ચંદીગઢ ટેસ્ટઃ અફઘાનિસ્તાન સામે ભારત 500 રન પાર:સુંદર-સુથારમાં ફિફ્ટીની પાર્ટનરશિપ, પંત-ગિલ આઉટ; સલીમ 4 વિકેટ લીધી
8 hours ago
ભારતે અફઘાનિસ્તાન સામે ચંદીગઢ ટેસ્ટમાં મજબૂત શરૂઆત કરી છે. તેણે પ્રથમ ઇનિંગ્સમાં 6 વિકેટે 505 રન બનાવ્યા છે. વોશિંગ્ટન સુંદર 27 અને માનવ સુથાર 26 રન બનાવીને અણનમ છે. બંનેએ અડધી સદીની ભાગીદારી કરી લીધી છે. રવિવારે મેચનો બીજો દિવસ છે. લંચ પહેલા પંત 81 રન બનાવીને આઉટ થયો. તેને હશમતુલ્લાહ શાહિદીએ અઝમતુલ્લાહ ઉમરઝાઈના હાથે કેચ કરાવ્યો. મોહમ્મદ સલીમે ધ્રુવ જુરેલ (19 રન) અને કેપ્ટન શુભમન ગિલ (126 રન) ને આઉટ કર્યા. સલીમ 4 વિકેટ લઈ ચૂક્યો છે. ભારતે 368/3 ના સ્કોરથી દિવસની શરૂઆત કરી. મેચ સ્કોરબોર્ડ મેચની પળેપળની અપડેટ્સ જાણવા માટે નીચે બ્લોગ વાંચો…
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
