Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Aamir Khanના દીકરા જુનૈદની બીજી ફિલ્મ એક દિન ફ્લોપ, 20 કરોડ ડૂબ્યા!

    3 weeks ago

    1

    0

    જુનૈદ ખાન અને સાઈ પલ્લવીની ફિલ્મ એક દિન થિયેટરોમાંથી માત્ર 2 અઠવાડિયામાં જ હટી ગઈ છે. આ ફિલ્મનું નિર્દેશન સુનીલ પાંડેએ કર્યું હતું. ફિલ્મને નેગેટિવ રિવ્યુ મળ્યા હતા અને બોક્સ ઓફિસ પર પણ ખાસ કમાણી કરી શકી નથી. ફિલ્મ ફ્લોપ સાબિત થઈ છે. એક દિનનું લાઈફટાઈમ કલેક્શન કોઈમોઈના અહેવાલ મુજબ, ફિલ્મે 1.15 કરોડનું ઓપનિંગ કર્યું હતું. આ જુનૈદની થિયેટ્રિકલ ડેબ્યુ ફિલ્મ લવયાપા (1.25 કરોડ) ની કમાણી કરતા પણ ઓછું હતું. ફિલ્મના લાઈફટાઈમ કલેક્શનની વાત કરીએ તો માત્ર 4.30 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. જ્યારે ફિલ્મે ગ્રોસ 5.07 કરોડની કમાણી કરી છે. ફિલ્મે પહેલા અઠવાડિયામાં 4 કરોડ અને બીજા અઠવાડિયામાં 30 લાખની કમાણી કરી હતી. બજેટના માત્ર 17 ટકા જ રિકવર કરી શકી ફિલ્મ એક દિન 25 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી. પરંતુ ફિલ્મ બજેટના માત્ર 17 ટકા જ વસૂલ કરી શકી છે. આ ફિલ્મ આમિર ખાને પ્રોડ્યુસ કરી હતી. આમિર ખાનને 20.7 કરોડનું નુકસાન થયું છે. બીજી તરફ જુનૈદની ફિલ્મ લવયાપાની વાત કરીએ તો, આ ફિલ્મે 7.69 કરોડનું લાઈફટાઈમ કલેક્શન કર્યું હતું. જુનૈદની બે ફિલ્મો થિયેટરમાં રિલીઝ થઈ, પરંતુ બંને ફ્લોપ રહી. લવયાપામાં જુનૈદની સામે એક્ટ્રેસ ખુશી કપૂર જોવા મળી હતી.રામાયણમાં માતા સીતાના રોલમાં જોવા મળશે સાઈ પલ્લવીઆ ફિલ્મને આમિર ખાનની સાથે મન્સૂર ખાન અને અપર્ણા પુરોહિતે પ્રોડ્યુસ કરી છે. સુનીલ પાંડે ફિલ્મના ડાયરેક્ટર છે. આ ફિલ્મમાં જુનૈદ ખાન અને સાઈ પલ્લવી ઉપરાંત કુણાલ કપૂર, કવીન દવે, રેશ્મા શેટ્ટી જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. ફિલ્મ 1 મેના રોજ રિલીઝ થઈ હતી. આ સાઈ પલ્લવીની બોલીવુડ ડેબ્યુ ફિલ્મ હતી. જોકે, સાઈને બોલીવુડ ફિલ્મમાં એવો પ્રેમ મળ્યો નથી જેવો તેને સાઉથની ફિલ્મોમાં મળે છે. હવે તે મોટા બજેટની ફિલ્મ 'રામાયણ' માં જોવા મળશે. આ ફિલ્મમાં તે માતા સીતાના રોલમાં છે, જ્યારે રણબીર કપૂર ભગવાન રામના રોલમાં છે.આ પણ વાંચો- 36 વર્ષથી અકબંધ છે સદાબહાર એક્ટ્રેસ રેખાનું આ રહસ્ય! પતિ મુકેશ અગ્રવાલના અવસાન પછી પણ કેમ લગાવે છે સિંદૂર?
    Click here to Read more
    Prev Article
    DMRC to run additional train trips to encourage shift to public transport
    Next Article
    PBKS Vs RCB Live : PBKSએ RCB સામે જીત્યો ટોસ, બેટિંગ કરવાનો લીધો નિર્ણય

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment