Gujarati Kadhi Recipe: ગુજરાતી ખાટી મીઠી કઢી રેસીપી, ખીચડી અને ભાત સાથે ખાવામાં મજા પડશે
3 hours from now
Gujarati Kadhi Recipe : ભારતીય વાનગીઓમાં ઘણી વિવિધતા છે જ્યાં એક જ વાનગી દેશના વિવિધ ભાગોમાં અનોખી શૈલી અને સ્વાદ સાથે તૈયાર કરવામાં આવે છે. કઢી પણ એક એવી વાનગી છે જે લગભગ દરેક રાજ્યમાં પસંદ કરવામાં આવે છે. ઉનાળા દરમિયાન, દહીં અને ચણાના લોટમાંથી બનેલી આ વાનગીનો સ્વાદ બહુ જ અદભૂત લાગે ગુજરાતમાં ખાસ કરીને ખાટા મીઠો સ્વાદ વાળી કઢી ખીચડી સાથે ખાવામાં આવે છે. જો તમે નવી રીતે કઢી બનાવવા માંગો છો, તો આ વખતે તમે ગુજરાતી કઢી રેસીપી ટ્રાય કરી શકો છો. તેનો હળવો ખાટો-મીઠો સ્વાદ આખા દેશમાં પ્રખ્યાત છે. તમે તેને ભાત અથવા ખીચડી સાથે ખાઈ શકો છો. ચાલો જાણીએ ગુજરાતી કઢી બનાવવાની સરળ રીત. ગુજરાતી કઢી બનાવવાની રીત દહીં અથવા છાશ : 2 વાટકી ઘી - 1 ચમચી લવિંગ - 4 નંગ તજ - 1 ઇંચનો ટુકડો હીંગ - 1 ચપટી મીઠું - સ્વાદ અનુસાર ગોળ - 1 ચમચી આદૂ લસણની પેસ્ટ - 2 ચમચી લીલા મરચા - 2 નંગ મીઠા લીમડાના પાન - 8 - 10 પાંદડા લીલું કોથમીર - 1 કપ તેલ કે ઘી - 2 ચમચી રાઇ - 1 ચમચી જીરું - 1/4 ચમચી ગુજરાતી કઢી બનાવવાની રીત કઢી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં છાશ લો, તેમા ચણાનો લોટ નાંખી બહાર હલાવો જેથી ગઠ્ઠો ન રહે. જો દહીં માંથી કઢી બનાવો તેમા પાણી ઉમેરી સહેજ પાતળી છાશ બનાવો. હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ કે ઘી ગરમ કરો, તેમા રાઇ અને જીરું તતડાવો, પછી તેમા ચપટી હીંગ, તજ અને લવિંગ નાંખો હવે આદુ લસણની પેસ્ટ લીલા મરચાને સાંતળી લો. ત્યારબાદ ચણાના લોટ વાળી છાશ રેડો. તેને ચમચા વડે બરાબર હલાવો જેથી ચણાનો લોટ કડાઇમાં નીચે ચોંટી ન જાય. કઢીમાં સહેજ ઉકાળો આવે પછી તેમા મીઠું અને ગોળ નાંખો. હવે કઢીને 8 થી 10 મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દો. આ દરમિયાન થોડીક થોડીક મિનિટે કઢીને હલાવતા રહો. ગુજરાતી કઢીની ખાસિયત એ છે કે, તે અન્ય કઢી કરતા પાતળી અને હળવી હોય છે. આ પણ વાંચો | સાઉથ ઈન્ડિયન વાનગીને આપો નવો ટ્વિસ્ટ, શેફ કુણાલે જણાવી ઇન્સ્ટન્ટ કાળા ચણાના ઢોસા રેસીપી હવે કઢીમાં ઉપરથી ફરીવાર તડકો લગાવો. તેની માટે એક વધારીયામાં 1 -2 ચમચી તેલ ગરમ કરો, તેમા મીઠી લીમડાના પાન, રાઇ અને જીરું તતડાવો. આ વઘારને કઢીમાં રેડો અને સારી રીતે મિક્સ કરો. બે વાર વઘાર કરવાથી કઢી વધુ સ્વાદિષ્ટ લાગે છે. આ સરળ રીતે તમે ગુજરાતી સ્ટાઇલ ખાટી મીઠી કઢી બનાવી શકો છો, જે ખીચડી કે ભાત સાથે ખાઈ શકાય છે.
Click here to Read more

