Delhi : શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને RE-NEET તૈયારીઓની કરી સમીક્ષા, કડક સુરક્ષા પ્રોટોકોલ રાખવા નિર્દેશ
3 weeks ago
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને RE-NEET પરીક્ષાની તૈયારીઓને લઈને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી છે. આ બેઠકમાં તેમણે પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક, સુરક્ષિત અને કોઈપણ પ્રકારની ગેરરીતિ વગર યોજાય તે માટે કડક સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરવાની સૂચના આપી છે. આ બેઠકમાં 21 જૂનના રોજ યોજાનારી NEET (UG) રી-એક્ઝામની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. અગાઉની ખામીઓ દૂર કરાશે મંત્રીએ જણાવ્યું કે અગાઉની પરીક્ષા પ્રક્રિયામાં જે ખામીઓ જોવા મળી હતી, તેને સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવવી જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ પરીક્ષા કોઈપણ પ્રકારની ચોરી કે ગેરરીતિ વગર, સંપૂર્ણ ન્યાયસંગત રીતે યોજાવાની છે. ધર્મેન્દ્ર પ્રધાને ભાર મૂક્યો કે પરીક્ષા કેન્દ્રો પર સખત દેખરેખ રાખવામાં આવે અને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ઢીલ ન રાખવામાં આવે. તેમણે રાજ્ય સ્તરે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકો સાથે સંકલન બેઠક યોજવા માટે પણ સૂચના આપી છે, જેથી વ્યવસ્થાઓ વધુ મજબૂત બને. પેપર લીકનો ગંભીર મામલો સામે આવ્યા બાદ પરીક્ષા રદ કરાઈ હતી મંત્રીએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે પૂરતી સુવિધાઓ સુનિશ્ચિત કરવાની પણ સૂચના આપી છે. તેમાં પરિવહન, પીવાનું પાણી અને અન્ય આવશ્યક સુવિધાઓનો સમાવેશ થાય છે, જેથી પરીક્ષા કેન્દ્ર પર કોઈ મુશ્કેલી ન પડે. ઉલ્લેખનીય છે કે NEET UG 2026 પરીક્ષા 3 મેના રોજ યોજાઈ હતી, જેમાં લગભગ 23 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરંતુ તેમાં પેપર લીકનો ગંભીર મામલો સામે આવ્યા બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી. હવે આ ફરી પરીક્ષા 21 જૂનના રોજ યોજાશે અને સરકાર તેની સંપૂર્ણ તૈયારીમાં લાગેલી છે. આ પણ વાંચો : PM Modiએ ત્રીજી ભારત-નોર્ડિક સમિટમાં લીધો ભાગ, સસ્ટેનેબિલિટી, ક્લીન એનર્જી અને ટેક્નોલોજી પર મુકાયો ભાર
Click here to Read more