ટીમ ઈન્ડિયા 6 જૂનથી ઘરઆંગણે અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમશે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે 14 જૂનથી 3 મેચની ODI સિરીઝ શરૂ થશે. બંને સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. પંજાબના 25 વર્ષના ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારને ટેસ્ટ અને ODI બંને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટીમમાં તેને સામેલ કર્યા પછી, ફેન્સ જાણવા માટે ઉત્સુક છે કે ગુરનૂર બ્રાર કોણ છે. સ્થાનિક ક્રિકેટમાં પંજાબ તરફથી રમે છે ગુરનૂર બ્રાર ગુરનૂર બ્રાર પંજાબ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તેને 2022 માં પંજાબ માટે લિસ્ટ A અને ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. તેને આજ સુધી 18 ફર્સ્ટ-ક્લાસ અને 9 લિસ્ટ A મેચ રમી છે. તે મુખ્યત્વે પેસ-બોલિંગ ઓલરાઉન્ડર છે. જરૂર પડે ત્યારે નીચલા ક્રમમાં ઝડપથી રન બનાવવાની તેની ક્ષમતા પણ છે. તેને બે IPL ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે. IPL 2025 માં ગુરનૂર બ્રારને ગુજરાત ટાઇટન્સ દ્વારા મેગા ઓક્શનમાં 1.30 કરોડ રૂપિયામાં સાઈન કરવામાં આવ્યો હતો. આ પહેલા ગુરનૂર બ્રાર 2023માં રાજ અંગદ બાવાના સ્થાને 20 લાખ રૂપિયામાં પંજાબ કિંગ્સ સાથે જોડાયો હતો. તે ત્યાં એક મેચ રમ્યો હતો. ગુરનૂર બ્રારે 2024 માં વિરાટને નેટ્સમાં બોલિંગ કરી બાંગ્લાદેશ સામેની 2024ની સિરીઝ દરમિયાન ગુરનુરે નેટ્સમાં વિરાટ કોહલીને બોલિંગ કરી હતી. હકીકતમાં વિરાટ કોહલીએ બાંગ્લાદેશના ઊંચા ફાસ્ટ બોલર નાહિદ રાણાનો સામનો કરવા માટે ગુરનુરને નેટ્સમાં બોલિંગ કરવા માટે બોલાવ્યો હતો. તેને નેટ્સમાં તેની ગતિથી વિરાટ કોહલીને ખૂબ જ પરેશાન કર્યો હતો. હવે જ્યારે તેને ભારતીય ટીમમાં તક આપવામાં આવી છે, તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે અહીં પણ પ્રભાવ પાડશે. ગુરનૂર બ્રાર ડેલ સ્ટેનનો ચાહક છે ગુરનૂર બ્રારે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે તે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેનનો ખૂબ મોટો ફેન છે. "હું ડેલ સ્ટેનનો ખૂબ મોટો ફેન છું. તેના કારણે જ મેં બોલિંગ શરૂ કરી. તેને લગભગ એક દાયકા સુધી વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ મેળવ્યું. તે ફક્ત એક ફાસ્ટ બોલર જ ન હતો, પરંતુ તેની કુશળતાએ તેને વિશ્વના બેસ્ટ ફાસ્ટ બોલરોમાંનો એક બનવાની મંજૂરી આપી. તેથી જ હું તેનો ખૂબ મોટો ફેન છું." આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?
Click here to Read more


