Crude Oil Price Today: ટ્રમ્પના એક નિવેદનથી 5 ટકા ક્રૂ઼ડ ઓઇલમાં ઘટ્યા, તો શું પેટ્રોલ ડીઝલ સસ્તુ થશે?
3 weeks ago
વૈશ્વિક બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ની કિંમતોમાં ૫% નો મોટો ઘટાડો નોંધાતાં આગામી સમયમાં દેશના સામાન્ય નાગરિકોને મોંઘા પેટ્રોલ અને ડીઝલમાંથી મુક્તિ મળી શકે છે. આ મોટી રાહત પાછળ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મહત્વપૂર્ણ નિવેદન જવાબદાર છે. ટ્રમ્પે સંકેત આપ્યા છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ટૂંક સમયમાં જ એક મોટી રાજદ્વારી સમજૂતી થઈ શકે છે.ક્રૂડ ઓઇલના ભાવમાં આવ્યો ઘટાડો બ્રેન્ટ ક્રૂડ: કિંમત ઘટીને પ્રતિ બેરલ $105 થઈ ગઈ છે.વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI): યુએસ બેન્ચમાર્ક પણ ઘટીને પ્રતિ બેરલ નજીક $99 પર પહોંચી ગયો છે.ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી બજારમાં કેમ હલચલ મચી?વોશિંગ્ટનથી આવેલા અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પે મીડિયા સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા અને તેહરાન (ઈરાન) વચ્ચે ચાલી રહેલી ચર્ચા હવે તેના છેલ્લા તબક્કામાં છે. આ સકારાત્મક વળાંકને કારણે વૈશ્વિક બજારને આશા જાગી છે કે આધુનિક ઇતિહાસમાં તેલના સપ્લાયમાં આવેલો સૌથી મોટો અવરોધ હવે ટૂંક સમયમાં દૂર થશે. પશ્ચિમ એશિયામાંથી તેલનો પુરવઠો ફરી સરળ થવાની આશાએ જ કિંમતોમાં આ ઘટાડો આણ્યો છે.વૈશ્વિક સપ્લાય ચેઇન માટે કેમ મહત્વનો છે આ માર્ગ?આ સમગ્ર વિવાદ અને તેની અસરને સમજવા માટે તેના ભૂતકાળ પર નજર કરવી જરૂરી છે:ભાવમાં ઉછાળો: ફેબ્રુઆરીના અંત ભાગમાં શરૂ થયેલા ભૂ-રાજકીય તણાવને કારણે તેલના ભાવ અગાઉ આશરે ૪૦% જેટલા વધી ગયા હતા.હોર્મુઝ સ્ટ્રેટની ચિંતા: તેલના વેપારીઓ લાંબા સમયથી 'હોર્મુઝ સ્ટ્રેટ' (દરિયાઈ માર્ગ) બંધ થવાની આશંકાથી ચિંતિત હતા. ઉલ્લેખનીય છે કે દુનિયાનો ૧/૫ ભાગનો કાચા તેલનો વેપાર આ જ માર્ગે થાય છે.જો આ દરિયાઈ પટ્ટી લાંબો સમય બંધ રહી હોત તો વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાઈ ગયો હોત. પરંતુ હવે રાજદ્વારી વાટાઘાટો સફળ થતાં પર્સિયન ગલ્ફમાં અટકેલો લાખો બેરલ તેલનો જથ્થો બજારમાં આવી શકશે, જેનાથી તેલના ભાવો પર તોળાતું યુદ્ધનું જોખમ અને પ્રીમિયમ બંને ઝડપથી ઘટશે.બજારમાં ભલે અત્યારે ઉત્સાહનો માહોલ હોય, પરંતુ આ ક્ષેત્રના નિષ્ણાતો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ જમીની હકીકતને લઈને સાવચેત છે. અબુ ધાબી નેશનલ ઓઇલ કંપનીના સીઈઓ સુલતાન અલ જાબેરે બ્લૂમબર્ગને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, "જો આ ભૌગોલિક-રાજકીય સંઘર્ષ આજે જ પૂરો થઈ જાય, તો પણ મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માંથી તેલની નિકાસ રાતોરાત પહેલા જેવી નહીં થઈ શકે. વૈશ્વિક સપ્લાય નેટવર્કને સંપૂર્ણપણે પૂર્વવત થવામાં 2027 સુધીનો સમય લાગી શકે છે.આ પણ વાંચો- PM Modi ઇટલીના પ્રવાસે.. જુઓ મોદી-મેલોનીની કેમિસ્ટ્રી
Click here to Read more

