્ક ચેક' (ખાલી ચેક) આપી દેવાયો છે, જેથી તેઓ ધારે તેટલી રકમ ભરી શકે.સોશિયલ મીડિયાના દાવા ખોટા, લલિત મોદીનો ખુલાસોમુંબઈ ઇન્ડિયન્સમાં સામેલ કરવા વૈભવને કરોડોની ડીલ ઓફર કરાયાના આ સમાચારે સોશિયલ મીડિયામાં હડકંપ મચાવ્યો. વૈભવને લઈને આ આઘાતજનક દાવાઓ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા અને ક્રિકેટ ફેન્સ વચ્ચે મોટી ચર્ચા શરૂ થઈ ગઈ કે શું ખરેખર આઈપીએલમાં આવી અંડર-ટેબલ ડીલ શક્ય છે. આ વિવાદ જ્યારે હદ બહાર વધી ગયો ત્યારે આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીએ પોતે આ મામલામાં એન્ટ્રી લીધી અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ તમામ દાવાઓનું સરેઆમ ખંડન કર્યું.IPLમાં ખેલાડીઓ લેવાને લઈને કડક નિયમ, લલિત મોદીલલિત મોદીએ આઈપીએલના કડક નિયમોની સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "IPL માં કોઈપણ ફ્રેન્ચાઇઝી કોઈ પણ ખેલાડીને આ રીતે સીધા રોકડા પૈસા, લક્ઝુરિયસ ગિફ્ટ કે વ્યક્તિગત લાલચ આપીને પોતાની ટીમમાં સામેલ કરી શકતી નથી. આ નિયમોની વિરુદ્ધ છે." તેમણે સમજાવ્યું કે જો કોઈ ટીમે બીજા ખેલાડીને પોતાની ટીમમાં લેવો હોય, તો તેના માટે બીસીસીઆઈ (BCCI) ની સત્તાવાર પ્રક્રિયા છે. ખેલાડીઓનું ટ્રાન્સફર માત્ર 'ટ્રેડિંગ વિન્ડો' (Trading Window) અથવા 'મેગા/મિનિ ઓક્શન' (હરાજી) દ્વારા જ કાયદેસર રીતે થઈ શકે છે.વૈભવની કરોડોની ડીલના દાવા ફેક ન્યૂઝલલિત મોદીએ વધુમાં ઉમેર્યું કે વૈભવ સૂર્યવંશી અદભુત પ્રતિભા ધરાવે છે અને તે ભવિષ્યમાં ભારતીય ક્રિકેટનો મોટો સુપરસ્ટાર બનશે અને મોટી કિંમત પણ મેળવશે, પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર જે વાર્તાઓ (૩૦ કરોડ અને આઇલેન્ડની ઓફર) ચાલી રહી છે, તેને સત્ય સાથે કોઈ જ લેવા-દેવા નથી. તે સંપૂર્ણપણે નકલી (Fake) છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે સોશિયલ મીડિયા પર લાઈક્સ અને વ્યુઝ મેળવવા માટે કેવી રીતે ખોટી અફવાઓ ફેલાવવામાં આવે છે.આ પણ વાંચો : French Open 2026માં ગરમીનો ભયંકર પ્રકોપ, હિટસ્ટ્રોકના કારણે વર્લ્ડ નંબર-1 યાનિક સિનરનો આઘાતજનક પરાજય
Click here to Read more
