Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    America ની મસ્જિદમાં અંધાધૂંધ ફાયરિંગ, 3 લોકોની હત્યા બાદ હુમલાખોરોએ પણ પોતાને મારી ગોળી!

    3 weeks ago

    1

    0

    અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ડિએગો શહેરમાંથી એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. અહીંના એક સ્થાનિક ઇસ્લામિક સેન્ટર (મસ્જિદ) માં બે હુમલાખોરોએ ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ભયાનક હિંસામાં ત્રણ નિર્દોષ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ગોળીબાર કર્યા બાદ બંને હુમલાખોરોએ પોતાની જાતને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આશ્ચર્યજનક અને ચિંતાજનક બાબત એ છે કે આ બંને હુમલાખોરો સગીર વયના (કિશોરો) હતા. પત્રકાર પરિષદ દ્વારા ઘટના અંગે આપી માહિતી સાન ડિએગોના પોલીસ વડા સ્કોટ વાહલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ઇસ્લામિક સેન્ટર પર થયેલા આ ઘાતકી હુમલાની તપાસ 'હેટ ક્રાઇમ' એટલે કે નફરતના ગુના તરીકે કરવામાં આવી રહી છે. આ ઘટના પાછળના ચોક્કસ સંજોગો અને કારણોની તપાસ ચાલી રહી છે, જે આગામી દિવસોમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરો પૈકીનો એક કિશોર ઇસ્લામિક સેન્ટરથી માત્ર એક માઇલ દૂર આવેલી મેડિસન હાઇ સ્કૂલનો વિદ્યાર્થી હતો. કાયદાકીય કારણોસર પોલીસે હજુ સુધી બંને સગીરોના નામ જાહેર કર્યા નથી. માતાએ પોલીસને કરી હતી જાણ આ ઘટનામાં એક ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે જાણવા મળ્યું કે હુમલાના થોડા સમય પહેલા જ એક હુમલાખોરની માતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. સવારે આશરે ૯:૪૦ વાગ્યે ગભરાયેલી માતાએ પોલીસને ફોન કરીને જણાવ્યું કે તેનો સગીર પુત્ર ઘરમાંથી ગાયબ છે. એટલું જ નહીં, તે પોતાની સાથે ઘરની કાર અને કેટલાક ખતરનાક હથિયારો પણ લઈ ગયો છે. ઘરમાંથી મળી આવી સ્યુસાઇડ નોટ જ્યારે પોલીસ અધિકારીઓ માતાની પૂછપરછ કરી રહ્યા હતા અને પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે જ તેમને ઘરમાંથી એક ચિઠ્ઠી (સુસાઈડ નોટ) મળી આવી. પોલીસ વડાએ ચિઠ્ઠીની બધી વિગતો જાહેર કરી નથી, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે તેમાં ચોક્કસ ધાર્મિક સમુદાય પ્રત્યે અત્યંત "દ્વેષપૂર્ણ અને નફરતભરી ટિપ્પણીઓ" લખવામાં આવી હતી. જો કે, આ હુમલા પહેલા ઇસ્લામિક સેન્ટરને કોઈ સીધી ધમકી મળી ન હતી. સુરક્ષા ગાર્ડનું બલિદાન અને વીરતા આ હુમલામાં માર્યા ગયેલા ત્રણ લોકોમાં મસ્જિદના સુરક્ષા ગાર્ડનો પણ સમાવેશ થાય છે. પોલીસ વડા સ્કોટ વાહલે આ સુરક્ષા ગાર્ડની પ્રશંસા કરતા જણાવ્યું કે, જો ગાર્ડે સમયસૂચકતા અને બહાદુરી ન બતાવી હોત, તો આ હુમલો વધુ ભયાનક અને મોટો હોત. ગાર્ડે પોતાની જાન જોખમમાં મૂકીને હુમલાખોરોનો સામનો કર્યો અને મસ્જિદમાં હાજર અન્ય અનેક લોકોના જીવ બચાવ્યા. આ પણ વાંચોઃ Strait of Hormuz માં ઇરાનની નવી દાદાગીરી, હવે પરવાનગી અને કરોડોની રકમ વિના જહાજો પસાર નહીં થઈ શકે
    Click here to Read more
    Prev Article
    Key moments in the Musk vs OpenAI trial
    Next Article
    8 घंटे की पूछताछ में पवन खेड़ा ने उगले राज? असम पुलिस ने अब इस बड़े कांग्रेसी नेता को भेजा समन

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment