મિડિલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) પર મંડરાતા સંકટ વચ્ચે વૈશ્વિક તેલ બજારમાંથી એક મોટી રાહતના સમાચાર આવ્યા છે. દુનિયાનો સૌથી મોટો તેલ ભંડાર ધરાવતો દેશ વેનેઝુએલા હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ધમાકેદાર પુનરાગમન કરી ચૂક્યો છે. અમેરિકી પ્રતિબંધોમાં ઢીલ મળતાની સાથે જ વેનેઝુએલા રશિયા અને યુએઈ (UAE) પછી ભારતનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઈલ સપ્લાયર દેશ બની ગયો છે. આ રેસમાં તેણે સાઉદી અરેબિયા અને ખુદ અમેરિકાને પણ પાછળ છોડી દીધા છે.303 અબજ બેરલ તેલનો ગઢ છે વેનેઝુએલાસામાન્ય રીતે તેલના ભંડારની વાત આવે ત્યારે સાઉદી અરેબિયાનું નામ પહેલા આવે છે, પરંતુ અસલી સરતાજ વેનેઝુએલા છે. આ દેશ પાસે આશરે 303 અબજ બેરલ કાચા તેલનો વિશાળ ભંડાર છે, જે વૈશ્વિક રિઝર્વના 20 ટકા જેટલો થાય છે. સાઉદી અરેબિયા (267 અબજ બેરલ) પણ આ મામલે વેનેઝુએલાથી પાછળ છે. ઓપેક (OPEC)ના મે 2026ના અહેવાલ મુજબ, શેવરોન જેવી વૈશ્વિક કંપનીઓના રોકાણથી વેનેઝુએલાનું ઉત્પાદન હવે 11.36 લાખ બેરલ પ્રતિ દિવસને પાર પહોંચી ગયું છે.ભારત માટે કેમ ગેમચેન્જર?ભારત પોતાની જરૂરિયાતનું 85% ટકા તેલ આયાત કરે છે. હાલમાં સાઉદી અરેબિયાથી સપ્લાય ઘટીને 3.40 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ છે, ત્યારે ભારતીય રિફાઇનરીઓએ વેનેઝુએલા તરફ વલણ વધાર્યું છે. વેનેઝુએલાના કુલ 7.3 લાખ બેરલના નિકાસમાંથી ભારત એકલું 4.17 લાખ બેરલ (મે મહિનાનો ડેટા) ખરીદી રહ્યું છે, એટલે કે કુલ નિકાસના 55%થી વધુ તેલ ભારતીય બંદરો પર આવી રહ્યું છે. રિલાયન્સ અને નાયારા જેવી ભારતીય કંપનીઓ વેનેઝુએલાના ભારે અને ઘટ્ટ 'મેઇરી ક્રૂડ' (Merey Crude)ને પ્રોસેસ કરવામાં દુનિયામાં સૌથી માહિર માનવામાં આવે છે. આ તેલ ટ્રક અને મશીનરી માટે ઉત્તમ ક્વોલિટીનું ડીઝલ બનાવે છે.ONGCના નાણાં છૂટશે અને રાજદ્વારી ફાયદોભારતની સરકારી કંપની ONGC વિદેશે વેનેઝુએલાના ઓઈલ બ્લોક્સમાં કરોડો ડોલરનું રોકાણ કર્યું છે, જે અત્યાર સુધી અસ્થિરતાને કારણે ફસાયેલું હતું. હવે સ્થિતિ સુધરતા આ રોકાણ સુરક્ષિત થશે. વધુમાં, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતની કાયમી સદસ્યતાનું વેનેઝુએલા હંમેશા સમર્થન કરતું આવ્યું છે. નિષ્ણાતોના મતે, જો વેનેઝુએલા પોતાની પૂર્ણ ક્ષમતા (30 લાખ બેરલ પ્રતિ દિવસ) પર ઉત્પાદન શરૂ કરશે, તો વૈશ્વિક સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે અને મોંઘવારીમાંથી મોટી રાહત મળશે.આ પણ વાંચો:London:બ્રિટનમાં હિન્દુઓ વિરુદ્ધ વધતા નફરત અને ગુનાખોરી પર રખાશે નજર, લોન્ચ થયું ખાસ ઓનલાઇન પ્લેટફોર્મ
Click here to Read more