West Bengal Politics: બંગાળમાં હાઈવોલ્ટેજ ડ્રામા, મમતા બેનર્જીના નિવાસે પહોંચી CID
3 hours from now
પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી એક સનસનાટીપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મંગળવારે રાજ્યની તપાસ એજન્સી CIDની એક ટીમ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રીમો મમતા બેનર્જીના કાલિઘાટ સ્થિત ખાનગી નિવાસે પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, CIDની આ ટીમ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીને એક હાઈ-પ્રોફાઈલ કેસમાં નોટિસ આપવા માટે આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી દિલ્હીના પ્રવાસે છે અને તેમણે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.શું છે સમગ્ર મામલો અને શા માટે પહોંચી CID?CIDના અધિકારીઓ, સ્થાનિક કાલિઘાટ પોલીસ અને મહિલા પોલીસ કર્મચારીઓ સાથે બપોરના સમયે 30B હરીશ ચેટર્જી સ્ટ્રીટ સ્થિત ટીએમસીના કેન્દ્રીય કાર્યાલયે પહોંચ્યા હતા. આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ ધારાસભ્યોની નકલી સહીઓનું કૌભાંડ છે:વિવાદિત પ્રસ્તાવ: પક્ષના વરિષ્ઠ નેતા સોવનદેવ ચટ્ટોપાધ્યાયને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવા માટે સ્પીકરને એક પત્ર સોંપવામાં આવ્યો હતો, જેમાં આશરે 70 ધારાસભ્યોની સહીઓ હતી.બનાવટી સહીઓનો આરોપ: અસંતુષ્ટ ધારાસભ્યો રીતાબ્રત બેનર્જી અને સંદીપન સાહાએ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી કે આ પ્રસ્તાવ પર તેમની સહીઓ નકલી કરવામાં આવી છે, જેના આધારે FIR નોંધાઈ હતી.અભિષેક બેનર્જીનું નિવેદનCID અધિકારીના જણાવ્યા મુજબ, અગાઉની નોટિસના જવાબમાં અભિષેક બેનર્જીએ લેખિતમાં જણાવ્યું હતું કે આ તમામ સહીઓ પક્ષની હરીશ ચેટર્જી સ્ટ્રીટ સ્થિત ઓફિસમાંથી જ મેળવવામાં આવી હતી. આ નિવેદનની ખરાઈ કરવા માટે જ ટીમ તપાસ કરવા પહોંચી હતી.પરિસરમાં પ્રવેશવા પર હોબાળો: તપાસ ટીમને કાર્યાલયની અંદર પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી, જેના કારણે કલાકો સુધી તણાવનો માહોલ સર્જાયો હતો. ટીએમસીના પૂર્વ સાંસદ સુભાષિશ ચક્રવર્તીએ સ્પષ્ટ કર્યું કે, "અભિષેક બેનર્જીની ગેરહાજરીમાં અમે સર્ચ ઓપરેશન કરવા દઈશું નહીં. તેઓ પાછા આવશે ત્યારબાદ જ તપાસ થઈ શકશે."ટીએમસીના ઇતિહાસમાં 1998 પછીના સૌથી મોટા ભાગલાપશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતાની પસંદગીને લઈને ટીએમસીની અંદર આંતરિક બળવો ચરમસીમાએ પહોંચ્યો છે. પક્ષના કુલ 80 ધારાસભ્યોમાંથી 58 ધારાસભ્યોએ ખુલ્લેઆમ બળવો પોકાર્યો છે:નેતૃત્વનો બહિષ્કાર: આ બળવાખોર જૂથે મમતા બેનર્જીના સત્તાવાર ઉમેદવાર સોવનદેવ ચટ્ટોપાધ્યાયનો વિરોધ કર્યો છે.નવા નેતાની વરણી: અસંતુષ્ટ જૂથે વિધાનસભા પક્ષ પર પોતાનો કબજો જમાવીને, પક્ષમાંથી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને પોતાના નેતા તરીકે ચૂંટી કાઢ્યા છે.સ્પીકરની માન્યતા: વિધાનસભા અધ્યક્ષે પણ બળવાખોર જૂથના નેતા ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે સત્તાવાર માન્યતા આપી દીધી છે.વર્ષ 1998 માં તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના થયા બાદ પક્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે મમતા બેનર્જીના નેતૃત્વ સામે આટલો મોટો ભંગાણ પડ્યો હોય અને પક્ષ બે ભાગમાં વહેંચાઈ ગયો હોય.આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?
Click here to Read more