Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Donald Trumpના AI સલાહકારે માત્ર 18 મહિના પછી પોતાના પદ પરથી કેમ આપ્યુ રાજીનામું, જાણો શુ છે કારણ?

    4 hours from now

    1

    0

    ટ્રમ્પ વહીવટમાં AI નીતિ સલાહકાર તરીકે સેવા આપનારા કૃષ્ણને 18 મહિના સુધી અનેક મહત્વપૂર્ણ AI પ્રોજેક્ટ્સ પર કામ કર્યુ હતુ. સોશિયલ મીડિયા પોસ્ટથી હલચલ ભારતીય મૂળના ટેકનોલોજી નિષ્ણાત શ્રીરામ કૃષ્ણને જાહેરાત કરી છે કે, તેઓ જૂન 2026ના અંતમાં વ્હાઇટ હાઉસમાં તેમના પદ પરથી રાજીનામું આપશે. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના AI નીતિ સલાહકાર તરીકે સેવા આપી હતી. લગભગ 18 મહિના સુધી આ ભૂમિકામાં રહ્યા પછી, તેમણે પોતાનું પદ છોડવાનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, શ્રીરામ કૃષ્ણને કહ્યું કે, વ્હાઇટ હાઉસમાં કામ કરવું તેમના માટે સન્માનની વાત છે. પરંતુ હવે તેઓ પોતાનું પદ છોડી રહ્યા છે. શ્રીરામ કૃષ્ણને ટ્રમ્પની કરી પ્રશંસા તેમણે પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરી હતી. કૃષ્ણને કહ્યું કે, આજે અમેરિકા વૈશ્વિક AI રેસમાં મોખરે છે. અને આનો મોટો શ્રેય ટ્રમ્પના નેતૃત્વને જાય છે. તેમના મતે, ટ્રમ્પના નેતૃત્વ વિના, અમેરિકા AI ક્ષેત્રમાં આટલું મજબૂત સ્થાન ધરાવતું ન હોત. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, 18 મહિનામાં, તેમણે ઘણી મહત્વપૂર્ણ AI યોજનાઓ અને નીતિઓ પર કામ કર્યું છે. આમાં અમેરિકન AI એક્શન પ્લાન, અમેરિકાની AI ક્ષમતા વધારવા માટે ભાગીદારી કાર્યક્રમ અને રાષ્ટ્રીય AI નીતિ માળખું સામેલ છે. કોણ છે શ્રીરામ કૃષ્ણન ? શ્રીરામ કૃષ્ણનનો જન્મ ભારતમાં થયો હતો અને તેઓ ચેન્નાઈના વતની છે. તેમણે ચેન્નાઈની SRM એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે માઇક્રોસોફ્ટ, ફેસબુક, ટ્વિટર અને સ્નેપ સહિત અનેક મોટી ટેક કંપનીઓમાં કામ કર્યું. બાદમાં તેઓ પ્રખ્યાત રોકાણ કંપની એન્ડ્રીસન હોરોવિટ્ઝમાં જોડાયા અને પોતાને ટેકનોલોજી રોકાણકાર તરીકે સ્થાપિત કર્યા. તેઓ એલોન મસ્કના નજીકના સલાહકાર પણ રહ્યા છે અને ટ્વિટરની ખરીદી દરમિયાન મસ્કને સલાહ આપતી ટીમનો ભાગ હતા. 20 જાન્યુઆરી, 2025 ના રોજ, ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆત સાથે, શ્રીરામ કૃષ્ણને વ્હાઇટ હાઉસમાં AI નીતિ સલાહકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. અગાઉ, 2024 માં, તેમને AI પર વરિષ્ઠ વ્હાઇટ હાઉસ નીતિ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પણ વાંચોઃ ફિલાડેલ્ફિયામાં તેલંગાણાના યુવક અંશુલ કુંચાની ગોળી મારી કરાઇ હત્યા
    Click here to Read more
    Prev Article
    Peddi: Janhvi`s makeup artist confirms she objected to controversial shots
    Next Article
    गोंडा के किसान कुशल पाल तिवारी एक खेत में लगाए हैं चुकंदर, गन्ना व भिंडी, बहुफसली से हो रही कमाई

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment