Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    વોટરપ્રુફ Vivo Y31s 5G ફોન લોન્ચ, 6500mAh બેટરી અને 50MP કેમેરા

    4 hours from now

    1

    0

    Vivo Y31s 5G Launch : વીવો વાય 31 એ 5જી સ્માર્ટફોન લોન્ચ થયો છે. કંપનીએ હાલ  Vivo Y31s 5G મલેશિયામાં લોન્ચ કર્યો છે, જે વર્ષ 2021માં ચીનમાં લોન્ચ તેલા વીવો Y31s 5G મોડલથી તદ્દન અલગ છે. વીવો Y31s 5G ફોનમાં મોટી બેટરી, દમદાર કેમેરો અને હાઇ લેવલ વોટર ડસ્ટ રેઝિસ્ટન્ટ ટેકનોલોજી જેવા ઘણા એડવાન્સ ફીચર આવે છે. જાણો લેટેસ્ટ વીવો Y31s 5G ફોનની કિંમત અને તમામ ફીચર્સ Vivo Y31s 5G સ્પેસિફિકેશન ડિસ્પ્લે : વીવો Y31s 5G ફોનમાં 6.745 ઇંચની FHD ડિસ્પ્લે છે, જે 1050 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. એટલે કે તીવ્ર સૂર્યપ્રકાશમાં યુઝર્સને સારી સ્ક્રીન વિઝિબિલિટી મળે છે. ચીપસેટ : વીવો  Y31s 5G ફોનમાં Qualcomm Snapdragon 4 Gen 2 4nm ઓક્ટા કોર 5G પ્રોસેસર છે. જે OriginOS 6.0 પર કામગીરી કરે છે.  રેમ અને સ્ટોરેજ : આ વીવો ફોન માત્ર એક જ વેરિયન્ટમાં રજૂ થયો છે, જેમા 8GB RAM + 256GB ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે.  કેમેરા : વીવો ફોનમાં 50MP નો HD પ્રાયમરી કેમેરા અે 2MPનો બોકેહ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે 32MPનો ફ્રન્ટ કેમેરો મળે છે.  બેટરી : લેટેસ્ટ વીવો ફોનમાં કંપનીએ 6500mAh ની BlueVolt બેટરી આપી છે, જે 44W FlashCharge ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.  વોટરપ્રુફ : વીવો વાય 31 એસ 5જી ફોનને IP69+, IP69 અને IP68 રેટિંગ મળ્યું છે. એટલે કે ઐ ફોન વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી છે. અન્ય ફીચર્સ : આ સ્માર્ટફોનમાં NFC સપોર્ટ, Type C ઓડિયો સપોર્ટ, ઓડિયો રેકોર્ડિંગ અને કોલ રેકોર્ડિંગ જેવા ફીચર્સ આપ્યા છે. ફોનનું વજન 209 ગ્રામ છે. આ પણ વાંચો | Honor Play10 5G લોન્ચ, માત્ર 2 ટકા બેટરીમાં પણ 15 કલાક સુધી ફોન ચાલશે Vivo Y31s 5G કિંમત કિંમતની વાત કરીયે તો વીવો Y31s 5G ફોન મલેશિયામાં બ્લેક અને Purple બે કલરમાં રજૂ કરવામાં આવ્યો છે. તેના 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત RM 1499 છે, એટલે કે ભારતીય ચલણમાં તેની કિંમત લગભગ 35,000 રૂપિયા જેટલી થાય છે.
    Click here to Read more
    Prev Article
    Sensex Today: शेयर बाजार की बदली चाल, बढ़त के साथ बंद हुआ सेंसेक्स और निफ्टी, इंडिगो ने भरी उड़ान
    Next Article
    IND A Vs SL A LIVE Score: ભારતે આપેલા 278 રનના ટારગેટ સામે શ્રીલંકા 21 ઓવરના અંતે 107 રન, 2 વિકેટ

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment