Home Tips: સફેદ કુર્તા કે ટી-શર્ટ પરથી રંગીન કપડાના ડાઘ કેવી રીતે કાઢવા? જાણો અસરકારક ઘરેલું ઉપાયો
12 minutes ago
અવારનવાર ઉતાવળમાં આપણે બધા કપડાં એકસાથે વોશિંગ મશીન કે ડોલમાં નાખી દેતા હોઈએ છીએ. આ બેદરકારીને કારણે ઘણી વખત રંગીન કપડાંનો કલર સફેદ કપડાં પર ચડી જાય છે. સફેદ શર્ટ, ટી-શર્ટ કે કુર્તા પર લાગેલો આવો ડાઘ આખા કપડાનો લુક બગાડી નાખે છે. જો તમારી સાથે પણ આવું બન્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ ડાઘ કાયમી નથી હોતા. મોંઘા કેમિકલ્સનો ઉપયોગ કર્યા વિના સફેદ કપડાંને ફરીથી ચમકદાર બનાવી શકો છો. સફેદ શર્ટ, ટી-શર્ટ કે કુર્તા પર લાગેલા ડાઘ દૂર કરવાની સરળ ટીપ્સ તમને જણાવીશું.સફેદ કપડાંના ડાધ દૂર કરવાની ટીપ્સવિનેગર : જો કપડા પર હળવો અથવા તદ્દન નવો ડાઘ લાગ્યો હોય તો આ પદ્ધતિ બેસ્ટ છે. એક ડોલ ઠંડા પાણીમાં ૨ થી ૩ ચમચી સફેદ વિનેગર અને ૧ થી ૨ ચમચી મીઠું બરાબર મિક્સ કરો. હવે ડાઘવાળા કપડાને આ પાણીમાં અડધાથી એક કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેને હળવા હાથે ચોળીને નોર્મલ ડિટર્જન્ટથી ધોઈ લો.બેકિંગ સોડાનો કમાલ : ઘાટા અને થોડા હઠીલા ડાઘ માટે આ જુગાડ ખૂબ અસરકારક સાબિત થાય છે. સૌથી પહેલા ડાઘવાળા ભાગને પાણીથી સહેજ ભીનો કરો. તેના પર થોડો બેકિંગ સોડા છાંટો અને ઉપરથી વિનેગર રેડો. વિનેગર નાખતા જ રાસાયણિક પ્રક્રિયાને કારણે ફેણ (બબલ્સ) વળશે. તેને ૧૫ થી ૨૦ મિનિટ માટે એમ જ છોડી દો. ત્યાર પછી હળવા હાથે ઘસીને ઠંડા પાણીથી ધોઈ નાખો.લીંબુનો રસ અને મીઠું : લીંબુમાં કુદરતી બ્લીચિંગ ગુણો હોય છે જે ડાઘને હળવા કરવામાં મદદ કરે છે. ડાઘ વાળી જગ્યા પર લીંબુનો રસ નીચવો અને તેના પર થોડું મીઠું છાંટો. હવે આ કપડાને ૩૦ થી ૪૫ મિનિટ માટે હળવા તડકામાં મૂકી રાખો. ત્યારબાદ ઠંડા પાણીથી સાફ કરી લો. જો ડાઘ જૂનો હોય તો આ પ્રક્રિયા બીજી વાર પણ કરી શકાય છે.કાચું દૂધ પણ કરશે જાદુ : દૂધની મદદથી પણ કપડા પરના કલરના ડાઘ સરળતાથી કાઢી શકાય છે, આ વાત બહુ ઓછા લોકો જાણે છે. ડાઘવાળા હિસ્સાને ૧ થી ૨ કલાક માટે દૂધમાં ડુબાડી રાખો. ત્યાર પછી તેને માઈલ્ડ ડિટર્જન્ટથી ધોઈ લો. વધુ સારા પરિણામ માટે દૂધમાં થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકાય છે.સ્ટેન રિમૂવર : જો ઘરગથ્થુ નુસખા અજમાવ્યા પછી પણ જૂનો કે ઊંડો ડાઘ સંપૂર્ણપણે ન નીકળે, તો બજારમાં મળતા કમર્શિયલ સ્ટેન રિમૂવરનો ઉપયોગ કરો. પ્રોડક્ટના પેકિંગ પર આપેલી સૂચના મુજબ તેને પાણીમાં ઓગાળી, કપડાને થોડીવાર પલાળી રાખ્યા બાદ બરાબર ધોઈ લો.કપડાં ધોવામાં રાખો સાવચેતીસફેદ કપડાં પર ડાઘની ભવિષ્યમાં આવી ભૂલો ટાળવા આ બાબતોનું ધ્યાન જરૂર રાખો. ડાઘાવાળા કપડાંને ક્યારેય વધુ પડતા જોરથી ન ઘસો, નહિતર કાપડ ફાટી કે ખરાબ થઈ શકે છે. કપડાં ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ બિલકુલ ન કરો, તે કલરને કાયમી બનાવી દે છે. સફેદ અને રંગીન કપડાંને ક્યારેય પણ એકસાથે મિક્સ કરીને ન ધોવા. નવા ખરીદેલા રંગીન કપડાંને હંમેશા અલગથી જ ધોવા. કપડાંને હંમેશા ઠંડા પાણીથી અને અંદરની બાજુ (ઊંધા કરીને) ધોવાની આદત રાખો.આ પણ વાંચો : Hair Care Tips: સફેદ વાળથી મળશે છુટકારો, ના મહેંદી, ના કલર ઘરે બનાવો નેચરલ હેરડાઈ
Click here to Read more
