Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    IND vs AFG: અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ, ઇરફાન પઠાણ

    1 week ago

    1

    0

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આગામી ૬ જૂનથી નવા ચંદીગઢમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમાવાની છે. આ મહત્ત્વની મેચ પહેલા ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્ટાર ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન (Playing 11) ને લઈને મોટો ખુલાસો કર્યો છે. ઈરફાને કહ્યું કે ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ છે. ઇરફાને કહ્યું કે અફઘાનિસ્તાન સામે આ ટીમમાં ૬ નંબરથી લઈને ૧૧ નંબર સુધીના આ ખેલાડીઓ મજબૂત દાવેદાર હોવાનું માનું છું. જો કે ટીમ ઇન્ડીયાની પ્લેઇંગ 11ની યાદી જોઈ લોકોને આશ્ચર્ય થયું કે આમાં ભારતના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવનું નામ કેમ નથી. ઇરફાન પઠાણે પ્લેઇંગ 11માં કયા ખેલાડીઓને મજબૂત દાવેદાર માન્યા અને કુલદીપને કેમ બહાર રાખ્યો આવો જાણીએ.ઇરફાન પઠાણે આ ખેલાડીની કરી પ્રસંશાયુવા ખેલાડીઓનો પક્ષ લેતા ઈરફાને ઉમેર્યું કે, જ્યારે તમે શ્રીલંકા કે અન્ય મોટી ટીમો સામે રમો છો ત્યારે અનુભવી ખેલાડીઓ જ મેદાનમાં હોય છે. પરંતુ જો આવી મેચોમાં ધ્રુવ જુરેલ અને નીતિશ રેડ્ડી જેવા યુવા ખેલાડીઓ રમશે, તો ટીમમાં લવચીકતા આવશે અને તેમને મોટો અનુભવ મળશે. નીતિશ રેડ્ડીના વખાણ કરતા પઠાણે કહ્યું, "નીતિશે ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન સદી ફટકારી હતી, જે કોઈ નાની સિદ્ધિ નથી. બહુ ઓછા યુવા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા જઈને સદી ફટકારી શકે છે. તેની પાસે અદભુત ક્ષમતા છે અને જો તે અફઘાનિસ્તાન સામે રન બનાવશે, તો ટીમ મેનેજમેન્ટનો તેના પર ભરોસો ઘણો વધી જશે."ઇરફાન પઠાણ પ્લેઇંગ ઇલેવન શુભમન ગિલ, કે.એલ. રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, ગુરનુર બ્રાર, મોહમ્મદ સિરાજ અથવા પ્રસીદ કૃષ્ણાશા માટે કુલદીપ યાદવ પ્લેઇંગ 11 માંથી બહાર?સ્ટાર સ્પોર્ટ્સના લોકપ્રિય શો 'ફોલો ધ બ્લૂઝ' માં વાતચીત દરમિયાન ઈરફાન પઠાણે જણાવ્યું કે, ભારતીય ટીમ હાલમાં ૮ નંબર સુધી મજબૂત બેટિંગ લાઈન-અપ રાખવાનું પસંદ કરે છે. આ જ રણનીતિને કારણે કુલદીપ યાદવના સ્થાને લોઅર-મિડલ ઓર્ડરમાં યુવા ખેલાડીઓને તક આપવી જોઈએ. ઇરફાનના જણાવ્યા અનુસાર, ટીમ મેનેજમેન્ટે નંબર ૬, ૭ અને ૮ પર બેટિંગની ઊંડાઈ વધારવા માટે ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવા જોઈએ.
    Click here to Read more
    Prev Article
    'मैं तुम्हारे घर पर मरवा दूंगा छापा', सुनंदा पुष्कर को लेकर शशि थरूर ने ललित मोदी के यहां रेड मारने की दी थी धमकी
    Next Article
    60 सेकंड में 33 फ्लोर तक पहुंचेगा 'चमत्कारी ड्रोन', हवा में उड़कर बुझाएगा हाईराइज बिल्डिंगों की आग, अद्भुत है तकनीक

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment