Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Business News : ICICI બેન્કે 5 દિવસમાં જ રોકાણકારોને કરાવી 56,000 કરોડની કમાણી, જાણો અન્ય ટોપ 9 કંપનીઓની સ્થિતિ

    3 hours from now

    1

    0

    ગયા સપ્તાહે શેરબજારના રોકાણકારો માટે ખૂબ જ સકારાત્મક સાબિત થયું. સેન્સેક્સની ટોપ-10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 8 કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂમાં લગભગ ₹1.90 લાખ કરોડનો વધારો નોંધાયો. સૌથી વધુ લાભ ખાનગી ક્ષેત્રની ICICI બેન્કને થયો, જેના રોકાણકારોએ માત્ર પાંચ ટ્રેડિંગ દિવસોમાં ₹56,000 કરોડથી વધુની સંપત્તિમાં વધારો થયો. સપ્તાહ દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના 30 શેરો ધરાવતો સેન્સેક્સ 1,285 અંક વધ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી 256 અંકની તેજી સાથે બંધ રહ્યો હતો.ICICI બેન્ક રહી સૌથી આગળગયા સપ્તાહ દરમિયાન ICICI બેન્કના શેરોમાં જોરદાર તેજી જોવા મળી. બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને ₹9.61 લાખ કરોડ પર પહોંચી ગયું. પરિણામે રોકાણકારોની સંપત્તિમાં અંદાજે ₹56,223 કરોડનો વધારો થયો. બીજી તરફ HDFC બેન્કનું માર્કેટ કેપ વધીને ₹11.89 લાખ કરોડ થયું, જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં ₹38,571 કરોડનો વધારો થયો. સરકારી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક SBIનું માર્કેટ કેપ ₹36,138 કરોડ વધીને ₹9.39 લાખ કરોડ થયું. બેન્કિંગ ક્ષેત્રે સમગ્ર સપ્તાહ દરમિયાન મજબૂત પ્રદર્શન કર્યું.અન્ય કંપનીઓમાં પણ તેજીBajaj Financeનું માર્કેટ કેપ ₹18,366 કરોડ વધીને ₹5.72 લાખ કરોડ થયું.Bharti Airtelની માર્કેટ વેલ્યૂ ₹14,380 કરોડ વધીને ₹11.10 લાખ કરોડ પર પહોંચી.Larsen & Toubro (L&T)નું માર્કેટ કેપ ₹13,241 કરોડ વધીને ₹5.57 લાખ કરોડ થયું.FMCG ક્ષેત્રની Hindustan Unilever (HUL)ની માર્કેટ વેલ્યૂમાં ₹10,984 કરોડનો વધારો થયો અને તે ₹5.09 લાખ કરોડ પર પહોંચી.Reliance Industriesનું માર્કેટકેપ ₹2,097 કરોડ વધીને ₹17.49 લાખ કરોડ થયું.TCS અને LICને ઝટકોજ્યાં 8 કંપનીઓના રોકાણકારોએ જબરદસ્ત કમાણી કરી, ત્યાં બે કંપનીઓના રોકાણકારોને નુકસાન પણ થયું. ટાટા ગ્રુપની IT કંપની TCSનું માર્કેટ કેપ ₹13,296 કરોડ ઘટીને ₹7.82 લાખ કરોડ પર આવી ગયું. ઉપરાંત LICના માર્કેટ કેપમાં ₹822 કરોડનો ઘટાડો નોંધાયો અને તે ₹5.05 લાખ કરોડ પર આવી ગયું. માર્કેટ વેલ્યૂના આધારે દેશની સૌથી મૂલ્યવાન કંપની તરીકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું પ્રભુત્વ યથાવત રહ્યું.આ પણ વાંચો : Petrol Diesel Price Today: શું પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા? જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.
    Click here to Read more
    Prev Article
    'They start looking for your successor': Rohit Sharma faces blunt warning
    Next Article
    Modhera Sun Temple: ગુજરાતનું પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર, પ્રાચીન સ્થાપત્ય કલાનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment