આજે IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે આ બીજી મેચ હશે. પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 10 રનથી હારી ગઈ હતી. હવે આ મેચ જીતીને CSK પોતાની પાછલી હારનો બદલો લેવાનો પ્રયાસ કરશે અને પ્લેઓફની આશા જીવંત રાખશે. IPL 2026ની ટુર્નામેન્ટની 63મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. મેચ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમોના કેપ્ટન IST સાંજે 7 વાગ્યે ટોસ માટે મેદાનમાં ઉતરશે. ચેન્નાઈ સુપર કિંગ્સ આજની મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા અને ટોપ-4માં પહોંચવા માગશે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફ તરફ એક ડગલું નજીક જવા માગશે. હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 12 માંથી 6 મેચ જીતી છે અને 6 હારનો સામનો કરવો પડ્યો છે. આમ 12 પોઈન્ટ સાથે તેઓ પોઈન્ટ ટેબલમાં પાંચમા નંબરે છે. જો તેઓ આજની મેચ જીતે છે, તો તેમના 14 પોઈન્ટ થશે અને પંજાબ કિંગ્સને હરાવીને ટોપ-4માં પ્રવેશ કરશે. સનરાઈઝર્સ હૈદરાબાદ હાલમાં 12 મેચમાં 7 જીત અને 5 હાર સાથે કુલ 14 પોઈન્ટ ધરાવે છે અને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. આજની મેચ જીતીને સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફ તરફ આગળ વધવા માગશે.
Click here to Read more

