Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અમેરિકાએ હોર્મુઝમાં ઈરાની ડ્રોન તોડી પાડ્યા; ચાઈનીઝ કેમેરાથી ભારત પર નજર રાખશે નેપાળ; 4 દિવસમાં 12 રાજ્યોમાં પહોંચ્યું ચોમાસું

    2 hours ago

    1

    0

    નમસ્તે, અમેરિકાએ હોર્મુઝમાં બે ઈરાની ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો છે. બીજી તરફ, ચોમાસું 4 દિવસમાં 12 રાજ્યોમાં પહોંચી ગયું છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ ચાઈનીઝ કેમેરાથી ભારત પર નજર રાખી રહેલા નેપાળના સમાચાર જણાવીશું... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દિલ્હીમાં બપોરે 12 વાગ્યે INDIA ગઠબંધનની બેઠક મળશે. 2. 16 જૂને યોજાનારી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની આજે છેલ્લી તારીખ. 📰 કાલના મોટા સમાચારો 1. અમેરિકાએ હોર્મુઝમાં બે ઈરાની ડ્રોન તોડી પાડ્યા:ઈરાનનો આરોપ- અમેરિકાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું; ઇઝરાયલ પર આતંકી હુમલામાં એકનું મોત અમેરિકી સેનાએ દાવો કર્યો છે કે તેણે આજે હોર્મુઝમાં બે ઈરાની ડ્રોન તોડી પાડ્યા છે. સેનાનું કહેવું છે કે આ ડ્રોન ત્યાંથી પસાર થતા જહાજો માટે ખતરો બની રહ્યા હતા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર, મિડલ ઈસ્ટમાં તૈનાત અમેરિકી સૈનિકોએ શનિવારે આ કાર્યવાહી કરી. સેનાએ કહ્યું કે તે વિસ્તારમાં કોઈપણ પ્રકારના ખતરાનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઈરાનના વિદેશ મંત્રાલયે શનિવારે અમેરિકા પર યુદ્ધવિરામ તોડવાનો આરોપ લગાવ્યો. ઈરાની વિદેશ મંત્રાલયનું કહેવું છે કે અમેરિકા તણાવ ઓછો કરવાને બદલે પોતાની સૈન્ય કાર્યવાહીથી સમગ્ર ક્ષેત્રની સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. પગાર 6 હજાર...મિલકત કરોડોની!:4 આલીશાન મકાન, 13 પ્લોટ, પત્નીનાં લોકરમાં 2 કરોડ રોકડા; ભુવનેશ્વરમાં એન્જિનિયરના ઘરેથી નોટો ભરેલી 5 બેગ જપ્ત માત્ર 6 હજાર રૂપિયાના માસિક પગાર પર સરકારી નોકરી શરૂ કરનાર ઓડિશાના બૈકુંઠ નાથ બેહેરાની કરોડોની સંપત્તિનો ખુલાસો થયો છે. બૈકુંઠ નાથ કંધમાલ જિલ્લાના બલિગુડા સ્થિત એકીકૃત આદિજાતિ વિકાસ એજન્સી (ITDA) ના આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે. ઓડિશા વિજિલન્સને બેહેરા પાસે આવક કરતાં વધુ સંપત્તિ હોવાની ફરિયાદ મળી હતી. આ પછી, ભુવનેશ્વરના વિશેષ ન્યાયાધીશ (વિજિલન્સ) ના સર્ચ વોરંટના આધારે વિજિલન્સે શુક્રવારે ભુવનેશ્વર, જાજપુર, બારીપદા અને કંધમાલ જિલ્લાના કુલ 9 સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા. આ દરમિયાન 5 બહુમાળી ઇમારતો, 13 પ્લોટ, સોનાના દાગીના અને બેંક લોકરમાંથી આશરે 2.4 કરોડ રોકડ જપ્ત કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ચોમાસું મહારાષ્ટ્ર સહિત 12 રાજ્યોમાં પહોંચ્યું:કેરળ-તમિલનાડુમાં ભારે વરસાદ, ચેન્નઈમાં પારો 40°C; MP-રાજસ્થાનમાં 50kmphની ઝડપે વાવાઝોડું ફૂંકાયું રવિવારે ચોમાસું વધુ ચાર રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ, આસામ અને અરુણાચલ પ્રદેશમાં પહોંચી ગયું. મહારાષ્ટ્રમાં ચોમાસું માત્ર દક્ષિણ કોંકણ સુધી જ આગળ વધ્યું. તેને કારણે 9 જૂન સુધી સિંધુદુર્ગ અને રત્નાગિરીમાં ભારે વરસાદ થઈ શકે છે. જોકે, આગામી સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદનું પ્રમાણ નબળું રહેવાનો અંદાજ છે. IMD અનુસાર, ચોમાસાને કારણે કેરળ, કર્ણાટક, ગોવા અને તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જોકે, તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં સતત 5મા દિવસે પારો 40°C નો આંકડો પાર કરી ગયો. દેશમાં ગુજરાત સિવાયના અન્ય તમામ રાજ્યોમાં પ્રી-મોન્સુન વરસાદ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિત નોર્થ ઈસ્ટના રાજ્યોમાં શનિવારે ભારે વરસાદ થયો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. અયોધ્યા રામ મંદિરમાંથી 7 કરોડની ચોરીનો દાવો:અખિલેશે કહ્યું- સરકારનું મૌન શંકાસ્પદ, પૂર્વ મંત્રી બોલ્યા- ચંપત રાય સામે આવે અને કહે આરોપો ખોટા છે સપા અધ્યક્ષ અખિલેશ યાદવનો આરોપ છે કે અયોધ્યા રામ મંદિરમાં આવેલા ચઢાવામાં કરોડો રૂપિયાની ચોરી કરવામાં આવી છે. તેમણે રવિવારે બપોરે X પોસ્ટ લખીને કહ્યું કે, સરકારનું મૌન શંકાસ્પદ છે. કોર્ટે પોતે આ મામલાની નોંધ લેવી જોઈએ. અયોધ્યામાં સપાના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી રહી ચૂકેલા પવન પાંડેયએ દાવો કર્યો કે 5 થી સાડા 7 કરોડ સુધીની ચોરી કરવામાં આવી છે. જો ચોરી નથી થઈ તો ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય સામે આવે અને પ્રભુ શ્રીરામના સોગંદ ખાઈને કહે કે આરોપો ખોટા છે. જો વાત સાચી છે તો FIR કરાવે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. વૈભવ સાથે ઇંગ્લેન્ડ-આયર્લેન્ડ જશે તેના માતા-પિતા:BCCIએ વિશેષ પરવાનગી આપી, સૌથી ઓછી ઉંમરે ડેબ્યૂનો રેકોર્ડ બનાવી શકે છે ભારતીય ક્રિકેટ ટીમના આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસે યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીના માતા-પિતા પણ સાથે હશે. સૂર્યવંશી પહેલીવાર ભારતીય ટીમમાં પસંદ થયા છે. BCCIએ વૈભવના માતા-પિતાને ટીમ સાથે પ્રવાસ કરવા જણાવ્યું છે. બોર્ડનું કહેવું છે કે તેનાથી વૈભવ સિનિયર ટીમના માહોલમાં સરળતાથી ભળી શકશે. વૈભવ પહેલીવાર કોઈ સિનિયર નેશનલ ટીમનો ભાગ બનવા જઈ રહ્યા છે. તે ભારત માટે સૌથી ઓછી ઉંમરે ડેબ્યૂ કરનાર ખેલાડી પણ બની શકે છે. પુરુષ ખેલાડીઓમાં આ રેકોર્ડ હાલમાં સચિન તેંડુલકરના નામે છે, જેમણે 16 વર્ષ અને 207 દિવસની ઉંમરે પાકિસ્તાન સામે ડેબ્યૂ કર્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ખરા 'કલાકાર' નીકળ્યા, વિસનગરમાં સલમાનની ફિલ્મ જેવો સીન:ST બસ સ્ટેન્ડના નામ પર ગ્રીન નેટ ઢાંકી 'જય માતાજી પ્રસાદ ભંડાર' ખોલ્યું, ડેપો મેનેજરો ઇન્ચાર્જની ગેમમાં વ્યસ્ત સલમાન ખાનની ફિલ્મ જેવો એક સીન મહેસાણાના વિસનગરમાં સર્જાયો છે, જ્યાં કેટલાક શખ્સોએ ST બસ સ્ટેન્ડના બોર્ડ પર ગ્રીન નેટ ઢાંકીને ‘જય માતાજી પ્રસાદ ભંડાર’ અને પાન પાર્લર શરૂ કરી દીધુ છે. આશ્ચર્યની વાત એ છે કે, આ આખી ઘટના વિશે ડેપો મેનેજરને ભાસ્કરે સવાલ કરતાં ડેપો મેનેજરો ઇન્ચાર્જ...ઇન્ચાર્જની ગેમમાં વ્યસ્ત રહ્યા હતાં. વિસનગર તાલુકાના કડા ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મુસાફરો અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે બનાવવામાં આવેલું એસ.ટી. બસ સ્ટેન્ડમાં ગેરકાયદેસર કબજો જોવા મળ્યો છે. કડા ગામે આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધેશ્વરી માતાના મંદિરે દર્શનાર્થે આવતા હજારો ભક્તો અને સ્થાનિક મુસાફરોની સગવડને ધ્યાનમાં રાખીને આ બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ તે એક ખાનગી દુકાનમાં ફેરવાઈ ગયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. પુરુષોત્તમ પીપળીયા 'ચિઠ્ઠી' લઈ બાગેશ્વરના દરબારમાં પહોંચે તે પહેલા અટકાયત:બાબાએ કથામાં કહ્યું- બીજીવાર રાજકોટ આવીશ ત્યારે બે વાર દરબાર લગાવીશ રાજકોટના રેસકોર્સમાં ચાલી રહેલા બાબા બાગેશ્વરની હનુમાન કથાનો આજે ત્રીજો દિવસ છે. કાર્યક્રમ શરૂ થાય તે પહેલા શરૂ થયેલો વિવાદ આજે કથાના અંતિમ દિવસે પણ યથા્વત છે. ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો આક્ષેપ કરનાર પુરુષોત્તમ પીપળીયાએ આજે બાબા બાગેશ્વરના દરબારમાં જવાની જાહેરાત કરી હતી. જોકે, પીપળીયા તેના ઘરેથી નીકળી કાર્યક્રમ સ્થળ પર પહોંચે તે પહેલા જ ઘરની બહાર પહેલાથી તહેનાત પોલીસ જવાનોએ તેની અટકાયત કરી બોલેરોમાં બેસાડી દીધા હતા. પરસોતમ પીપળીયા એ જણાવ્યું કે પોલીસ દ્વારા મને ઘરમાં રહેવાનું કહેવામાં આવે છે અથવા તો અટકાયત કરવાનું કહેવામાં આવે છે. પરંતુ બંધારણીય રીતે મને અધિકાર મળ્યો છે કે, કોઈપણ અંધશ્રદ્ધા ફેલાવતું હોય તો તેનો પર્દાફાશ થવો જોઈએ. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : કોકરોચ શું કરી શકે છે સરકારે જોઈ લીધું:દિલ્હીમાં પ્રદર્શન બાદ પોતાના ઘરે પહોંચ્યા અભિજીત દીપકે, કહ્યું- વાત હજુ અહીં પૂરી થઈ નથી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકા છોડો, હવે ટ્રમ્પ ભારતના પ્રવાસે:સિંહ-ઊંટની સવારી કરી, સાંકડી ગલીઓમાં બાઈક પર ધૂમ મચાવી; ટ્રમ્પે શેર કરેલો AI વીડિયો વાયરલ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : બંગાળમાં TMC નેતાઓ પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો:એકનું માથું મુંડાવ્યું, ચંપલનો હાર પહેરાવી ગામમાં ફેરવ્યા; બીજા પોલીસથી બચવા સાડીઓમાં છુપાયા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અમેરિકામાં નકલી પિત્ઝા ઓર્ડરના બહાને ભારતીય યુવકની હત્યા:તેલંગાણાનો અંશુલ ડિલિવરી આપવા પહોંચ્યો હતો; પરિવારનો આરોપ- ષડયંત્ર રચીને ગોળી મારી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ગૌતમ અદાણી એક મહિના પછી ફરી એશિયામાં સૌથી અમીર:અમેરિકી કોર્ટમાંથી ક્લીનચીટ મળ્યા પછી સંપત્તિ $10 બિલિયન વધી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : વૈભવ સૂર્યવંશીએ કહ્યું- હું વર્લ્ડ ક્રિકેટને ડોમિનેટ કરીશ:મને રેડ બોલ રમવો ગમે છે, કોહલીએ મારા ખભા પર હાથ મૂક્યો ત્યારે મને સપના જેવું લાગ્યું હતું વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 11 જૂને પરમા એકાદશી:3 વર્ષે આવતી અગિયારસ પર બે શુભ યોગ, જાણો પૂજા-વિધિ અને મહત્ત્વ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ યુટ્યુબરે વીડિયોમાં ઘરેણાં બતાવ્યા, ઘરેથી થઈ ચોરી મધ્યપ્રદેશના શિવપુરીમાં યુટ્યુબર રચના ગુર્જરના ઘરેથી ચોરોએ લગભગ ₹7 થી ₹8 લાખનો સામાન ચોરી લીધો. ચોરો રોકડ અને સોના-ચાંદીના ઘરેણાં લઈ ગયા. રચના યુટ્યુબમાં પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ, મોંઘા ઘરેણાં અને આલીશાન ઘર સંબંધિત વીડિયો શેર કરે છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સન્ડે બિગ સ્ટોરી : એકધારો 4-5 ઇંચ વરસાદ અને પછી બ્રેક!: ગુજરાતના ચોમાસામાં વિઘ્ન નાખશે અલનીનો, સાયલા જેવી ડસ્ટ ડેવિલની ઘટનાઓ ક્યા જિલ્લામાં થઇ શકે? 2. ખાખી કવર : સંપત્તિ માટે પ્લેગની સોય ખૂંચાડીને ભાઇને મારી નાખ્યો: મુંબઈથી પ્લેગના જંતુઓ ચોર્યા, આંદામાનમાં કાળા પાણીની સજા પછી હત્યારો પાગલ થઇ ગયો 3. આજનું એક્સપ્લેનર: અન્નામલાઈ તે કરવા માંગતા હતા, જે વિજય થલાપતિએ કર્યું; ભાજપ છોડવાનું સાચું કારણ શું, હવે કયું આંદોલન શરૂ કરી રહ્યા છે? 4. ભાસ્કર એનાલિસિસ : પહેલાં પાનેલીના હર્ષદ મહેતા, હવે રાજકોટના રાજેશ મહેતા: 15 લાખ કરોડના કૌભાંડમાં LICના પૈસા ડૂબી શકે; સેબીના 7 આરોપ ને 'હવાઈ કમાણી'ની સ્ટોરી 5. DB REELS: 'ભાવતાલ કરવાની મજા જ અલગ છે': 'દાળ-ભાત અને ઘી વિના જિંદગી અધૂરી'; આર્કિટેક્ટમાંથી એક્ટર બનેલા 'દબંગ' સોનાલી લેલે દેસાઈ સાથે રમુજી ગપસપ 6. જંતર-મંતર પર ‘હું પણ અન્ના’ની જગ્યાએ ‘હું છું કોકરોચ’: 5 કલાકનો વિરોધ, અપેક્ષા કરતાં ઓછી ભીડ; કોકરોચ જનતા પાર્ટીને શું મળ્યું 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: મેષ, ધન અને મીન રાશિને અણધાર્યા લાભ થવાના સંકેત, કર્ક જાતકોની સમાજમાં પ્રતિષ્ઠા વધશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read more
    Prev Article
    उत्तर कोरिया ने दिखाई नई न्यूक्लियर फैक्ट्री, जंगी तैयारी से बढ़ी दुनिया की धड़कनें!
    Next Article
    मानसून 4 दिन में 12 राज्यों में पहुंचा:MP-यूपी में बारिश, राजस्थाम में ओले गिरे; खंडवा में आंधी से ऑटो पलटा

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment