ચોમાસું મહારાષ્ટ્ર સહિત 12 રાજ્યોમાં પહોંચ્યું:કેરળ-તમિલનાડુમાં ભારે વરસાદ, ચેન્નઈમાં પારો 40°C; MP-રાજસ્થાનમાં 50kmphની ઝડપે વાવાઝોડું ફૂંકાયું
13 hours ago
રવિવારે ચોમાસું વધુ ચાર રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ, આસામ અને અરુણાચલ પ્રદેશમાં પહોંચી ગયું. મહારાષ્ટ્રમાં ચોમાસું માત્ર દક્ષિણ કોંકણ સુધી જ આગળ વધ્યું. તેને કારણે 9 જૂન સુધી સિંધુદુર્ગ અને રત્નાગિરીમાં ભારે વરસાદ થઈ શકે છે. જોકે, આગામી સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદનું પ્રમાણ નબળું રહેવાનો અંદાજ છે. IMD અનુસાર, ચોમાસાને કારણે કેરળ, કર્ણાટક, ગોવા અને તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જોકે, તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં સતત 5મા દિવસે પારો 40°C નો આંકડો પાર કરી ગયો. દેશમાં ગુજરાત સિવાયના અન્ય તમામ રાજ્યોમાં પ્રી-મોન્સુન વરસાદ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિત નોર્થ ઈસ્ટના રાજ્યોમાં શનિવારે ભારે વરસાદ થયો. એમપીમાં ભોપાલ સહિત 4 જિલ્લાઓમાં 50kmphની ઝડપે વાવાઝોડું ફૂંકાયું. રાજસ્થાનના બીકાનેરમાં વરસાદ સાથે કરા પડ્યા. યુપીના મઉ અને ગાઝીપુરમાં પણ શનિવારે વરસાદ થયો. ચોમાસાનું એલર્ટ… ભારતમાં ત્રણ દિવસ મોડું પહોંચ્યા બાદ ચોમાસાએ ગતિ પકડી લીધી છે. શનિવારે ચોમાસાએ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ અને મણિપુરમાં પ્રવેશ કર્યો. આ પહેલા તે શુક્રવારે કર્ણાટક, તમિલનાડુ અને ગોવામાં પહોંચ્યું હતું. દેશમાં ચોમાસું 4 જૂને કેરળ પહોંચ્યું હતું. IMD મુજબ આગામી ત્રણ દિવસમાં ચોમાસું પૂર્વોત્તરના તમામ રાજ્યો અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો સુધી પહોંચી શકે છે. આગામી 10 દિવસમાં તે બિહાર, ઝારખંડ અને ઓડિશા પહોંચવાની સંભાવના છે. સ્કાયમેટ વેધરના નિષ્ણાત જીપી શર્માના મતે એમપી, છત્તીસગઢ, ઓડિશા અને બંગાળમાં ચોમાસાની ગતિ હાલ ધીમી રહી શકે છે, કારણ કે તેને આગળ વધારવા માટે બંગાળની ખાડીમાં કોઈ મજબૂત હવામાન સિસ્ટમ સક્રિય નથી. પ્રશાંત મહાસાગરનું તાપમાન વધ્યું, આ અલ નીનોની શરૂઆત યુરોપિયન હવામાન એજન્સી અનુસાર, પ્રશાંત મહાસાગરમાં અલ નીનો બનવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તાજા આંકડાઓમાં સમુદ્રનું તાપમાન તે સ્તરથી ઉપર પહોંચી ગયું છે, જેને અલ નીનોની શરૂઆત માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે અલ નીનોના કારણે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં 3°C સુધી વધી શકે છે. જો આ અનુમાન સાચું સાબિત થાય છે, તો આ વર્ષનો અલ નીનો વિશ્વભરમાં તાપમાનમાં ઘણો વધારો કરશે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ વખતે અલ નીનો 2015-16 અને 1997-98ના રેકોર્ડ કરતાં પણ વધુ શક્તિશાળી હોઈ શકે છે. છેલ્લી બે વાર નીનો 3.4 ઇન્ડેક્સમાં પારો સરેરાશ કરતાં 2.3°C ઉપર ગયો હતો. કેટલાક અનુમાનો તાપમાનમાં 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો દર્શાવી રહ્યા છે, જેને મોટી ચેતવણી માનવામાં આવી રહી છે. રાજ્યોમાંથી હવામાનની તસવીરો… આગામી બે દિવસના હવામાનની સ્થિતિ 8 જૂન: 9 જૂન:
Click here to Read more
