World News : સોનાની લાલચે મોતના કૂવામાં ધકેલ્યા! સેંકડો ફૂટ ઊંડી ગુફામાં 9 દિવસથી ફસાયા ગ્રામજનો!
1 week ago
સોનાની શોધમાં નીકળેલા 7 લોકોને અંદાજો નહોતો કે આ સફર મોતની જાળ બનશે. અચાનક આવેલા પૂરના કારણે તેઓ ગુફામાં કેદ થઈ ગયા. રેસ્ક્યુ ટીમ સમય સામે લડી રહી છે અને નવો વરસાદ ખતરો વધારી રહ્યો છે. લાઓસમાં શું થયું? દક્ષિણ-પૂર્વ એશિયાના લેન્ડલોક્ડ દેશ લાઓસના સાયસોમ્બૂન પ્રાંતમાં આ લોકો 20 મેથી ફસાયા છે. સ્પેશિયલ ડાઇવર્સે બુધવારે ગુફાના રસ્તાથી 300 મીટર દૂર એક સાંકડી જગ્યાએથી 5 લોકોને જીવતા શોધ્યા હતા. જોકે, ગુફામાં પાણી, જમીન ધસવાનો ખતરો અને મુશ્કેલ રસ્તાના કારણે તેમને હજુ બહાર કાઢી શકાયા નથી. આ લોકો સોનું શોધવા ગયા હતા અને ભારે વરસાદના પૂરે તેમનો રસ્તો બંધ કરી દીધો હતો. રેસ્ક્યુ ઓપરેશન કેમ મુશ્કેલ છે? આ ગુફા પહાડોની વચ્ચે ઊંડે આવેલી છે. તેનો રસ્તો ખૂબ સાંકડો અને ખતરનાક છે. ગુફાનું પ્રવેશદ્વાર 2 મીટર નીચે જઈને 45 ડિગ્રીના ઢલાણ પર આગળ વધે છે, જ્યાં બચાવકર્મીઓએ સરકીને જવું પડે છે. કેટલીક જગ્યાએ ટનલ માત્ર 60 સેન્ટીમીટર જ પહોળી છે. અંદર 4 થી 5 મીટર ઊંડી ખીણ અને લપસણા પથ્થરો છે. ગુરૂવારે થયેલા વરસાદથી અંદર ફરી માટી અને પાણી ભરાઈ ગયું છે. થાઈલેન્ડની ટીમ પણ મદદમાં જોડાઈ આ મિશનમાં વર્ષ 2018માં થાઈલેન્ડની ગુફામાંથી બાળકોની ફૂટબોલ ટીમને બચાવનારા વિદેશી ડાઇવર્સ પણ જોડાયા છે. ફિનલેન્ડના ડાઇવર મિક્કો પાસીએ આ સ્થળને "ખુલ્લી સોનાની ખાણ" ગણાવીને તેને સમય સામેની લડાઈ કહી છે. મલેશિયા, જાપાન, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા અને થાઈલેન્ડના ડાઇવર્સ પણ મદદ માટે આવી રહ્યા છે. હવાની અછત અને ઝેરી ગેસનો નવો ખતરો સારી વાત એ છે કે ફસાયેલા લોકો ગુફામાં ઊંચી જગ્યાએ છે જ્યાં હવા મળી રહી છે અને ભૂખ સિવાય તેમની તબિયત ઠીક છે. અંદર ફસાયેલા વ્યક્તિએ કેમેરા પર કહ્યું, જો 2 દિવસ વધુ અહી ફસાયા રહીશું તો અમે મરી જઈશું. બહાર લાવવાના રસ્તે ઓક્સિજન ઓછો હોવાથી ટીમે સિલિન્ડર લઈ જવા પડશે. આ સિવાય હવે ગુફામાં ચામાચીડિયાના મળના કારણે હાઇડ્રોજન સલ્ફાઇડ નામનો ઝેરી ગેસ ફેલાઈ રહ્યો છે, જેના લીધે રેસ્ક્યુ ટીમના કેટલાક સભ્યો બેહોશ પણ થઈ ગયા છે. આ ઓપરેશન હવે અત્યંત જોખમી બની ગયું છે.આ પણ વાંચો-Ranveer Singh વિરુદ્ધ રચાયું ગંદું કાવતરું? શોભા ડેનો મોટો ખુલાસો
Click here to Read more