Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Philippines Earthquake : 2 કલાકમાં 138 આંચકા, ફિલિપાઈન્સમાં ભૂકંપ બાદ વેરાયો વિનાશ, 32 લોકોના મોત

    4 hours from now

    1

    0

    ફિલિપાઇન્સમાં સોમવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી છે જે આ વર્ષનો સૌથી શક્તિશાળી ભૂકંપ છે.આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાના અહેવાલ છે.ભૂકંપના કારણે અનેક ઓફિસો દુકાનો અને વ્યાવસાયિક ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે.પ્રચંડ આંચકા બાદ દરિયામાં સુનામીની લહેરો પણ ઉઠી હતી,જેના કારણે આસપાસના દેશોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રચંડ ભૂકંપબાદ દરિયામાં સુનામીની યુએસ જીઓલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા અનુસાર,ભારતીય સમય મુજબ સવારે 5:7 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મિંડાનાઓ દ્વીપ નજીક દરિયામાં માસીમ શહેરથી 32 કિલોમીટર દૂર અને 33 કિલોમીટરની ઊંડાઈએ હતું.ભૂકંપ બાદ દરિયામાં 1.4 મીટર ઊંચી સુનામીની લહેરો ત્રાટકી હતી. સાવચેતીના ભાગરૂપે ઇન્ડોનેશિયા,મલેશિયા અને જાપાને પણ દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરી હતી, જે બાદમાં પાછી ખેંચાઈ હતી.જનરલ સેન્ટોસ શહેરમાં સૌથી વધુ તબાહી 7 લાખથી વધુની વસ્તી ધરાવતા ફિલિપાઇન્સના બંદર શહેર જનરલ સેન્ટોસ (General Santos) માં ભૂકંપે ભારે વિનાશ વેર્યો છે. અહીં એક બે માળની શાળાની ઇમારત ધરાશાયી થવાના અહેવાલ છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ મલબા નીચે ફસાયા હોવાની આશંકાથી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરાઈ છે. સોમવારે જ વેકેશન બાદ દેશભરમાં શાળાઓ ખુલી હતી, જેમાં ધ્વજવંદન દરમિયાન ઇમારત ધ્રૂજતા 100થી વધુ બાળકો ઘાયલ થયા છે અને ઘણા બાળકો ગભરાટના માર્યા બેહોશ થઈ ગયા હતા. એકલા આ શહેરમાં જ 7 લોકોના મોત થયા છે અને7 લોકો ગુમ છે. 138થી વધુ આફ્ટરશોક્સ, રાષ્ટ્રપતિએ આપ્યા આદેશ ફિલિપાઇન્સની ભૂકંપ વિજ્ઞાન સંસ્થા (Phivolcs) ના જણાવ્યા અનુસાર,મુખ્ય ભૂકંપ બાદ બપોર સુધીમાં 138 આફ્ટરશોક્સ નોંધાયા છે,જેની તીવ્રતા 1.૩ થી 6.9 ની વચ્ચે રહી હતી. દક્ષિણ કોટાબેટો અને બાલુલ દ્વીપ જેવા વિસ્તારોમાં ભૂસ્ખલન અને મસ્જિદ તૂટી પડવાને કારણે અન્ય 9 લોકોના મોત થયા છે. દેશના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે તમામ રાહત એજન્સીઓને તાત્કાલિક અસરથી બચાવ કામગીરીમાં જોડાવા અને અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવા આદેશ આપ્યા છે. શા માટે ફિલિપાઇન્સમાં વારંવાર ભૂકંપ આવે છે? ફિલિપાઇન્સ,ઇન્ડોનેશિયા અને જાપાન જેવા દેશો પ્રશાંત મહાસાગરના 'રિંગ ઓફ ફાયર' (Ring of Fire) વિસ્તારમાં આવેલા છે. આ વિસ્તાર દુનિયાનો સૌથી સક્રિય ભૂકંપ પ્રભાવિત ઝોન ગણાય છે, જ્યાં ટેક્ટોનિક પ્લેટોની હલચલને કારણે અવારનવાર ધરતીકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ થતા રહે છે. અગાઉ ઓક્ટોબર2025માં પણ ફિલિપાઇન્સના સેબુ પ્રાંતમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 69 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પણ વાંચો - Earthquake Video : ફિલિપાઇન્સમાં ભયાનક ભૂકંપ, વીડિયો જોયા પછી તમારા રૂંવાટા ઉભા થઇ જશે
    Click here to Read more
    Prev Article
    US stock markets today (June 8, 2026): AI stocks rebound push Wall Street into recovery mode, oil prices retreat from overnight highs
    Next Article
    उज्ज्वला योजना में सब्सिडी वाले सिलेंडर की संख्या घटाई:₹642 में 9 की जगह सिर्फ 4 सिलेंडर मिलेंगे, इंटरनेशनल मार्केट में 46% तक महंगे LPG हुई

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment