'100 તો ફક્ત એક નંબર છે, રૂપિયાને પડવા દો...' RBIને નાણા પંચના અધ્યક્ષની ચોંકાવનારી સલાહ
2 weeks ago
Finance Commission Chief Arvind Panagariya Advise RBI : મિડલ ઈસ્ટના ઇંધણ સંકટ અને વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલ વચ્ચે ભારતીય ચલણ 'રૂપિયા' (Rupee) ના મૂલ્યમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ડૉલર સામે રૂપિયો 100 ની ઐતિહાસિક સપાટી તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ભારતીય રિઝર્વ બેંક (RBI) ને દેશના 16મા નાણા પંચના અધ્યક્ષ અને જાણીતા અર્થશાસ્ત્રી અર્વિંદ પનગઢિયાએ એક ચોંકાવનારી સલાહ આપી છે.રૂપિયાને બચાવવાનો પ્રયાસ દેશ માટે નુકસાનકારકમિડલ ઈસ્ટમાં હોર્મુઝની ખાડી બંધ થવાના કારણે ઉભા થયેલા તેલ સંકટ વચ્ચે ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. આરબીઆઈ રૂપિયાને 100 ના મનોવૈજ્ઞાનિક સ્તરે પહોંચતો રોકવા માટે અબજો ડૉલર ખર્ચી રહી હોવાના અહેવાલો વચ્ચે દેશના નાણા પંચના અધ્યક્ષ અર્વિંદ પનગઢિયાએ સેન્ટ્રલ બેંકને આગ્રહ કર્યો છે કે તેઓ રૂપિયાને બચાવવાનો પ્રયાસ ન કરે.
Click here to Read more



