Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Xi Jinping: 7 વર્ષ પછી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉત્તર કોરિયાના પ્રવાસે, અમેરિકા ચિંતામાં

    4 hours from now

    1

    0

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આશરે સાત વર્ષના લાંબા ગાળા બાદ ઉત્તર કોરિયાની ધરતી પર કદમ મૂકવા જઈ રહ્યા છે. આ માત્ર એક ઔપચારિક મુલાકાત નથી, પરંતુ એશિયાની બદલાતી જીઓપોલિટિક્સ (ભૂ-રાજનીતિ), રશિયા-ચીન-ઉત્તર કોરિયાની નવી ધરી અને અમેરિકા સામે બની રહેલા વ્યૂહાત્મક સમીકરણોનો મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે. મહામારી બાદ વિદેશ પ્રવાસો અંગે ખૂબ જ સતર્ક રહેતા શી જિનપિંગની વર્ષ 2026ની આ પ્રથમ વિદેશ યાત્રા હશે.રશિયા -ચીન વચ્ચે સંતુલન રાખવાનો કિમનો પ્રયાસતાજેતરના વર્ષોમાં કિમ જોંગ ઉને રશિયા સાથે પોતાના સંબંધોને ખૂબ મજબૂત કર્યા છે. યુક્રેન યુદ્ધ દરમિયાન મોસ્કોને હથિયારો અને સૈનિકો મોકલવાના આરોપો વચ્ચે રશિયા-ઉત્તર કોરિયાની નિકટતા વધી છે. પરંતુ ઉત્તર કોરિયા સારી રીતે જાણે છે કે માત્ર સૈન્ય સહયોગથી દેશની આર્થિક કટોકટી હલ થઈ શકે નહીં. આ જ કારણે કિમ જોંગ ફરી એકવાર ચીન તરફ જોઈ રહ્યા છે, જે લાંબા સમયથી ઉત્તર કોરિયાની સૌથી મોટી આર્થિક લાઈફલાઈન રહ્યું છે. નિષ્ણાતોના મતે, કિમ આ બેઠક દ્વારા દુનિયાને બતાવવા માંગે છે કે તેમનો દેશ માત્ર રશિયા પર નિર્ભર નથી. તેમને રશિયા પાસેથી સૈન્ય ટેકનોલોજી અને ચીન પાસેથી આર્થિક મદદ મળી શકે છે. આર્થિક મુદ્દાઓ અને પરમાણુ નીતિ પર પરિવર્તનઆ ઐતિહાસિક બેઠકમાં બંને દેશો વચ્ચે પ્રવાસન અને સરહદી આર્થિક પ્રોજેક્ટ્સ પર ચર્ચા થઈ શકે છે. સૌથી મોટો અને ચોંકાવનારો બદલાવ ચીનના વલણમાં જોવા મળ્યો છે. તાજેતરમાં ચીની વિદેશ મંત્રી વાંગ યીના પ્યોંગયાંગ પ્રવાસ દરમિયાન જારી કરાયેલા નિવેદનમાં 'ડીન્યુક્લિયરાઇઝેશન' (પરમાણુ મુક્ત કરવા) શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. જો શી જિનપિંગના પ્રવાસ બાદ પણ આ શબ્દનો ઉપયોગ નહીં થાય, તો તેનો અર્થ એ થશે કે ચીને વ્યવહારિક રીતે ઉત્તર કોરિયાને પરમાણુ સત્તા તરીકે સ્વીકારી લીધું છે.અમેરિકા માટે મોટો પડકારઅમેરિકા સાથેના સંબંધો સુધારવાની કે વાટાઘાટો કરવાની કોઈપણ કોશિશમાં ચીનનું સમર્થન ઉત્તર કોરિયાને વધારાની સુરક્ષા અને આત્મવિશ્વાસ આપે છે. બીજી તરફ, ચીન પણ નથી ઈચ્છતું કે તેનો આ પરંપરાગત સાથી સંપૂર્ણપણે રશિયાના પ્રભાવ હેઠળ જતો રહે. આ પ્રવાસથી સાબિત થાય છે કે ચીનની સંમતિ વિના કોરિયન દ્વીપકલ્પની સુરક્ષા વ્યવસ્થાને નવું સ્વરૂપ આપવું અમેરિકા માટે સરળ નહીં હોય.આ પણ વાંચો:North Korea:કિમ જોંગ ઉનની બહેને અમેરિકાને આપી ધમકી,પોતાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કરીને પડકાર ફેંક્યો
    Click here to Read more
    Prev Article
    तीन दोस्तों के घर चले पीएम मोदी, दो तो हैं चीन के दुश्मन, होने वाली है कौन सी बड़ी डील?
    Next Article
    Flop movie : 900 કરોડની બ્લોકબસ્ટર ફિલ્મનો વિલન, આજે 1 કરોડની કમાણી માટે પણ ફાંફા મારી રહ્યો છે!

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment