Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Pakistanમાં દર 10માંથી 3 લોકો ગરીબ,શિક્ષણ બજેટ ઐતિહાસિક નીચલી સપાટીએ

    3 hours from now

    1

    0

    પાકિસ્તાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આર્થિક સર્વેક્ષણ (Economic Survey 2025-26) માં દેશની કથળતી આર્થિક અને સામાજિક સ્થિતિનો અત્યંત ચિંતાજનક ચિતાર સામે આવ્યો છે. આ સત્તાવાર અહેવાલ અનુસાર, પાકિસ્તાનમાં ગરીબી ખૂબ જ ઝડપથી વધી રહી છે અને હવે દેશમાં દર 10માંથી આશરે 3 લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. વર્ષ 2018-19માં પાકિસ્તાનમાં ગરીબીનો દર 21.9% હતો, જે વર્ષ 2024-25માં અચાનક વધીને28.9% પર પહોંચી ગયો છે. આ આંકડો દર્શાવે છે કે આર્થિક સંકટના કારણે લાખો પરિવારો ફરીથી ગરીબીના ખપ્પરમાં હોમાઈ ગયા છે.મોંઘવારી અને અસમાનતા મુખ્ય કારણોસરકારી સર્વેમાં સ્વીકારવામાં આવ્યું છે કે સતત વધતી જતી મોંઘવારી, ગંભીર આર્થિક કટોકટી અને આવકની અસમાનતા આ સ્થિતિ માટે મુખ્યત્વે જવાબદાર છે. પાકિસ્તાનમાં ખાદ્યપદાર્થો, વીજળી, બળતણ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા સામાન્ય લોકોની ખરીદશક્તિ સાવ નહિવત થઈ ગઈ છે. અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે ગરીબી હવે માત્ર ગ્રામીણ વિસ્તારો પૂરતી સીમિત નથી રહી, પરંતુ શહેરોમાં પણ લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ સતત પહોળી થઈ રહી છે. આ ઉપરાંત, જો મધ્ય પૂર્વ (Middle East) માં કોઈ નવું સંકટ ઊભું થશે, તો વિદેશથી આવતા નાણાં (Remittance) પર અસર પડશે, જે પાકિસ્તાની પરિવારોની મુશ્કેલીઓ વધુ વધારશે.શિક્ષણ બજેટમાં 23% નો મોટો ઘટાડોઆર્થિક મોરચે ઝઝૂમી રહેલા પાકિસ્તાને પોતાના ભવિષ્ય એટલે કે શિક્ષણ સાથે પણ મોટો સમાધાન કર્યો છે. નાણાકીય વર્ષ 2025માં શિક્ષણ પાછળનો સરકારી ખર્ચ 23% ઘટીને માત્ર 962 અબજ પાકિસ્તાની રૂપિયા રહી ગયો છે. આ ખર્ચ દેશની કુલ જીડીપી (GDP) ના માત્ર 0.8% જેટલો જ છે, જે પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી નીચલા સ્તરોમાંનો એક છે.બજેટમાં કાપના કારણે ગરીબ વિસ્તારોની શાળાઓ પાયાની સુવિધાઓ વિના ટળવળી રહી છે અને લાખો બાળકો શાળાએ જઈ શકતા નથી. ખાસ કરીને મહિલાઓનો સાક્ષરતા દર પણ ઘણો નબળો છે. અહેવાલમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો પાકિસ્તાને ગરીબી નાબૂદ કરવી હશે અને રોજગારીની તકો ઊભી કરવી હશે, તો શિક્ષણ વ્યવસ્થામાં મોટો સુધારો કરી રોકાણ વધારવું જ પડશે.આ પણ વાંચો:AI Water Crisis : 130 કરોડ લોકોના હિસ્સાનું પાણી ગટગટાવી જશે AI, વિશ્વભરમાં ડેટા સેન્ટરો વિરુદ્ધ વિરોધ!
    Click here to Read more
    Prev Article
    'Escalated by giving it a platform': Comedian Pranit More apologises for Rs 370 biryani post, begs for 'chance to become better person'
    Next Article
    अनिल कपूर बोले- इनकी डिग्री का क्या आचार डालूं:नए रियलिटी शो के प्रोमो में कहा- यहां रट्टू तोतों की नहीं चलेगी

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment