Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Bread ના ભાવ વધતાં ચિંતા છોડો,નાસ્તામાં સામેલ કરો આ 6 સસ્તા અને સુપર હેલ્ધી ઓપ્શન્સ

    3 weeks ago

    1

    0

    દેશભરમાં સતત વધી રહેલો ફુગાવો સામાન્ય નાગરિકોના ખિસ્સા પર ભારે પડી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં જ ઝીંકાયેલા વધારા બાદ હવે રોજિંદા સવારના નાસ્તાનો મુખ્ય હિસ્સો ગણાતી બ્રેડ પણ મોંઘી થઈ ગઈ છે. પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં થયેલા વધારાને કારણે દેશના અનેક ભાગોમાં બ્રેડના પેકેટ દીઠ ₹5 સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે. બ્રેડને બદલે અપનાવી શકશો કુદરતી વિકલ્પો આ મોંઘવારીની સૌથી વધુ અસર આર્થિક પાટનગર મુંબઈમાં જોવા મળી રહી છે, જ્યાં પાવ, સેન્ડવીચ અને બ્રેડ આધારિત નાસ્તા લાખો ઓફિસ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને શ્રમિક પરિવારોના રોજિંદા જીવનનો અનિવાર્ય ભાગ છે. જો કે, બ્રેડના ભાવ વધારાથી હતાશ થવાને બદલે તેને કેટલાક સસ્તા, સ્વાદિષ્ટ અને કુદરતી વિકલ્પોથી સરળતાથી બદલી શકાય છે. બ્રેડને બદલશે આ 6 હેલ્ધી શાકભાજી અને ફળો બ્રેડ પ્રોસેસ્ડ ફૂડ હોવાથી સ્વાસ્થ્ય માટે એટલી ગુણકારી નથી, પરંતુ તેને નીચે મુજબના કુદરતી ઓપ્શન્સ સાથે રિપ્લેસ કરીને તમે 'બ્રેડલેસ સેન્ડવીચ' નો આનંદ માણી શકો છો. બટાકા (Potato): જો કે બટાકામાં કાર્બોહાઇડ્રેટ્સ વધુ હોય છે, પણ તે બ્રેડ કરતાં ઘણો સારો વિકલ્પ છે. તેમાં જટિલ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, જે સવારે ભારે વર્કઆઉટ કે કાર્ડિયો કરનારા લોકોને લાંબા સમય સુધી એનર્જી આપે છે. કાકડી (Cucumber): કાકડી ઓછી કેલરી અને ભરપૂર ડાયેટરી ફાઇબર ધરાવે છે. કાકડીના પાતળા સ્લાઈસની વચ્ચે ચીઝ, ઓલિવ અને ટામેટાં ગોઠવીને અથવા રોલ બનાવીને ડાયેટ સેન્ડવીચ તૈયાર કરી શકાય છે. ટામેટા (Tomato): બ્રેડની સ્લાઈસને સંપૂર્ણપણે હટાવીને ટામેટાના મોટા ગોળ ટુકડાની વચ્ચે તમારી પસંદગીનું ફિલિંગ ભરીને ખાઓ. આમાંથી વિટામિન-સી અને એન્ટીઓક્સીડેન્ટ્સ પૂરતા પ્રમાણમાં મળશે. બેલ મરી (શીમલા મરચું): રંગબેરંગી કેપ્સિકમને ગ્રીલ કરીને તેની વચ્ચે ચીઝ અને લેટીસ મૂકીને એક અનોખો પૌષ્ટિક નાસ્તો બનાવી શકાય છે. સફરજન (Apple): બ્રેડને બદલે સફરજન સવારની ઉર્જા માટે બેસ્ટ છે. સફરજનની બે સ્લાઈસની વચ્ચે પીનટ બટર (Peanut Butter) અને અખરોટ લગાવીને ખાવાથી હેલ્ધી બ્રેકફાસ્ટ તૈયાર થાય છે. અનાનસ (Pineapple) અને કેળા (Banana): અનાનસના ટુકડાને હળવી બ્રાઉન શુગર સાથે ગ્રીલ કરીને ફ્રુટ સેન્ડવીચ માણી શકાય છે, જે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે. જ્યારે કેળા ખાવાથી ત્વરિત ઉર્જા મળે છે અને પેટ લાંબો સમય ભરેલું રહે છે. બ્રેડ છોડતી વખતે આ બાબતો ખાસ ધ્યાનમાં રાખો: 1. આહારમાંથી પ્રોસેસ્ડ અને મેંદાવાળો ખોરાક બને એટલો ઓછો કરો. 2. નાસ્તામાં ફાઇબરનું પ્રમાણ વધારો જેથી પાચનક્રિયા સારી રહે. 3. બજારની મોંઘી વસ્તુઓ પાછળ દોડવાને બદલે હંમેશા સ્થાનિક અને મોસમી (Seasonal) ફળો તથા શાકભાજીને અગ્રતા આપો. આ પણ વાંચોઃ Tips: મચ્છર ભગાડવા કોઈલ, લિક્વિડ કે મચ્છરદાની? કયું છે સ્વાસ્થ્ય માટે સૌથી સલામત
    Click here to Read more
    Prev Article
    22 मई को फेसलिफ्ट सिटी के साथ आएगी Honda की यह तगड़ी SUV, मिलेगा 180hp का पावरफुल हाइब्रिड इंजन
    Next Article
    IPL 2026 : ઇશાન કિશનની શરમજનક હરકત પર ભડક્યા CSK ફેન્સ,જુઓ VIDEO

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment