Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Russia Ukraine War:યુક્રેન 19 લાખ કરોડના દેવામાં ડૂબ્યું, દરેક નાગરિક પર 7 લાખનું કરજ!

    2 hours from now

    1

    0

    રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે માત્ર સરહદ પર જ નહીં, પરંતુ આર્થિક મોરચે પણ યુક્રેન માટે વિનાશક સાબિત થઈ રહ્યું છે. રશિયા સામે સતત લડત આપવાના કારણે યુક્રેનની આર્થિક સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે. રશિયન ન્યૂઝ એજન્સી 'TASS' ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ફેબ્રુઆરી 2022 માં યુદ્ધ શરૂ થયા પછી યુક્રેનનું રાષ્ટ્રીય દેવું અસાધારણ ગતિએ વધ્યું છે. યુક્રેન પર નવું 110 બિલિયન ડોલર એટલે કે આશરે 10 લાખ 46 હજાર કરોડ ભારતીય રૂપિયાનું દેવું વધી ગયું છે, જેના કારણે તેનું કુલ દેવું હવે 208.97 બિલિયન ડોલર (આશરે 19 લાખ કરોડ રૂપિયા) પર પહોંચી ગયું છે.યુક્રેનના નાણા મંત્રાલયનો દાવોરિપોર્ટ અનુસાર, રશિયા સાથે ચાલી રહેલા લાંબા યુદ્ધ, સંરક્ષણ પાછળ થતા જંગી ખર્ચ અને વિદેશી નાણાકીય સહાય પર વધતી નિર્ભરતાને કારણે યુક્રેન દેવાના ચક્રવ્યૂહમાં ફસાયું છે. યુક્રેનના નાણા મંત્રાલયના આંકડાઓની ગણતરી કરીને દાવો કરાયો છે કે વર્ષ 2022 પછી દેશનું દેવું બમણા કરતાં પણ વધુ થઈ ગયું છે. યુદ્ધ પહેલાં જે દેવું 97.96 બિલિયન ડોલર હતું, તે હવે વધીને 208.97 બિલિયન ડોલર થઈ ગયું છે.સૌથી મોટો ઉછાળો યુક્રેનના વિદેશી દેવામાં જોવા મળ્યો છે. વિદેશી કરજ 57.2 બિલિયન ડોલરથી વધીને 162.73 બિલિયન ડોલર (આશરે 15 લાખ કરોડ રૂપિયાથી વધુ) થઈ ગયું છે, જે 2022 ની સરખામણીએ લગભગ ત્રણ ગણું છે. આ કુલ રકમમાંથી યુક્રેને એકલા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ને 10 બિલિયન ડોલર ચૂકવવાના છે, જ્યારે બાકીની રકમ અન્ય સહયોગી દેશોને ચૂકવવાની રહેશે.યુક્રેનના દરેક નાગરિક પર 7,500 ડોલરનું દેવુંઆ દેવાની સૌથી ગંભીર અસર યુક્રેનના સામાન્ય નાગરિકો પર પડી રહી છે. 'ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોગ્રાફી એન્ડ સોશિયલ સ્ટડીઝ' ના હવાલાથી જણાવાયું છે કે, દેશની અંદાજિત 2.8 કરોડની વસ્તીના આધારે ગણતરી કરવામાં આવે તો આજે યુક્રેનના દરેક નાગરિક પર અંદાજે 7,500 ડોલર એટલે કે લગભગ 7 લાખ 13 હજાર ભારતીય રૂપિયાનું સરકારી દેવું ચડી ગયું છે.પશ્ચિમી દેશો તરફથી મળી રહેલી સૈન્ય મદદ અને ગ્રાન્ટ છતાં દેશ આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે. યુક્રેનની સંસદ 'વેરખોવના રાડા' ના સાંસદોનો અંદાજ છે કે દેશને આ વર્તમાન દેવામાંથી મુક્ત થતાં અને તેને ચૂકવવામાં જ ઓછામાં ઓછા 35 વર્ષનો લાંબો સમય લાગી શકે છે. જો કે, યુક્રેન હજુ પણ પશ્ચિમી દેશો પાસેથી આર્થિક મદદ મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે અને તાજેતરમાં જ યુરોપિયન યુનિયને યુક્રેન માટે 90 બિલિયન યુરોના લોન પેકેજની જાહેરાત કરી છે, પરંતુ ભવિષ્યમાં આ દેવું યુક્રેન માટે સૌથી મોટો માથાનો દુખાવો બનવાનું નક્કી છે.આ પણ વાંચો:State funeral of Ali Khamenei: અલી ખામેનેઇની ક્યારે થશે દફનવિધિ ? સામે આવી તારીખ
    Click here to Read more
    Prev Article
    NDAની પ્રથમ મહિલા બેચ IMAમાંથી થઈ પાસ આઉટ, રાષ્ટ્રપતિ દ્રૌપદ્રી મુર્મૂએ કહ્યું 'ઐતિહાસિક ક્ષણ'
    Next Article
    મિડલ ઈસ્ટમાં યુદ્ધનો અંત? 24 કલાકમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે US-ઈરાન, પાકિસ્તાનના PMનો દાવો

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment